વડોદરાના આ ખેડૂત બાગાયતી ખેતી કરીને કમાય છે આટલા રૂપિયા ! હાલ છે એક પેટ્રોલપંપ…દીકરીઓને આપે છે ખાસ સેવા, જાણો

મિત્રો જેમ તમે જાણોજ છો કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતમાં ખેડૂતોનું કમી નાથી ખેડૂતો નવા નવા વિચારો લાવીને ખુબજ સારી રૂટે ખેતી કરતાં હોઈ છે અને આ વ્યવસાય ભારતના લોકોનોં મુખ્ય વ્યવસાય પણ કહી શકાય. આમ ઘણાં લોકો ખેતી કરીને ખુબજ પૈસા કમાઈ રહ્યા છે. તેવીજ રીતે આજે તમને એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું જેણે શરૂઆતજ ખેતી થી કરી હતી આને આજે પણ ખેતી રહ્યા છે. આજના સમયમાં તેમની પાસે પોતાનો પેટ્રોલ પંપ છે.

તમને જણાવીએ તો વડોદરા નજીક આવેલા ભાયલી ગામના ખેડૂત 60 વર્ષીય અરવિંદ પટેલ કે જ્યારે તેઓ ફક્ત 10 વર્ષના જ હતા. ત્યારથી ખેતી કરતા આવ્યા છે. પિતા પાસેથી ખેતી શીખીને પોતાના ખેતરમાં તમાકુ, કપાસ, ડાંગર, ઘઉંની ખેતી કરતા. અત્યારના સમયમાં મજૂરોની તકલીફ પડવાને કારણે ડાંગર અને ઘઉંની ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં સરગવો, લીંબુ, અને નીલગીરીની ખેતી કરી રહ્યા છે. તેમની પાસે હાલ 32 વીઘા જમીન છે અને તેમાં તેણે સરગવાનું વાવેતર કર્યું છે.

તેમજ જણાવીએ તો અરવિંદભાઈ ડ્રીપ પદ્ધતિનો ઉપયોગ અરવિંદભાઈ પોતાના ખેતી કામમાં કરી રહ્યા છે. જેનાથી પાકને માપનું પાણી સમયે સમયે મળી રહે અને વૃદ્ધિ પણ ઘણી સારી થાય. તદુપરાંત ગુણવત્તા વાળા પાકનો ઉછેર થવાથી આવકમાં પણ વધારો થાય છે. તેમજ તેઓ પોતાના પાક અને ખાતર પણ જાતે બનાવે છે આમ જેમાં ખાસ કરીને ખાતર બનાવવા માટે આંકડો, લીમડો, આંબાના પાન જેવી પાંચ છ વસ્તુઓ ભેગી કરી અને મિક્સ કરી દેવામાં આવે છે. એમાં થોડું પાણી નાખી કોહડાવામાં આવે છે. બધું કોહવાઈ જાય પછી ધીમે ધીમે કાઢી એને લિક્વિડ જેવું રાખીને પાણી સાથે છોડે છે.

આ સાથે તેઓ ખેતીમાં બહારથી લાવેલા ખાતરનો કોઈપણ પ્રકાર ઉપયોગ કરતા નથી. ફક્ત છાણ્યું ખાતર જ ઉપયોગમાં લે છે તેમજ તેઓની સાથેની વાતચિતમાં અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે, પહેલા અમે ખેતી ઉપર જ નિર્ભર હતા અને ગુજરાન ચાલતું હતું. પહેલા પાણીની મુશ્કેલીઓ પડતી હતી, પરંતુ હવે નર્મદા કેનાલનું પાણી મળવાથી અને કુવાના પાણીની સપાટીમાં વધારો નોંધાયા બાદ ખેતી સારી થઈ રહી છે અને અમે ધીરે ધીરે આર્થિક રીતે સધ્ધર બનતા ગયા. જેથી હવે અમે ખેતીની સાથે સાથે ભાયલી ગામની નજીક મારી જ જમીન ઉપર પેટ્રોલ પંપ વસાવ્યો, 100 રૂમની હોટલ બનાવી અને એક પાર્ટી પ્લોટ પણ છે. અને ખેતરમાં જ મોટું મકાન બનાવીને અમે ત્યાં રહીએ છીએ.

આ સાથે અરવિંદભાઈ પટેલ સામાજિક કાર્ય પણ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, ભગવાને જે પણ કંઈ આપ્યું છે એનો સદુપયોગ કરી રહ્યો છું. છેલ્લા સાત આઠ વર્ષથી હું વાંકળ સેવા કેન્દ્રમાં જોડાયો છું. વાંકળ સામાજિક પ્રગતિ મંડળનો હું પ્રમુખ છું. એ મંડળ થકી અમે આજુબાજુના ગામમાં જે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો હોય એમની દીકરીઓને પરણાવીએ છીએ. અત્યાર સુધી મેં 55 થી 60 દીકરીઓને પરણાવી છે. આવનારા ફેબ્રુઆરી માસમાં હું 50 જેટલી દીકરીઓને પરણાવા જઈ રહ્યો છું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *