સુરેન્દ્રનગરના આ પરિવારે નવી મિસાલ પુરી પાડી !ઘરમાં દીકરીનો જન્મ થયો તો કરી આવી ઉજવણી… જુઓ
જેમ તમે જાણોજ છો કી આજના સમય માઁ દીકરી પણ દીકરા જેટલુંજ મહત્વ ધરાવે છે આ સાથે આજના આધુનિક યુગ માં પણ દીકરાની સરખામણીએ દીકરીના જન્મદરનું પ્રમાણ ઘટતું જાય છે. આમ જ્યારે પણ કોઈ પરિવારમાં દીકરી કે દીકરાનો જન્મ થતો હોઈ છે ત્યારે પરિવારના લોકો ખુબજ ખુશ થઈ જતા હોઈ છે જી પહેલાના જમાના કરતાં સારું છે. તેમ છતાં દરેક પરિવારને વહુ તો જોઇએ છે પરંતુ દીકરી નથી જોઇતી.
આમ હાલના સમયમાં પણ સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા સમાજમાં સંકલ્પ લેવડાવવા પડે છે. તેમજ એટલું જ નહીં દીકરી પણ દીકરા સમાન જ છે, તેવું જાહેરાતના માધ્યમથી ખુદ સરકારે કહેવું પડી રહ્યું છે. જે દરેક દીકરી માટે ખુબજ ગર્વ ની વાત છે. આમ ત્યારે સુરેન્દ્રનગરના મહેતા પરિવારને ત્યાં દીકરીનો જન્મ થતાં તેમણે દીકરી જન્મને મહોત્સવ તરીકે ઉજવી સમાજને નવી રાહ ચીંધી હતી.
સમાજમા હવે લક્ષ્મી અને દેવીશક્તિ સમાન ગણાતી દીકરીઓ પ્રત્યે જૂની રૂઢીઓ અને માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. તમને જણાવીએ તો સુરેન્દ્રનગરના એક મહેતા પરિવારના હિરેનભાઇ અને ખુશીબેનના ઘરે પ્રથમ દીકરીનો જન્મ થતાં પુત્ર ઘેલછાને બદલે ઈશ્વરના આશીર્વાદ સમજીને તેના જન્મને પણ ફૂલડે વધાવ્યો છે. જેમાં ધામધુમ પુર્વક દિકરીને દવાખાનેથી ઘરે લાવી ઘરને શણગાર કરી દિકરી જન્મને ભવ્ય ઉજવણી કરી હતી.
જેમાં વિસ્તારના લોકો પણ જોડાયા હતા. પણ મોટા ભાગના શિક્ષિત અને સમજુ પરિવારના લોકો દીકરીના જન્મને દીકરાની જેમ જ હર્ષભેર ઊજવે છે. એટલું જ નહીં, દીકરીનું પણ પુત્રની જેમ જ લાલન-પાલન અને પોષણ કરે છે. આ બદલાવમાં પણ આજે સમાજ માટે નવો રાહ ચીધતી અને ક્રાંતિકારી પહેલ કરતી આ ઘટના સુરેન્દ્રનગર માંથી સામે આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.