રાજકોટના આ ખેડૂત પુત્રએ એવુ મશીન બનાવ્યું કે હવે ખેતીમાં આ સમસ્યા… જાણો વિગતે

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જે એક ખેડૂત પુત્રએ છે અને તેણે એવુ દિમાગ દોડાવ્યું કે, ખેતીમાં અઘરું લાગતું પિયતનું કામ હવે ચપટી વગાડતા થઈ જાય તેવું મશીન બનાવ્યું. જે બનાવીને ખુબજ જોરદાર કામ કર્યું છે. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ખેતી કરવું સહેલુ નથી, ખેતી કરવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત. જોકે હવે બદલાતા સમય સાથે જગતનો તાત પણ ખેતીમાં બદલાવ લાવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના નાના એવા ગામ કોલીથળમાં એક ખેડૂત પુત્રએ એક એવું મશીન બનાવ્યું છે કે જેની મદદથી ખેતરમાં પિયત કરવાનું કઠિન ગણાતું કામ પણ આસાન લાગવા લાગ્યું છે. તો સાથે જ આ મશીનના કારણે ખેતરમાંથી વેસ્ટ જતું પાણી પણ બચાવી શકાય છે.

હાલ ચોમાસુ હવે પૂર્ણ થવા આવી રહ્યુ છે તેવાંમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેલા વિવિધ ખેત પાકોને પિયત કરવાનો સમય આવી રહ્યો છે. ખેત પાકોને પિયત કરવું એ પણ એક કઠિન કામ છે. જોકે રાજકોટ જિલ્લાના કોલીથળ ગામમાં એક ખેડૂત પુત્ર જિગ્નેશ સાવલિયાએ અનોખું મશીન બનાવ્યું છે. આ મશીનથી ખેતરમાં રહેલા ક્યારો જ્યારે પાણીથી ભરાઈ જાય છે ત્યારે આ મશીનની મદદથી ખેતરમાં મોટા અવાજથી સાયરન વાગશે કે જેથી ખેડૂતને પણ ખ્યાલ આવી જશે કે તેમના ખેતરનો ક્યારો ભરાઈ ગયો છે. તેથી જ પાણી વેસ્ટ જાય એ પહેલાં જ ખેડૂત આ પાણીને બીજા ક્યારામાં પાણી વાળી દેશે.

તમને જણાવીએ તો આ મશીન બનાવનાર જીગ્નેશ સાવલિયા નામના ખેડૂત પુત્ર જણાવે છે કે, તેઓ ખેડૂત પુત્ર હોવાથી ખેતરોમાં કામ માટે જતા આવતા. ત્યારે ખેડૂતોની પિયત સમયે થતી સમસ્યા આંખમાં કણાની માફક ખટકતી. ખેડૂતો પોતાના ખેતરમાં પિયત આસાનીથી કરી શકે તે માટે તેઓ કંઈક કરવા ઈચ્છતા હતા. આ સમસ્યા દૂર કરવામાં તેમને પોતાનો મિકેનિક એન્જિનિયરિંગો અભ્યાસ કામમાં આવ્યો. તેમણે ટેકનોલોજીની મદદ લીધી અને આ મશીન બનાવ્યું. આ ઉપરાંત તમે બધાજ જાણો છો કે આજની યુવા પેઢી ખેતીતેથી દૂર ભાગી રહી છે કારણ કે ખેતીનું કામ કરવું તે ખુબજ અઘરી બાબત છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામમાં મિકેનિક એન્જિનિયરનો અભ્યાસ કરેલ ખેડૂત પુત્ર ખેતીથી દૂર જવાના બદલે ખેતીની નજીક ગયા અન ખેડૂતોને પડતી સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે બનાવેલા મશીને ખેતીમાં પીયતનું કામ ઘણું આસાન કર્યું. ખાસ કરીને જ્યારે રાત્રિના સમયે પિયત કરવાનું હોય ત્યારે ખેડૂતોને આખી રાત ઉજાગરા કરવા પડતા હોય છે. જ્યાં સુધી પાણીનો ક્યારો ન ભરાઈ જાય ત્યાં સુધી ખેડૂતોએ જાગતું રહેવું પડતું હોય છે. પાણીનો એક ક્યારો ભરાતા આશરે 30 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. આવા અનેક ક્યારાઓ ખેતરમાં હોય છે. ખેડૂતોએ પોતાનો ક્યારો ભરાયો છે કે નહિ તે જોવા જવું પડતું હોય છે જે સમયે રાત્રિના સમયે ખેતરમાં સાપ વીંછી જેવા ઝેરી જીવ જંતુનો પણ ડર ખેડૂતોને સતાવતો હોય છે. ત્યારે આ મશીનની મદદથી ખેતરમાં ખેડૂતોને જોવા જવાની જરૂર પડતી નથી. જેથી તેઓ ખતરો પણ ટાળી શકે છે.

તેમજ એવી ખાસિયત છે કે મશીનના આ સાયરનની મદદથી પાણીનો ક્યારો ભરાઈ જતો એની સાથે જ સાયરન વાગી જાય છે, જેથી ખેડૂત પણ પોતાનું વેસ્ટ જાતું પાણી બચાવી શકે. સમય હંમેશા પરિવર્તન ઈચ્છતો હોય છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પણ હવે ટેકનોલોજીનો સહારો લઈ રહ્યા છે અને મુશ્કેલભરી ગણાતી ખેતીને ટેકનોલોજીની મદદથી સરળ કરી રહ્યા છે. જોકે હજુ પણ અનેક એવા ખેતકામ છે કે જેમાં જો ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ થાય તો જગતના તાતને સાચા અર્થમાં રાહત મળી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.