જે કોઈ નો કરી શક્યું તે ગુજરાતના નાનકડા ગામના આ ખેડૂતે કરી બતાવ્યું ! ૧ વીઘામાં કર્યું ૧૦૦ મણ કપાસનું ઉત્પાદન…જાણો કેવી રીતે
મિત્રો જેમ તમે જાણોજ ચો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારતની વધુ પડતી વસ્તી ખેતી પર આધારિત છે. ખેડૂતો ખેતી કરીને ગુજરાતણ ચલાવે છે અને પોતાનું પેટ ભરે છે. આજના સમયમાં ખેતીનું મહત્વ ખુબજ જોવાય મળી રહ્યું છે તેમજ જો વાત કરવામાં આવે તો આજના પ્રગતિશીલ ખેડૂતો ખેતીમાં નવીનતાથી સારી કમાણી કરી રહયા છે.
આમ તેઓ ફક્ત રોકડિયા પાક નહિ બલકે કપાસ અને મગફળીનું વાવેતર કરીને પણ લાખોની કમાણી કરતા થયા છે. તેવામાં હાલ જો વાત કરવામાં આવે તો આખા દેશમાં કોઈએ ન કર્યું તે આ ગુજરાતી ખેડૂતે કરી બતાવ્યું, એક વીઘામાં આટલા મણનું ઉત્પાદન કર્યું કે જાણીને તમને પણ વિશ્વાસ નહિ આવે આવો તમને વિગતે આ સમાચાર જણાવીએ.
જો વાત કરીએ તો ગુજરાતનો મૂળ પાક કપાસ છે, આમ તેવામાં વાત કરવામાં આવે તો પાટલ જીલ્લાના જંગરાલના ખેડૂત પ્રતિકભાઈ બારોટની. જેઓ વીઘે 90થી 100 મણ કપાસનું ઉત્પાદન મેળવે છે. તેમના જેટલું કપાસનું ઉત્પાદન આખા ગુજરાતમાં કોઈ નથી કરતું. તેમણે અન્ય ખેડૂતોને માર્ગદર્શન પણ આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોએ કપાસના પાકના પાયામાં ખાત્ર તરીકે વધુમાં ને વધુમાં દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
તેમજ વધુમાં જણાવે છે કે પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું કે, બીયારણ અને રોગ-જીવાત સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને છોડને કયા તત્વો ખુટે છે તે જાણવા જમીનનું પરિક્ષણ કરાવવું ખુબ જરુરી છે. તે ઉપરાંત સમયસર ખાતર-દવા આપવા જોઈએ. જેથી પાક સારો થાય. આમ કપાસએ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાય છે. ખેડૂતો જો આ પાકનું સારું એવુ વાવેતર કરે અને તેની યોગ્ય સંભાળ રાખે તો તે સારી એવી કમાણી કરી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો