પિતાને ખેતીકામ માં મદદ કરાવતી આ યુવતી આજે DSP બની ગઈ….તેને જીવનમાં એવા સંઘર્ષ કર્યા કે તમે હેરાન થઈ જશો.

જો વ્યક્તિની ઈચ્છાશક્તિ મજબૂત હોય અને કઈક કરી બતાવવાની તાકાત હોય તો તે વ્યક્તિ આ દુનિયામાં અવશ્ય સફળ થાય તે અને તે બહુ જ મોટું નામ કમાય છે.જો વ્યક્તિનો જુસ્સો અને મહેનત બંને સાથે હોય ને તો તે વ્યક્તિ જમીન આસમાન એક કરવાની હિંમત ધરાવે છે.કહેવાય છે ને શરૂઆત ભલે સારી હોય કે ન હોય પરંતુ શરૂઆત કરતા કોઈ ન કોઈ માર્ગ અવશય મલી જાય છે જે આપના જીવનને એક લક્ષ્ય નક્કી કરવામાં મદદરૂપ બને છે.અને વ્યક્તિ કોઈ પણ સેત્રમા મહેનત અને સંઘર્ષ કરી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.

જો વ્યક્તિનો આત્મવિશ્વાસ મજબૂત હોય અને દરેક પરિસ્થિતિનો સામનો કરી શકતા હોય તો તેમની સફળતા નિશ્ચિત હોય છે.કોઈ પણ હાલત હોય તેનાથી ગભરાઈ જવાથી અને પાછળ હટી જવાથી સફળતા મળતી નથી પરંતુ સફળતા ત્યારે જ મળે છે જ્યારે પોતાના ઉદ્દેશ્ય પર સતત ધ્યાન કેન્દ્રિત કરી મહેનત કરવામાં આવે તો સફળતા અવશ્ય મળશે.આમ જ સતત મહેનત કરી અને અનેકો સમસ્યાનો સામનો કરી ને આજે DSP બનેલી સરોજ કુમારીની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ.જેઓએ ખેતરમાં કામ કરવાથી DSP બનવા સુધી નો સફર નક્કી કર્યો છે.

રાજસ્થાન માં નાના ખેડૂત પરિવારમાં જન્મેલી સરોજ કુમારી એવા સમાજમાંથી આવે છે કે જ્યાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ મેળવવી લીધા બાદ તેમના લગ્ન કરી નાખવામાં આવતા હોય છે.તેમના પિતા આર્મીમાં કાર્યરત હતા અને નિવૃત્તિ પછી તેમને પ્રતિમાસ માત્ર ૭૦૦ રૂપિયા પેન્શન રૂપે મળતા હતા. આથી પરિવારનો ખર્ચ ચલાવવા માટે તેમના પિતા ખેતી કરવા લાગ્યા.જેમાં તેમના ચારેય બાળકો પણ તેમની મદદ કરતા હતા.

સરોજ કુમારી જણાવે છે કે એકવાર જ્યારે તે પોતાના માતા પિતા સાથે ખેતરોમાં કામ કરી રહી હતી ત્યારે ઝડપી હવાના જોકાની સાથે એક કાગળનો ટુકડો તેની પાસે આવ્યો હતો જેમાં કિરણ બેદી ની સ્ટોરી છપાયેલી હતી.જ્યારે તેમણે આ સ્ટોરી વાચી તો ત્યારે તેમણે પણ એક પોલીસ અધિકારી બનવાનું નક્કી કર્યું.આ વાત તેઓએ તેમના મોટા ભાઈને કહીતો તેમને કહ્યું કે તું પણ બની જા કિરણ બેદી.તે જ સમયે તેઓએ નક્કી કરી લીધું કે તેઓ આઇપીએસ પોલીસ અધિકારી બની ને જ રહેશે.

ત્યારથી તે અભ્યાસ કરવામાં વધારે ધ્યાન આપવા લાગી અને કઠિન પરિશ્રમ કરવા લાગી.જ્યારે તેમણે ઇન્ટર પાસ કર્યું ત્યાર પછીથી તે UPSC પરીક્ષા માટેની તૈયારી કરવા લાગી હતી.તે સમય દરમિયાન તેમના સબંધીઓ તેના લગ્ન કરવા માટે જોર કરવા લાગ્યા.પરંતુ તેમના માતા પિતા એ આથીક સ્થિતિ સારી ન હોવા છતા તેમની દરેક બાબતમાં તેઓનો સાથ આપ્યો હતો.કેમકે તેમને સરોજ કુમારી પર વધારે વિશ્વાસ હતો.

જ્યારે તેમણે ૨૦૧૧માં UPSC પરીક્ષા પાસ કરી અને ગુજરાત કેડરની આઇપીએસ અધિકારી બની તો તેના સબંધીઓ અને ગામના લોકો આશ્ચર્ય પામી ગયા હતા.કેમકે તેમના સમાજની દીકરીઓ આટલું વધારે ભણતી નહોતી.દીકરીઓને એટલો જ અભ્યાસ કરાવવામાં આવ્યો કે જેથી તેના લગ્ન થઈ સકે.સરોજ કુમારી ને પોતાની ઉપલબ્ધિ માટે વિમેન આઈકોન એવોર્ડ થી સન્માનિત કરવામા આવી છે.તેમને દુનિયાને એ બતાવી દીધું હતું કે તમારું ધ્યેય નક્કી કરીને અને તેના માટે દ્રઢ નિશ્ચય સાથે સખત મહેનત કરતા રહો તો તમને ચોક્કસ સફળતા મળે છે. જેમાં કોઈને ગરીબી રોકી સકતી નથી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *