રાજકોટના આ પિતા પુત્ર પાસે છે અનોખી કળા ! છેલ્લા 15 વર્ષ થી એવા ખાટલા બનાવે છે કે વિદેશમાં પણ જબરી માંગ…કિંમત ફક્ત
આજના સમયની વાત કરીએ તો લોકો પોતાના ઘરમાં સુવા માટે સેટી, ડબલ બેડની સેટો તેમજ બેઠવા માટે સોફા વગેરે રાખતા થયા છે. જોકે પહેલાના સમયની જેમ આજે લોકો ખાટલાનો ઉપયોગ ઓછો કરતા થયા છે જયારે અમુક એવા પણ લોકો હોઈ છે જેને સેટી કરતા ખાટલામાં સુવાનું વધુ પસંદ આવતું હોઈ છે. તેવામાં હાલ તમને આજે એવા વ્યક્તિની વાત કરીશું જેણે હાલમાં પણ ખાટલો બનાવવાની રીત અને બાપ દાદાઓ માંથી મળેલી આ શીખને સાચવીને રાખેલ છે. અને રજવાડી ખાટલા અને ખાટલી બનાવવા ચાલુ રાખ્યું છે આમ જે હાલ આકર્ષનું કેન્દ્ર બની ચૂક્યું છે આવો તમને વિગતે જણાવીએ.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ તમને જણાવીએ તો અમે વાત કરી રહયા છીએ રાજકોટના પિતા-પુત્ર નિર્મિત રજવાડી ખાટલા અને ખાટલી આકર્ષનું કેન્દ્ર, 2200થી 40 હજારની રેન્જ છે. જોકે તમને ખબર ના હોઈ જણાવીએ દઈએ કે ખાટલામાં સુવાના ઘણા ફાયદાઓ પણ હોય છે. ખાટલા સુવાથી શરીરના લોહીંનું પરિભ્રમણ સારી રીતે થાય છે. વાત કરીએ તો રાજકોટમાં બનતી નાની ખાટલીઓ અને ખાટલાઓ સમગ્ર ગુજરાત ભારત અને વિદેશમાં એક્સપોર્ટ થઇ રહ્યા છે. રાજકોટનો મૂળ ખેડૂત પરિવાર આજે સતત ત્રીજી પેઢી દ્વારા સાથે મળી ખાટલા બનાવવામાં આવી રહ્યા છે.
વધુમાં તમને જણાવીએ તો રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ સોખડા ગામ કે જ્યાં એક કબીર પરિવાર વસવાટ કરે છે. આ પરિવાર આમતો ખેતી સંકળાયેલ હતો પરંતુ આજે છેલ્લા 15 વર્ષથી તેઓ બેસવા માટે અવનવી નાની ખાટલીઓ અને સુવા માટે અલગ અલગ રંગ બે રંગી ખાટલીઓ બનાવી જાણીતા બન્યા છે. આ ખાટીલો જોવામાં ખુબજ સુંદર પણ લાગે છે. દાદાએ શરૂ કરેલ આ ધંધો આજે પિતા-પુત્ર આગળ વધારી રહ્યા છે. મુસ્તુફાભાઇ કબીરએ જણાવ્યું હતું કે, અમે લાકડાના ખાટલા, રજવાડી ખાટલા અને સ્ટીલના ખાટલા બનાવીએ છીએ.
આપણે ત્યાં ધીમે ધીમે રજવાડી વસ્તુઓ લુપ્ત થતી જતી હતી જેમાંની એક છે રજવાડી ખાટલી તેને અમે બનાવી રહ્યા છીએ તેમાં અમે અવનવી ડિઝાઇન અને રંગબેરંગી દોરીથી બનાવતા હોવાથી તે લોકોમાં આકર્ષણ જમાવે છે. આમ આજના સમયમાં હવે ધીમે ધીમે પરિસ્થિતિ એવી આવી કે ખાટલાનો ધંધો લુપ્ત થતો ગયો અને કારીગરો બેરોજગાર બન્યા માટે હવે લોકોને મનપસંદ અને રંગબેરંગી ખાટલા અવનવી ડિઝાઇન સાથે બનાવવાનું શરૂ કર્યું છે. આજે સમગ્ર ગુજરાત ભારત અને વિદેશોમાં એક્સપોર્ટ પણ ખાટલા થઇ રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.