મોરબીના આ પરિવારે ખુબ સુંદર કંકોત્રી બનાવડાવી! જે લગ્ન બાદ આવી રીતે ઉપયોગ મા લઈ શકાશે

મે મહીના મા ફરી લગ્નગાળો ચાલુ થયો છે ઉનાળા મા ધગધગતા તાપ વચ્ચે પણ લોકો લગ્ન માટે ઉત્સાહ દર્શાવી રહ્યા છે અને અનેક લગ્નનો થવા જઈ રહ્યા છે ત્યારે હાલ ના સમય મા લગ્ન ને લઈ ને વિવિધતા જોવા મળી રહી છે જેમા ખાસ કરી ને કંકોત્રી પાછળ લાખો રુપીયા ખર્ચી નાખવામા આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ રાજકોટ ના એક પરિવારે એક એવી કંકોત્રી તૈયાર બનાવડાવી હતી કે લગ્ન બાદ પણ એ કંકોત્રી નો ઉપયોગ થય શકે અને એમા થી છોડ ઉગી નીકળે.

ત્યારે ફરી વાર એક મોરબી ના પરિવારે એક અનોખી કંકોત્રી બનાવડાવી છે. જે કંકોત્રી ભરતગૂંથણ થી તૈયાર થઇ છે. મોરબી ના પરિવારે બનાવડાવેલી આ કંકોત્રી એક દમ હટકે કંકોત્રી છે જે કોઈ કાગળ થી નહી પરંતુ મનમોહક ભરતગુથણ થી બનાવેલી છે. જેમા ગણેશજી પણ છે જો વાત કરવામા આવે આ પરીવાર ની તો મિયાત્રા પરીવાર ની આ લગ્ન કંકોત્રી છે. મોરબી ના ભાજપ અગ્રણી જેઠાભાઇ રમુભાઈ મિયાત્રાના પરિવારના કશ્યપના ભારતી સાથે લગ્ન પ્રસંગની અનોખી કંકોત્રી બનાવી છે.

આ કંકોત્રી બનાવડાવા માટે નો મુખ્ય હેતુ એ છે કે હાલ ના સમય ભરતગુથણ ની કલા ને જાણે અને હાલ જે આ કલા લુપ્ત થવાના આરે છે તેને ફરી પ્રોત્સાહન મળે તે માટે એક પ્રયાસ છે. કચ્છ, જસદણ સહિતના હેંડીક્રાફ્ટ ઉધોગને વિકસાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ટુ વોકલ અભિયાનને સાર્થક કરવા 500 જેટલી હેન્ડલુમ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી ની કિંમત 350 થી માંડી ને 400 સુધી થઈ છે.

સામાન્ય રીતે આપણે જોતા હોય એ છીએ કે લગ્ન બાદ કંકોત્રી ફેકી દેતા હોય તો ઘણા પસ્તી મા આપી દેતા હોય છે ત્યારે આ કંકોત્રી નો લગ્ન બાદ થેલી સ્વરુપ મા ઉપયોગ કરી શકાશે અને સાથે પ્લાસ્ટીક ની બેગ ની જગ્યા એ આ કંકોત્રી ઉપયોગ કરી શકાશે. આ કંકોત્રી ભરતગુથણ ની કલા નો ઉત્તમ નમુનો છે અને સાથે ઉપયોગી છે ખરખેર દરેક લોકો આવુ કરવા લાગે તો કાઈક અલગ જ દૂનીયાનુ સર્જન થશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *