ગુજરાતના આ પરિવારે પુત્રના લગ્નની કંકોત્રીમાં લખાવ્યો ખુબજ અનોખો સંદેશ ! વાંચીને કરશો વખાણ…જાણો શું છે
જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળો પણ ચાલી રહ્યો છે અને લગ્નની સીઝન પણ ચાલી રહી છે લોકો ખુબજ ધૂમધામ તેના લગ્ન કરતા હોઈ છે અને તેના લગ્નને યાદગાર બનાવવા માટે અલગ આલગ આકર્ષિત કપડા પણ પહેરતા હોઈ છે તેવીજ રીતે લગ્નની દરેક પળને યાદ રાખવા માટે વિડીઓ અને ફોટોશૂટ પણ કરાવતા હોઈ છે. તેમજ અલગ અલગ આકર્ષિત કંકોત્રી પણ બનાવતા હોઈ છે. તેવીજ રીતે હાલ એક પરિવારની લગ્ન કંકોત્રી ખુજ ચર્ચાનો વિષય બની છે. વાત કરીએ તો આજ પહેલા કોઈએ પણ આવું વિચાર્યું નહિ હોઈ. આવો તમને આં કંકોત્રી વિષે વિગતે જણાવીએ.
કંકોત્રી પર અનોખો મેસેજ લખાવનાર આ ગુજરાતી પરિવાર ભાવનગરના છે. જેણે પુત્રના લગ્નની કંકોત્રીમાં લખાવ્યું કે ‘‘અમારા પુત્રના લગ્ન પ્રસંગે આપના તરફથી આપવામાં આવેલી ચાંદલાની રકમમાં અમે એટલી જ રકમ ઉમેરીને સામાજિક સેવામાં વાપરીશું. આ અમારો એક ઉમદો કાર્યની પ્રેરણાનો નાનકડો પ્રયાસ છે.’’ આ વાંચી તમે આ પરિવાર ખુબજ વખાણ કરવા લાગ્યા હશો અને કરવાજ જોઈએ આજના સમયમાં પણ લોકો બિજાની મદદ અને સેવા કરવાનો મોકો મુકતા હોતા નથી. આ પરિવારની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તણસા ગામના ઉમાણી પરિવારે આ ખૂબ જ ઉમદા કાર્યની શરૂઆત કરી છે.
ઉમાણી પરિવારના મોભી જાહિદભાઈ ઉમાણીએ કહ્યું હતું કે મારા પુત્ર મિનિષ ઉમાણીના 30 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગર સિકંદરભાઈની પુત્રી સુમન સાથે લગ્ન નિર્ધારીત કરવામાં આવ્યા છે. તેમજ આ સાથે જાહિદભાઈએ કહ્યું હતું કે ‘તાજેતરમાં હું, મારી પત્ની અને મારો પુત્ર કારમાં જઈ રહ્યા હતા ત્યારે દીકરા મનિષે કહ્યું કે લગ્નમાં રિર્ટન ગિફ્ટ આપવી જોઈએ. તો મેં એમ કહ્યું કે આપણે કંકોત્રીમાં ચાલ્લાં પ્રથા બંધ હોવાનું લખવાના છીએ તો રિર્ટન ગિફ્ટની વાત ક્યાં આવી? ત્યારે વાત વાતમાં મને એવો વિચાર આવ્યો કે એવું કામ કરીએ કે ચાંલ્લો આપનાર પણ ખુશ થાય અને આપણે પણ રાજી રહીએ તેમજ સમાજના અન્ય લોકોને પણ ફાયદો થાય. એટલે એવું નક્કી કરવામાં આવ્યું કે લગ્નમાં મહેમાનો જેટલો ચાંલ્લો આપે, તેટલી બીજી રકમ ઉમેરીને જે રકમ ભેગી થાય એ અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓને દાન કરી દઈશું.’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ચાંદલો આપનારને પણ એવું થશે કે તેણે જે પૈસા આપ્યા છે તે બધા અન્ય લોકોની મદદ અને સેવા માટે આપ્યા છે. તેમજ તેઓ કહે છે કે જ્યારે અમને એવી લાગણી થશે કે બધાના સહિયારા પ્રયાસથી એક સમાજ ઉપયોગ કામ થઈ શકશે. આમ જાહિદભાઈ ઉમાણીએ વધુમાં કહ્યું કે મારી પોતાની બે ફેક્ટરી છે અને 25 વર્ષથી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવું છું ઉપરાંત અનેક સમાજિક કાર્ય કરું છું. પૈસે ટકે સક્ષમ છું એટલે આટલી રકમ તો હું જાતે પણ દાન કરી શકું છે. પરંતુ ચાંલ્લાના બહાને લોકો પણ સદકામમાં જોડાઈ એટલે ખોટું કરવાનો સવાલ જ નથી. બીજું કે દરેક દાનની રસીદની માહિતી જેને જોઈતી હશે તેને મળી શકે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.