શીતળ ઠંડીમાં ગરમ હૂંફ આપશે જામનગરનો આ મશહૂર કાવો ! ફક્ત ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ છે જબરી માંગ…..
હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તેવામાં આ શિયાળો તો ગયા વર્ષ કરતા પણ ખુબજ ભુક્કા કાઢી રહ્યો છે. તેવામાં લોકો આવી ઠંડીની સીઝનમાં ગરમાં ગરમ વાનગીઓનો સ્વાદ લેવો ખુબજ પસંદ કરતા હોઈ છે. તો વૅલ હાલમાંજ એક રજવાડી કાવો લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે. આ રજવાડી કાવો પીવાના ફાયદા પણ ખુબજ છે. કાવો પીવા માટે લોકોનો ટોળે ટોળા વળી જતા હોઈ છે. આવો તમને આ કાઠિયાવાડી કાવાનો ગરમા ગરમ ટેસ્ટ કરાવ્યે.
તમને જણાવીએ તો રાજ્યમાં આ વર્ષે બરાબરનો શિયાળો જામ્યો છે. તેવામાં કોઈ પણ જામનગરવાસી એવો નાય હોઈ જેણે આ ફેમસ રજવાડી કાવો પીધો નય હોઈ. આ કાવો પીવા માટે જામનગરના ખૂણે ખૂણા માંથી લોકો આવતા જોવા મળી રહયા છે. તો વળી આ કાવો આયુર્વેદિક મસાલાથી ભરપૂર ઉકાળીને બનાવવામાં આવે છે. શરદી, ઉધરસ, કફ, ગેસ, પિત્તવાયુ, અપચો જેવા દર્દીઓ માટે આ કઠિયાવાડી કાવો ખુબજ ફાયદા કર્ક છે.
તો વળી આ રજવાડી કાવામાં ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો, અને ગળ્યો. જીભ ઉપર પારખી શકાતાં તમામ સ્વાદનું મિશ્રણ એટલે કાવો. જામનગરના રણમલ તળાવ પાસે વર્ષોથી મળતો રજવાડી કાવો હવે દેશના સીમાડા વટાવી વિદેશોમાં નિકાસ થવા લાગ્યો છે. જેના મસાલાની માંગ અમેરિકા, લંડન, રશિયા અને કેનેડા જેવા દેશોમાં પણ છે. તેમજ આ કાઠીયાવળી કાવામાં આ કાવામાં 20 જેટલા આયુર્વેદીક મસાલા જેમાં બુંદદાણા, આદુરસ, સંચડ, સૂંઠ પાવડર, લીંબુ તેમજ વીસ જેટલા આયુર્વેદિક મસાલા વગેરેથી ઉકાળીને તેને મસાલા સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે.
તેમજ આ સાથે છેલ્લી ત્રણ પેઢીથી કાવાનું વેચાણ કરનાર રણજીતસિંહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાવો શિયાળામાં શરીરને બહું જ રક્ષણ આપે છે. રજવાડી આયુર્વેદ કાવાનો મસાલો અમેરિકા, કેનેડા, લંડન અને રશિયા સહિતના અનેક દેશોમાં મોકલવામાં આવે છે. પ્રથણ અમે મસાલો પેકેટમાં તૈયાર કરી છીએ, ત્યારબાદ કાવો બનાવવા માટે અમે રેડીમેન્ટ મસાલો તૈયાર કરીને આપીએ છીએ.
વધુમાં જણાવ્યું કે,એક ચમચી મસાલો અને 150 એમ.એલ પાણી નાખવાનું રહે છે. એક ચમચી મસાલો અને એક કપ પાણીને બે મિનિટ સુધી ઉકાળવું પડે છે, પછી ઉકાળેલા પાણીમાં ઉપરથી લીંબુ અને મીઠું નાખીવાથી કાવો તૈયાર થઈ જાય છે. આ કાવો એક મોટા તાંબાના ઘડામાં તૈયાર કરવામાં આવે છે. અમે પહેલાં કાચના ગ્લાસમાં કાવો આપતા હતા, કોરોનાકાળ બાદ ડિસ્પ્લેઝલ ગ્લાસમાં આપીએ છીએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.