ગુજરાત ના ખેડુતે દીકરા ના લગ્ન ની કંકોત્રી મા એવું લખાણ લખાવ્યુ કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે….જુઓ શુ છે

જેમ તમે જાણોજ છો કે હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં અલગ અલગ પાર્ટીના નેતાઓ પોતાની જે તે પાર્ટીઓ માટે નારાઓ અને રેલીઓ લગાવી રહ્યા છે અને લોકોને મતદાન અંગેનો એક સંદેશો પહોચાડતા જાગૃત કરી રહ્યા છે તેમજ ચુંટણીના માહોલ સાથે લગ્ન સીઝનની પણ શરુઆત થઇ ગઈ છે અને તેવામાં લોકો ખુબજ ધૂમધામ થી લગ્ન કરી રહ્યા છે આ લગ્ન સીઝનમાં હાલ એક ખુબજ અનોખો કિસ્સો સામે આવી રહ્યો છે જે લગ્નની કંકોત્રી વિશે જે જાણી તમે પણ ખુબજ વખાણ કરશો. આવો તમને વિગતે જણાવીએ.

આ અમોખા લખાણ વળી લગ્ન કંકોતરીનો કિસ્સો સાબરકાંઠાના હિંમતનગરમાંથી સામે અવી રહ્યો છે જ્યાં સદાતપુરાના ખેડૂત ભીખાભાઈ પટેલ અવશ મતદાન અંગે લોકોને કંકોત્રીના માધ્યમ થકી અનોખી રીતે સંદેશો પાઠવ્યો છે તમને જણાવીએ તો આ પટેલ પરિવારમાં ભીખાભાઈ પટેલના પુત્ર વિશાલની લગ્નની આમંત્રણ પત્રિકામાં મતદાન અવશ્ય કરશોનો સિક્કો મારીને મતદાન માટે પ્રેરિત કર્યા છે. લગ્નની સાથે મતદાન માટે સગા સંબંધીઓને પણ પ્રોત્સાહિત કર્યા છે. આમ આ કંકોત્રી હાલ ખુબજ ચર્ચાનો વિષય બની ચુકી છે.

આમ વધુમાં વાત કરીએ તો ભીખાભાઇએ જણાવ્યું હતું કે, ” મારા દિકરાના લગ્ન નિમિત્તેનો સત્કાર સમારંભ તા.5 ડિસેમ્બર 2022ના રોજ અને ભોજન સમારંભ અમે સવારે 11 કલાકે નક્કી કરેલો હતો. પરંતુ જોગાનુજોગ એજ દિવસે આપણો લોકશાહિનો અવસર એટલે કે મતદાનનો દિવસ પણ છે. આથી લોકશાહીના આ અવસરને આંચ ન આવે તેવી સમજ કેળવી સકારાત્મકતા દાખવીને સગા સબંધીઓ તેમના મતદાનમાંથી વંચિત ન રહી જાય.

આમ ભોજનથી પણ વંચિત ન રહી જાય આથી બન્ને રૂડા પ્રસંગને દિપાવવા ભોજન સમારંભમાં ફેરફાર કરી સાંજના ૫ કલાકે રાખ્યો છે. જેથી કરીને સગા સબંધીઓ સવારે પોતાનો મુલ્યવાન મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરી શકે તથા સાંજના અમારા શુભપ્રસંગને શોભાવી શકે.” તેમજ ભીખાભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “મારા દીકરા વિશાલના લગ્નની 1000 જેટલી પત્રિકાઓ છપાવેલી છે અને અવશ્ય મતદાન અંગેનો સંદેશો સગા સબંધીઓ સુધી પહોંચી ગયેલો છે. જેથી લોકશાહીના અવસરમાં મતદાન ચૂકીના જાય તેને જાગૃતિ માટે સંદેશો લખાવ્યો છે.”

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *