ગુજરાતના ખેડુતે બનાવ્યુ ઈલેક્ટ્રીક ટ્રેકટર! પાંચ કલાક ચાર્જમા ચાલશે 10 કલાક

આજના આ ઝડપથી વધતા યુગમાં આજે કેટલીક વસ્તુઓ મોંઘી થવા પામી છે,ત્યારે આજના સમયમાં મોંઘવારીનું પ્રમાણ વધવા લાગ્યું છે… અને હાલમાં ખૂબ જ ઉપયોગજનક એવા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે આજે તમામ લોકો પર બહુ ઘેરી અસર પડી છે અને આના કારણે ખેડૂતોમાં પણ મુશ્કેલીઓ જોવા મળી છે,ત્યારે હાલ એક ખેડૂતે આ સમસ્યાથી બચવા એક તદ્દન નવતર પ્રયોગ કર્યો છે..ચાલો આ અંગે જાણીએ..

 

જામનગરના કાલાવડના પીપર ગામમાં રહેતા મહેશભાઈ ભૂત એ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે પેટ્રોલ-ડિઝલથી બચવા ઇલેક્ટ્રિક નો ઉપયોગ કરેલ છે જેમાં એમણે એક ઇલેક્ટ્રિક ટ્રેકટર બનાવ્યું,જે માટે તેમને સાત થી આઠ મહિના જેટલો સમય લાગ્યો હતો.આ ટ્રેક્ટરમાં 72 વોલ્ટની બેટરી લગાવવામાં આવેલી છે જેને એક વાર ફૂલ ચાર્જ કર્યા પછી તે સાત કલાક સુધી તે ખેતરમાં કામ કરી ફરી શકે છે.આ ટ્રેકટરથી ખેતીના બધા જ કામો થઇ શકે છે.

મહેશભાઈ આ અંગે જણાવે છે કે આ ટ્રેક્ટરની મદદથી ખેડૂતોને કામ કરવામાં સરળતા રહે ઉપરાંત સરળતા રહે અને પૈસાની બચત પણ થાય..અને તેનું ચાર્જીગ ખૂબ ઓછા ખર્ચે થવા પામી છે.જોકે આ અદભૂત કારીગરીને જોવા ગામેગામેથી લોકો આવતા અને આજે આ ટ્રેક્ટર અંગે સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *