ભાવનગરના આ પરિવારે કંકોતરીમાં એવું લખાણ લખાવ્યું કે જે જોઈ તમે પણ તેમના વખાણ કરશો.. લખ્યું કે

દરેક લગ્નમાં કઈક ને કઈક તો ખાસ ને અનોખું આકર્ષણ જોવા મળતું જ હોય છે.લગ્ન હોય ત્યાં એક પ્રકારના ઉત્સવ જેવો માહોલ જોવા મળતો હોય છે જેમાં દરેક લોકો ખૂબ જ પ્રસન્ન હોય છે અને તે સમયનો સદુપયોગ કરી આનંદ ઉઠાવી લેતાં હોય છે.મહેમાનોની સાથે સાથે દુલ્હન અને દુલ્હા પણ પોતાના લગ્નની બહુ જ આનદ મેળવી લેતા હોય છે.દરેક વર કન્યા એવું ઈચ્છતા હોય છે કે તેમના લગ્ન લોકોને યાદગાર બની રહે અને એટલા માટે તેઓ લગ્નની તારીખ આવતાની સાથે જ અનેક પ્રકારની તૈયારી કરવા લાગી જતાં હોય છે અને પોતાના લગ્નને યાદગાર બનાવવા અનેકો અજીબ ગરીબ તુક્કા લગાડતા હોય છે. જેની શરૂઆત લગ્ન કંકોતરીથી થાય છે.

હાલમાં લગ્નનું આ આમંત્રણ કાર્ડ બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યું છે.જે પણ લોકોએ આ કાર્ડ જોયું છે તે જોઈને દંગ રહી ગયા છે.જ્યારે પણ લગ્નની સીજન આવે છે ત્યારે લોકો બીજાથી કઈક અલગ કરવાની ભાવના રાખતા હોય છે અને આથી લોકો કંકોતરીની અંદર અલગ અલગ પ્રકાર ના લખાણ લખીને સમાજમાં એક સારી પ્રેરણા આપતા હોય છે. હાલમાં ગુજરાતની અંદર એક પરિવારે પુત્રના લગ્નમાં બહુ જ મોટો નિર્ણય લીધો છે જે જો તમે તેમના વખાણ કરતાં થાકસો નહીં. અને આ કંકોત્રી ની અંદરનું લખાણ એવું અજીબ છે કે જે દરેક મહેમાનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને તે જોઈ દરેક લોકો દંગ રહી ગયા છે

ગુજરાતી પરિવારે લગ્નની કંકોતરીમાં એક એવો અનોખો સંદેશ લખ્યો છે કે જે અંગે લગભગ કોઈ વ્યક્તિએ આજ સુધી વિચાર્યું પણ નહીં હોય. આ પરિવારે કંકોતરીમાં લખ્યું છે કે અમારા પુત્રના લગ્નમાં પ્રસંગ માં આપના તરફથી આપવામાં આવેલી ચંદલાની રકમ માં બીજી એટલી રકમ સામે ઉમેરીને સમાજની માટે વાપરશુ. આ એક અમારા ઉમદા કાર્યથી અનેક લોકોને પ્રેરણા આપવાનો નાનો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે.આવી અનોખી સમાજ કલ્યાણના માર્ગ પર દોરી જતી કંકોત્રી ભાવનગરના તણસા ગામના ઉમાણી પરિવારની છે જેમને એક બહુ જ સરસ ઉમદા કાર્યની પહેલ કરી છે.

આ પરિવારના મોભી એવા જાહિદભાઈ ઉમાણીએ જણાવ્યુ હતું કે મારા પુત્ર મનીષભાઈ ઉમાણીના 30 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા સિકંદર ભાઈ ની પુત્રી સુમાની સાથે લગ્ન નિર્ધારિત કરવામાં આવ્યા છે. વધુમાં આગળ જણાવ્યુ  હતું કે તાજેતરમાં જ હું મારી પત્ની અને મારો પુત્ર ગાડીમાં જઈ રહ્યા હતા અને દીકરા મનીષા કહ્યું હતું કે લગ્નમાં ગિફ્ટ આપવી જોઈએ ત્યારે મેં જણાવ્યું હતું કે કંકોત્રીમાં ચાંદલાની પ્રથા બંધ હોવાનું લખાવાના છીએ ત્યારે રીટર્ન ગિફ્ટ ની વાત કરવામાં આવી ક્યાં થી, ત્યારે વાત વાતમાં મને એવો વિચાર આવ્યો હતો કે એવું કામ કરવામાં આવે તો ચાંદલો આપનાર પણ ખુશ થઈ જાય અને આપણે પણ રાજીના રેડ થઈ જઈએ.

અને સમાજના આની લોકોને પણ ફાયદો થાય એ માટે એવું નક્કી કરવામાં આવ્યું કે લગ્નની નાદાર મહેમાનો જેટલી રકમનો ચાંદલો આપશે તેટલી જ બીજી રકમ ઉમેરીને ભેગી કરીને એક અનાથ આશ્રમ કે વૃધ્ધાશ્રમ ની નાદાર દાન કરી દઇશું. આથી ચાંદલો આપનાર માણ્સ પણ એવું ફિલ થસે કે આપની રકમ પણ કોઈ સારા ઉમદા કરી માટે વપરાશે. અમને પણ સારામાં સારું પુણ્યનું ફળ મળસે.અને અમને પણ એવી લાગણી રહેસે કે બધાના સહિયારા પ્રયાસો થી સમાજને ઉપયોગી થાય રે કામ કર્યું છે.

જાહિદભાઈ જણાવે છે કે મારી પોતાની બે ફેક્ટરી છે અને 25 વર્ષથી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવ્યું છું અને અનેક સામાજિક કાર્યમાં મે ભાગ લીધો છે પૈસા તકે પણ આ કાર્ય માટે સક્ષમ છુ. આથી હું જોઈએ એટલું એકલો પણ દાન કરી સકું છું પરંતુ ચંદલાના બહાને લોકો પણ આ પ્ર્કારના સદ્કાર્યો ની અંદર જોડાઈ. સાથે જ જે લોકોને દાન અંગેની માહિતી જોતી હસે તેમણે ગમે ત્યારે મળી જશે.તેમણે તેમના નામ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે જાહિદભાઈ નું નામ મુસલમાન જેવી લાગે છે અને તેમના પુત્રનું નામ મનીષભાઈ છે જે એક હિન્દુ નામ છે. તો સાંભણવામાં કોઈ ભૂલ તો નથી. તેના જવાબમાં જણાવ્યુ હતું કે સિનિર આગાખાન ઈસ્માઈલ ખોજા છીએ. અમારા વડવાઓ લોહાણા સમાજમાં હતા અને અમે ખોજા બન્યા પણ મારા પિતાનું નામ બાબુલાલ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *