આણંદ ની આ દીકરીએ ધોરણ 8 માં જોયેલું આ સપનું પૂરું કરી બતાવ્યું! બની ગઈ પાયલોટ, દિવસ રાત મેહનત કરી,હવે પ્લેન…
મિત્રો જેમ તમે જાણોજ છો કે જીવનમાં કડી મહેનત અને અને કંઈક નવું કરવા માટે વ્યક્તિ જે સંઘર્ષ કરતો હોઈ છે તેમાં તેને એક ને એક દિવસ જરૂર સફળતા મળતીજ હોઈ છે. હાલ એક તેવીજ યંગ દીકરી વિશે તમને જણાવીશું. તેમજ જણાવીએ તો આજે ઘણા યુવાનો મોટા મોટા સપના જોતા હોય છે, પરંતુ બહુ ઓછા યુવાનો હોય છે જે પોતાના સપનાને હકીકતમાં બદલવા માટે મહેનત કરતા હોય છે અને ગમે તેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરીને પણ પોતાના લક્ષ્ય સુધી પહોંચતા હોય છે. ત્યારે હાલ જે ગુજરાતની દીકરીની કહાની સામે આવી છે, જેણે પાયલોટ બનાવ સુધીની સફર પાર કરી છે.
વાત કરીએ તો આ કહાનિ મૂળ અરવલ્લીના પરસોડાગામની અને હાલ વિધાનગર આણંદ ખાતે રહેતી રચના પટેલની છે. જેમને 8માં ધોરણથી જ પાયલોટ બનવાનું સપનું જોયું હતું અને પોતાની સખત મહેનત અને લગનથી પોતાનું આ સપનું સાકાર પણ કર્યું. તેમજ આ અંગે ખાસ વાતચીત કરવામાં આવી તેમાં રચના પટેલને અમે પૂછ્યું કે, “આપે પાયલોટ બનવાનું સપનું ક્યારે જોયું ?” ત્યારે આ સવાલનો જવાબ આપતા તેમને જણાવ્યું કે “પયાલોટ બનવાનું સપનું નાનપણથી જ ધોરણ-8માં ભણતી ત્યારે જ જોયું હતું. સમાચારમાં અવારનવાર જોયું ત્યારથી મને વિચાર આવ્યો કે મારે કંઇક અલગ કરવું
તેમજ અમારા આગળના સવાલમાં અમે પૂછ્યું કે, “આ સપનાને પૂર્ણ કરવા માટે તમે કેવી મહેનત કરી ?” ત્યારે તેમને જવાબ આપ્યો કે, “પહેલા ગુજરાત ક્લાઇંગ ક્લબ વડોદરામાં એડમિશન લીધું. 6 પેપર ક્લિયર કર્યા. ફલાઇંગ કરતા કરતા અમુક પેપર દિલ્હી ક્લાસીસ કરીને પૂર્ણ કર્યા. હું દરરજો આણંદથી વડોદરા કાર દ્વારા અપડાઉન કરતી. ક્યારેક 6-7 વાગે ક્લાઈંગ હોય તો 4 વાગે ઉઠીને પણ જવું પડે. ફલાઇટના 2 કલાક પહેલા ત્યાં પહોંચવું પડે. આમ આ સાથેજ રચના પટેલને અમે પૂછ્યું કે, “પાયલોટ બનાવ માટે આર્થિક રીતે કેવી રીતે મદદ મળી ?” ત્યારે તેમને કહ્યું કે, “મારા પિતા એક બિઝનેસમેન છે અને મમ્મી ગવર્મેન્ટ ટીચર જેના કારણે આર્થિક રીતે કોઈ તકલીફ નથી પડી. મારા મમ્મી પપ્પાએ મારો ખુબ જ સપોર્ટ કર્યો. એમને મને કોઇ ધ્વિસ કોઇ તકલીફ પડવા નથી દીધી.”
આમ તાલીમ દરમિયાનના પણ ત્યાંના અનુભવ વિશે અમે તેમને પૂછ્યું ત્યારે તમેને કહ્યું કે,”અનુભવ ખુબ જ સારો રહ્યો. બધાનો બહુ જ સપોર્ટ પણ મળ્યો. આ તાલીમ એટલી સરળ પણ નથી જેટલી બધાને બહારથી લાગે છે. સપનાને પૂર્ણ કરવા માટે ગમે તે કરવું પડે. તમારે સમયસર પહોંચવું પડે. ફલાઇટ પહેલા પણ ઘણું કામ હોય. વાતાવરણ ચેક કરવાનું અલગ અલગ ઇન્સ્ટ્રકટર સાથે ફલાઇંગ કરવું એની તૈયારી કરવાની. પરંતુ બધા જ ઇન્સ્ટ્રકટર ખુબ જ સપોર્ટિવ રહ્યા. હા ઘણીવાર રડી જવાય એવી રીતે લડતા પણ ખરા પરંતુ આ બધું સારા ફ્યુચર માટે જ છે. માટે ટ્રેનિંગનો સમય ખુબ જ યાદ્ગાર રહો. આમ રચના પટેલને અમે આગળનો સવાલ પૂછ્યો કે, “પાયલોટ બનવા પાછળ તમારું પીઠબળ બનીને ઉભી રહી હોય એવી વ્યક્તિ કોણ ?” ત્યારે જવાબમાં તેમને જણાવ્યું કે “મારી સાથે હંમેશા મારા મમ્મી પપ્પા ઉભા રહ્યા.
મારા પપ્પાએ એકપણ દિવસ મોડું કર્યા વગર મારી બધી જ ફી ભરી દીધી. મારી મમ્મી ટીચર છે પણ રોજ અમર ક્લાઇંગ સ્કૂલ જતા પહેલા મારા માટે બ્રેકફ઼ાસ્ટ તૈયાર કરતી. કોઇવાર સવારે 3.30 વાગે ઉઠીને પણ મારા માટે નાસ્તો તૈયાર કરતી.” રચના પટેલને અમે આગળનો સવાલ પૂછ્યો કે, “પાયલોટ બનવા પાછળ તમારું પીઠબળ બનીને ઉભી રહી હોય એવી વ્યક્તિ કોણ ?” ત્યારે જવાબમાં તેમને જણાવ્યું કે “મારી સાથે હંમેશા મારા મમ્મી પપ્પા ઉભા રહ્યા. મારા પપ્પાએ એકપણ દિવસ મોડું કર્યા વગર મારી બધી જ ફી ભરી દીધી. મારી મમ્મી ટીચર છે પણ રોજ અમર ફ્લાઇંગ સ્કૂલ જતા પહેલા મારા માટે બ્રેકફાસ્ટ તૈયાર કરતી. કોઇવાર સવારે 2.30 વાગે ઉઠીને પણ મારા માટે નાસ્તો તૈયાર કરતી.”
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.