કાર જગતમાં તદ્દન નવા જ ફીચર્સ સાથે 418 કિમી દોડશે આ ઈ-વોલ્વો કાર.જાણો તેનાં આ નવા ફીચર્સ…
આજના ઝડપીભેર અને મોંઘવારીના આ યુગમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં હવે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વધુ જી રહ્યા છે,ત્યારે તેમાં ઇલેક્ટ્રિક વોલ્વો કારને વધુ સારી અને સુરક્ષીત માનવામાં આવે છે.. પરંતુ એવા ક્યાં નવા ફીચર્સ છે આ કારમાં કે લોકો તેને ખરીદવા માટે દોડધામ મચાવી રહ્યા છે….તો ચાલો જાણીએ આ સમગ્ર વાતને.
ગુજરાતમાં પ્રખ્યાત અને સેફટી,લક્ઝરી પેસેન્જર કાર અને સ્પેસમાં સલામતી રહે એ માટે ઇકો-ક્રેડ કારમાં સેફ બ્રાંડ તરીકે વોલ્વોને પસંદ કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વોલ્વોએ તેના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાના ઉદ્દેશથી ઇકો-ફ્રેંડલી ટેક અને મટીરીયલ્સમાં ખૂબ જ બહોળા પ્રમાણમાંરોકાણ કર્યું છે અને આગામી વર્ષોમાં વોલ્વો તમમાં ઇલેક્ટ્રિક સાધનો પર જવા અને કાર્બનને ઘટાડી તેમાં સિદ્ધી મેળવવા માંગે છે અને હાલમાં દેશના સ્માર્ટસીટી ગણાતા એવા અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ આજે વોલ્વો ઓટોબોટ્સ કંપનીએ વોલ્વો ઇલેક્ટ્રિક XC40 રિચાર્જની ડ્રાઈવ ઇવેન્ટનું આયોજન થયું છે અને સાથે સાથે તેને હાલ 6 દિવસ માટે કર ટેસ્ટ ડ્રાઈવ માટે રાખી છે.
આ કાર સિંગલ ચાર્જમાં 418 કિલોમીટર ચાલશે એવો ઇકો કંપની એ દાવો રજૂ કર્યો છે..આ વોલ્વો કારની વિશેષતા એ છે કે XC- 40 રીચાર્જ બે ઇલેક્ટ્રિક મોટર્સનો ઉપયોગ કરીને પૂર્ણ સમયની ઓલ-વ્હીલ ડ્રાઈવ ધરાવે છે જેમાં આગળ અને પાછળના એક્સલ પર 1-1 માઉન્ટ થયેલ છે,આમાં રહેલી દરેક મોટર 204 HP પાવર અને અંદાજે 330 NMનો પીક ટોર્ક જનરેટ કરે છે અને સાથે સાથે 360 ડીગ્રી કેમેરા,સન રૂફ,ફ્રન્ટ અને રીયર સ્ટોરેજ Facility અને 12 જેટલા High-quality સ્પીકર પણ ધરાવે છે તેમજ આ કાર જુદા-જુદા ખાસ ૫ કલર્સમાં પણ ઉપલબ્ધ જોવા મળે છે.
ખાસ મહત્વની વાત એ છે કે આ કારનું બુકિંગનો પ્રારંભ જુલાઈ-2020માં કરવામાં આવશે અને તેની ડીલીવરીની શરૂઆત ઓક્ટોબર-2022માં થશે જે બાબત સર્વે એ નોંધવા જેવી છે