અંબાજીના મંદિરમાં આ ભક્તે કર્યું આટલું દાન કે જાણીને તમે પણ બોલશો, વાહ….

ભક્તો આજકાલ તેની શ્રધ્ધા જતાડવા માટે ઘણું દાન કરતા હોય છે એવું આપણે વાંચ્યું અને જોયું છે અને એવો જ એક કિસ્સો હાલ ગુજરાતમાંથી બહાર આવ્યો છે જ્યાં ભક્ત એ એટલું દાન કર્યું કે જાણી ને તમે ચોંકી જશો. આ કિસ્સો મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચેનપુર ગામનો છે. મંદિરમાં મા અંબાને સોનાનો મુગટ ભેટ ધરી અને આ ભક્તે પોતાની શ્રધા દેખાડી હતી.
મા અંબાના ધામમાં દરરોજ ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની માનતા પુરી થતાં ઘણું દાન કરે છે અને ઘણા લોકો સોનું પણ ચઢાવે છે.

જેઠ મહિનાના પહેલા દિવસે મહીસાગર જીલ્લાના આ પરિવારે માં અંબાના દર્શન કરીને સોનાનો મુગટ ભેટ કર્યો હતો.જેની કિંમત 3,48,672 હતી અને તેનું વજન 72.640 મિલીગ્રામ હતું. આ લુણાવાડાના માઈભક્તે સુવર્ણ મુગટ માતાજી ચરણમાં ભેટ કર્યો હતો.

જો કે આ વ્યક્તિએ પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કર્યો હતો અને એમને ગુપ્તદાન કરીને પોતાની શ્રધ્ધા દેખાડી હતી. આ ઉપરાંત બીજા ઘણા લોકો માં અંબાના ધામમાં ઘણા લોકો ઘણું દાન કરે છે. ઘણા નામ જાહેર કરે છે અને ઘણા ગુપ્ત દાન કરે છે. અને ભાદરવી પુનમના રોજ ઘણા ભક્તો ઘણી માનતા માને છે અને દર્શનાર્થીઓની લાઈન લાગે છે.

હાલ જ અમદાવાદના નવનીતભાઇ શાહ નામના વ્યક્તિએ અંબાજી મંદિરમાં 500 ગ્રામ સોનું દાન કર્યું હતું અને પોતાની શ્રધ્ધા દાખવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.