ભારતની આ યુવતીએ આપણા દેશના નામનો ડંકો વગાડ્યો! પેલી એવી ભારતીય યુવતી બની કે… જાણી ગર્વ થશે
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક તેવીજ દીકરીની સફળતા વિષે જણાવીશું જેણે 19 વર્ષની ઉંમરે હાંસિલ કરી ખુબજ મોટી સિદ્ધિ. તમને તેની સફળતાની કહાની જાણી 100% ગમશે આવો તમને તેની કહાની વિષે વિગતે જણાવીએ.
આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરીના પલાકોલ્લુની 19 વર્ષની જ્હાન્વી ડાંગેતી બાળપણથી જ અવકાશ, ગ્રહો અને તારાઓ વિશે ઉત્સુક છે. હાલમાં તે એન્જિનિયરિંગના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. અને તાજેતરમાં જ તેણે યુએસએના અલાબામામાં નાસા લોન્ચ ઓપરેશન્સના કેનેડી સ્પેસ સેન્ટર ખાતે ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામ (IASP) પૂર્ણ કર્યો છે.
આમ આવું કરનાર તે અત્યાર સુધી એકમાત્ર ભારતીય છે. તેણી કહે છે કે મંગળ પર પગ મૂકનાર પ્રથમ ભારતીયોમાંના એક બનવાનું તેણીનું સપનું છે. એવું કહેવાય છે કે IASP આ કાર્યક્રમ માટે સમગ્ર વિશ્વમાંથી માત્ર 20 યુવાનોને પસંદ કરે છે.જેમાંથી આ વખતે જ્હાન્વી એક હતી અને તેણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. તેમના મતે, તેમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ, મલ્ટી-એક્સેસ તાલીમ અને પાણીની અંદર રોકેટ લોન્ચ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેણે પહેલીવાર એરક્રાફ્ટ પણ ચલાવ્યું.
વધુમાં જણાવીએ તો તાલીમ કાર્યક્રમ દરમિયાન, તેમને ‘ટીમ કેનેડી’ માટે મિશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યાં તેણે અનેક દેશોના 16 લોકોના સમૂહનું નેતૃત્વ કર્યું. તેમની ટીમે સફળતાપૂર્વક લઘુચિત્ર રોકેટને આકાશમાં છોડ્યું અને પછી તે ઉતર્યું. આ સાથે તેમનું નામ ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે. તેણે મેક્સિકન કંપની તરફથી IASP પ્રોગ્રામ માટે સ્કોલરશિપ પણ મેળવી હતી. અવકાશયાત્રી બનવા માટે તેણે વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઓપન વોટર સ્કુબા ડાઈવિંગની તાલીમ લીધી છે. હવે, તે સ્કુબા સ્કૂલ ઇન્ટરનેશનલ-પ્રમાણિત ઓપન વોટર સ્કુબા ડાઇવર છે. જાહ્નવી હાલમાં પંજાબની એક ખાનગી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કરી રહી છે. તેમણે નાસા, ઈસરો અને અન્ય અવકાશ એજન્સીઓના ઘણા કાર્યક્રમો અને વર્કશોપમાં ભાગ લીધો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહ