જામનગરનો આ ખેડૂત ન કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વગર કરે છે પ્રાકૃતિક ખેતી! એટલો બધો નફો મેળવે છે કે…જાણો વિગતે
મિત્રો જો તમે નો જાણતા હોવ તો તમને જણાવી દઈએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે દેશના લગભગ 65 % ટકા લોકોને ખેતી રોજગાર પૂરો પાડે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આજના સમયમાં જ્યારે યુવાનો મોટી મોટી નોકરીઓ અને સરકારી નોકરી પાછળ દોડતા જોવા મળી રહયા છે તેવામાં ગુજરાતના આ ગામનો ખેડૂત વર્ષે કરે છે લાખો રૂપિયાની કમાણી તમને જાણીને નાવી લાગશે કે આ ખેડૂત ફક્ત પ્રાકૃતિક ખેતી કરીને લાખો કમાઈ રહ્યો છે આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો જામનગર જિલ્લાના સુમરી (ધુતારપર) ગામના યુવા ખેડૂત કિશોરભાઈ લાલજીભાઈ પેઢડીયાએ આત્મા પ્રોજેક્ટ થકી માર્ગદર્શન મેળવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ શરૂ કરી છે. આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા સપ્ટેમ્બર-2022 માસમાં વિવિધ હલકા ધાન્યોનું બિયારણ ખેડૂતોને આપવામાં આવ્યું હતું. બાદમાં કિશોરભાઈએ બાજરી, જુવાર, કાંગ, ચીનો, રાગી, સામો, કોદરો અને હરીકાંગનું વાવેતર કર્યું છે.તેમજ આ સાથે જણાવીએ તો કિશોરભાઈ લાલજીભાઈ પેઢડિયા તેમના ખેતરમાં કુલ 300 ચોરસ ફૂટ જેટલા એરિયામાં કાંગનું વાવેતર કરેલ જેમાં એક પણ પ્રકારના રસાયણનો ઉપયોગ કર્યા વગર પ્રાકૃતિક ખેતીની પદ્ધત્તિથી ઉગાડેલ.
આમ જામનગર જીલ્લાના ખેડૂત કિશોરભાઈએ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી આઠ પ્રકારના હલકા ધાન્ય પાક થકી સારી આવક મેળવી છેતો વળી હવે તમને તેના વેચાણ અંગે માહિતી આપીએ તો કાંગની ડુંડી કાપી અને સાઈઝ પ્રમાણે ગ્રેડિંગ કરી પેકિંગ કરી એક ડુંડી 10 રૂપિયા લેખે અમદાવાદ ખાતે વેચાણ કરેલ. જેમાં કુલ 2500 ડુંડીનું વેચાણ કરી રૂપિયા 25,000/- જેવી આવક મેળવી હતી. તે ઉપરાંત હાલમાં બાજરી જુવાર અને સામાની ડુંડી પણ 15 રૂપિયા પ્રતિ નંગ તરીકે વેચાણ કરે છે. પોતાના ખેતરમાં વાવેતર કરેલ ચીનો, રાગી, સામો, કોદરો જેવા હલકા ધાન્યોની મૂલ્ય વૃદ્ધિ, ગ્રેડિંગ અને પેકિંગ કરી એક 50 ગ્રામનું પેકેટના 100 રૂપિયા જેવી સારી આવક મેળવે છે.
આમ વધુમાં ચર્ચા કરીએ તો ખેતી બાબતે કિશોરભાઈએ જણાવ્યું હતું કે, તેઓ પોતાની 15 વીઘા જમીનમાં છેલ્લા 17 વર્ષથી રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતી કરે છે. તેમજ આ સાથે કિશોરભાઈ તેમની કોઠાસૂઝથી વિવિધ પાકો જેવા કે મગફળી, મકાઈ, રાજગરો, કીનોવા, હળદર, ચણા, મગ, અડદ, તુવેર, ઘઉં, બાજરી, જુવાર, કાંગ, ચીનો, રાગી, સામો, કોદરી, હરીકાંગ, આદુ, શેરડી, ચૂરણ, જીરુ, ધાણા, મેથી, ટમેટા, રીંગણા, વટાણા, જેવા શાકભાજી મળીને કુલ 30 જેવા પાકોનું વાવેતર કરેલ છે તે ઉપરાંત જુવાર, બાજરી, રાગી જેવા હલકા ધાન્ય પાકમાંથી લોટ બનાવી પેકિંગ કરે છે.
તેમજ ધાણા, આદુ, જીરુ, હળદરમાંથી ધાણા પાઉડર, આદુ પાઉડર(સુંઠ), જીરું પાઉડર, હળદર પાઉડર તે ઉપરાંત કસાવા માંથી કસાવાની વેફર, દેશી ગુલાબમાંથી ગુલકંદ, લસણમાંથી લસણ પાઉડર અળસીનો મુખવાસ, તલ, રાય, મેથી, છાશનો મસાલો તેમજ કોઠીમડાની કાચરી જેવી મૂલ્ય વૃદ્ધિ તેમજ પેકિંગ કરી સીધા ગ્રાહકોને વેચાણ કરે છે. આમ તેઓ આત્મા પ્રોજેક્ટ ધ્વરા થતા મેળામાં, સેમિનાર અને દર શનિવારે એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશ માર્કેટમાં સીધા ગ્રાહકોને વેચાણ કરી આખા વર્ષ દરમિયાન 10 થી 12 લાખ રૂપિયા જેવી કમાણી કરી આત્મનિર્ભર બન્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.