ભારત દેશ ની આ દીકરી એ એથ્લેન્તિક દોડમાં ૫ મેડલો મેળવી DSP બની ગઈ , જાણો તેના સંઘર્ષ ની કહાની….

આમ તો પૂરી દુનિયા ખેલાડીઓ થી ભરેલી છે. રમત લોકોને મનોરંજન સમાન ગણે છે. પરંતુ આવી  રમત એ ઘણા લોકો નુ  જીવન બદલી  નાખ્યું છે. બાળક જન્મતા જ હાથ પગ ચલાવવા  લાગતું હોય છે ત્યારે જ માતા પિતા કહેતા હોય છે કે આ મોટા થઇ ને કોઈ રમતવીર થશે. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે જેની સિવાય પણ અન્ય રમતો છે જે નેશનલ લેવલે રમવામાં આવતી હોય છે. જેમ કે ફૂટબોલ, વોલીબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ વગેરે. અને ક્રિકેટ તો બાળકો ની  મનપસંદ રમત ગણાય છે.  કોઈ પણ કળામાં તમારે સફળ થવું હોય તો તેના માટે વારંવાર પ્રયત્નો કરતા રહેવા પડે છે જેમાં તમે પડશો પણ અને નિષ્ફળ પણ થશો પરંતુ તમારે નિરંતર પ્રયાસો કરતા રહેવાના હોય છે.

તમારી આ જ મહેનત ના કારણે દુનિયામાં તમારું એક નામ થઇ સકે છે. દુનિયામાં ઘણા રમતવીરો એવા છે જે દેશ વિદેશ માં પોતાનું નામ પ્રસિદ્ધ કરી રહ્ય છે. આ ખિલાડીઓ માં દેશ ની દીકરીઓ  પણ જોવા મળી છે જેમાં પીવી સિધુ, સાયના નહેવાલ, હેમદાસ. તેઓ એ ઘણા ગોલ્ડ, સિલ્વર, બ્રાંચ જેવા અનેક મેડલો જીત્યા છે. સફળતા એક રાતમાં મળી જતી નથી પરંતુ તેના માટે કઠીન પરિશ્રમ કરવાની જરૂર હોય છે. ત્યારે તો આખી દુનિયામાં તેમનું નામ પ્રસિદ્ધ થાય છે. આવી જ એક મિસાઈલ કાયમ કરી છે. અસમ ની ક્વીન હિમા દાસ . જે એક ગરીબ પરિવાર ની દીકરી છે જે ખેતર માં ખુલ્લા પગે દોડી આજે એથ્લેન્તિક માં પોતાનું નામ બનાવ્યું છે. અને ત્યાર બાદ અસમ ની DSP બની.   

આજ આપણે ભારત ની એક એવી દીકરી ની  વાત કરવા જઈ  રહ્યા છીએ જે બાળપણ માં ખુલ્લા પગે દોડતી હતી. પિતા ના સહારે તે ત્યાં સુધી પહોચી ગઈ જ્યાં તે હકદાર હતી. ભારત ની આ દીકરી ને ડીંગ એક્સપ્રેસ ના નામથી ઓળખવામાં આવે છે. તેમણે એથ્લેન્તિક ની દોડ ની રમતમાં મહારત હાસિલ કરી.  હિમા દાસ  નો જન્મ અસમ રાજ્ય ના નૌગાવ જીલ્લા અંતર્ગત આવનાર ઢીંગ નામ ના ગામમાં ૯ જાન્યુઆરી ૨૦૦૦ માં થયો હતો. હિમા એક સંયુક્ત પરિવાર થી આવે છે જેના પરિવારમાં ૧૬ સભ્યો છે. જેમાં તે ૫ ભાઈ બહેનો છે. હિમા ના પિતા એક ખેડૂત હતા. તેમની પાસે માત્ર ૨ વીઘા જ જમીન હતી. જેમાં તેઓ ખેતી કરી પોતાના પરિવાર નું ભરણ પોષણ કરતા હતા.

હિમા ના પરિવાર ની આર્થિક સ્થિતિ બહુ બગડી ગઈ હતી હિમા ભણતરમાં સારી નહોતી, કેમ કે તેનું ઘ્યાન માત્ર રમતો માં જ હતું. રમતને જ તે પ્રાથમિકતા બનાવી લીધી હતી આથી તેમના પિતા હમેશા તેનો સાથ દેતા હતા. જાણી ને હેરાની થશે કે હિમા ના પહેલા ગુરુ તેમના પિતા જ હતા. તેમણે ઘણા વર્ષો સુધી સવારે ૪ વાગે જાગી પોતાના જ ખેતર માં દોડતી હતી. હિમા ના ગામમાં એક પણ રમત નું મેદાન નહોતું આથી તે પોતાના જ ખેતરમાં ફૂટબોલ રમતી હતી. તેની રમત પ્રત્યે ની રૂચી જોઈ ને એક દિવસ તેમના શિક્ષક એ તેને  દોડવા માટે આગ્રહ કર્યો. અને તે પોતાના ગુરુ ની વાત માની રોજ પ્રેક્ટીસ કરવા લાગી.

એક વાર તેના કોચ નિપુણ દાસ એ તેને  એક પ્રતિયોગીતા માં ભાગ લેવા જણાવ્યું અને તેમની વાત માની હિમા જીલ્લા સ્તર  ની ૧૦૦ અને ૨૦૦ મીટર ની દોડ માં ભાગ લીધો હતો. જેમાં જીતવા પર તેણે ગોલ્ડ મેડલ મળ્યો હતો. હિમા ના એથ્લેન્તિક કરિયર ની શરૂઆત અહી જ થઇ હતી. હિમા દાસ ની મહેનત, કાબિલિયત અને શાનદાર પરફોર્મન્સ ના કારણે તેમણે ઘણા એવોડર્સ પણ મળ્યા. ખિલાડીઓ ને રાષ્ટ્રીય સ્તરે મળનારો અર્જુન એવોર્ડ્સ પણ હિમા દાસ એ મેળવી લીધો છે. આની સાથે જ તેમણે અસમ પોલીસ માં DSP ના પદ પર નિયુક્તિ મળી. આ ખાસ મોકા પર હિમા કહે છે કે તેમની બાળપણ નું સપનું આજે સાચ્ચુ પડ્યું છે. તેમનું સાપનું બાળપણ થી જ પોલીસ અધિકારી બનવાનું હતી. અને અસમ પોલીસ માં ભરતી થઇ તેમણે પોતાની સાથે તેમના માતા પિતા નું નામ પણ રોશન કર્યું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.