જૂનાગઢના આ પરિવારે લગ્નની કંકોત્રીમાં છપાવ્યો ઉત્તમ સંદેશ! લખ્યું કે “પહેલા મતદાન કરો પછી….જાણો શું લખ્યું

જેમ તમે જાણોજ છો કે હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં અલગ અલગ પાર્ટીના નેતાઓ પોતાની જે તે પાર્ટીઓ માટે નારાઓ અને રેલીઓ લગાવી રહ્યા છે અને લોકો મતદાન અંગેમો એક સંદેશો પહોચાડતા જાગૃત કરી રહ્યા છે તેમજ ચુંટણીના માહોલ સાથે લગ્ન સીઝનની પણ શરુઆત થઇ ગઈ છે અને તેવામાં લોકો ખુબજ ધૂમધામ થી લગ્ન કરી રહ્યા છે આ લગ્ન સીઝનમાં હાલ એક ખુબજ અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે જે લગ્નની કંકોત્રી વિશે જે જાણી તમે પણ ખુબજ વખાણ કરશો. આવો તમને વિગતે જણાવીએ.


વાત કરીએ તો હવે ચુંટણીને આડે થોડાકજ દિવસો બાકી છે. તેમજ મતદાન અંગે જાગૃતતા લાવવા માટે કેન્દ્રીય ચુંટણી પંચ અલગ અને નવા નવા પ્રયાસો કરી રહ્યા છે. તેવામાં જુનાગઢના એક જાગૃત નાગરિકે કંકોત્રી પર જ મતદાન કરવા અંગેનો ખુબજ સારો સંદેશ છપાવ્યો છે. જેના દ્વારા દરેક કંકોત્રી લેનારને મતદાન અંગેની જાગૃતતા થશે અને તે પણ મતદાન કરવા જશે. કારણ કે બીજી બાજુ લગ્ન સીઝનની પણ શરૂઆત થઇ ચુકી છે. અને તેની સીધી અસર મતદાન પર પડી શકે છે.

આમ લગ્નના આ સમયગાળા દરમિયાન વ્યસ્ત રહેનાર લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે જુનાગઢના આ જાગૃત નાગરિકે કંકોત્રીમાં મતદાન અંગેનો સંદેશો મોકલી ખુબજ સરાહનીય કાર્ય કયું છે. તેમજ જ્યારે આ કંકોતરી જૂનાગઢના કલેક્ટરને મળતા તેમને આ પરિવારને બિરદાવ્યા હતા. અને કંકોતરીનો ફોટો સોશિયલ મિડિયામાં શેયર કર્યો હતો. આમ વધુમાં તમને તમને જણાવીએ તો જુનાગઢમાં ગાંધીગ્રામમાં રહેતા જયંતીભાઈ રવજીભાઈ કાચાએ મતદાન જાગૃતિ માટેના સંદેશ સાથે કંકોતરી છપાવી છે.

લગ્નની વાત કરીએ તો તેમની પુત્રી રિયાના લગ્ન 2 ડિસેમ્બરે યોજવાના છે જે અંગે છપાયેલી કંકોત્રીમાં કવર પર લખ્યું છે કે “અવસર લોકશાહીનો,અવસર મતદાનનો” ,” પહેલા મતદાન કરો પછી જ લગ્ન માં આવો” ,” હું તમને અપીલ કરું છું કે આપનો કિમતી મત આપીને લોકશાહીને મજબૂત બનાવો” સાથે જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા ઘોષિત કરેલ ચુનાવ ચિન્હ “સિંહ” ને પ્રિન્ટ કરીને ”મતદાન કરી અને તમે પણ લોકશાહીના સિંહ બનો” આ તમામ બાબતોનો કંકોત્રીમાં ઉલ્લેખ કરી વધુમાં વધુ મતદાન કરવા જુનાગઢના જાગૃત નાગરિક દ્વારા અપીલ કરવામાં આવી છે

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *