તદ્દન જુદી રીતે ફિલ્મી સ્ટાઇલમાં થયા આ ભવ્ય લગ્ન…લગ્ન સમારોહ જોવા આખું ગામ હિલોળે ચડ્યું…વાત જાણી ચૌકી જશો…
આજકાલના સમયમાં દેશભરમાં લગ્નનો માહોલ એક ઉત્સવ રીતે ઉજવાતો હોય એ રીતે તેની ચોતરફ ખુશી છવાયેલી જોવા મળે છે.. અને લગ્નનો આ દિવસમાં દરેક વ્યક્તિ એવું વિચારે કે તેનો આ પ્રસંગ ખૂબ જ અલગપૂર્વક અને ભવ્ય રીતે ઉજવાય..આ લગ્નની પળો એક યાદગાર ઘટના બની જાય એવુ લોકો ઇચ્છતા હોય છે.લગ્નના તમામ કાર્યો કંકોત્રી થી લઈને જાન સુધીની તમામ પળો એક અલગ,ભવ્ય અને શાનદાર રીતે ઉજવાય એવું દરેકનું સ્વપ્ન અને ઈચ્છા હોય છે..આ જ સ્વપ્ન સાકાર કરવા હિંમતનગરના વાઘેલા પરિવારે એક ફિલ્મી સટાઇલમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય રીતે લગ્ન સમારોહ યોજ્યો હતો..જે દરેક લોકો માટે એક ચર્ચાનો વિષય બની ગયો હતો.. ખરેખર એવું શું હતું આ પ્રસંગમાં કે આટલા ભવ્ય રીતે પસાર થયેલા વરરાજાના વરઘોડાને ગામના લોકો આટલી બહોળી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા ચાલો વિગતે જાણીએ…
હિમતમગરનાં રહેવાસી આદિત્ય પંકજભાઈ વાઘેલાના લગ્ન 21 એપ્રિલ 2022ના રોજ યોજાયા હતા આદિત્યજીએ જાણીતી ફિલ્મ બાજીરાવ મસ્તાની ની બાજીરાવની થીમ આધારિત પોતાનો વરઘોડો કાઢ્યો હતો.જે દરેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું આદિત્યએ બાજીરાવ મલ્હાર જેવી જ શેરવાની પહેરી અને માથે પાઘડી પહેરી,હાથમાં જાણે કોઈ રાજા હોય એ રીતે તલવાર રાખી હતી.ઉપરાંત આ જાનમાં જોવા જેવી બાત એ હતી કે તેમાં એક શાહી હાથીને રાખેલ હતો અને આ વરઘોડાની બગી એક રજવાડી બગી બની હતી અને સાથે સાથે તેમાં ઊંટ,ઘોડા અને પાછળ ફુલોથી સજાયેલી ગાડીઓમાં વાઘેલા પરીવાર અને મહેમાનો એક રજવાડી ઠાઠ-માઠ ના અંદાજે નીકળ્યા હતા અને આ જાન સીવીલ સર્કલ રુષીનગર(વાલ્મીકી વાસ) હિમતનગર થી નીકળી ઈડર ગામે જાન પહોંચી હતી.આ દ્રશ્ય જોતા જાણે એવું લાગી રહ્યું હતું કે જાણે રાજ્યના રાજાના રાજકુંવરની સવારી નીકળી હોય!ઉપરાંત આ વરરાજાએ લગ્નમાં માંડવે એક અલગ અંદાજમાં અને એક રીતે જોતા રાજાઓની શૈલીમાં એન્ટ્રી કરી હતી.
આ આદિત્યના નામ પ્રમાણે જ ગુણો હતા…એના પરિવારના સદસ્યો પરથી એવું જાણવા મળ્યું કે આદિત્ય પંકજભાઈ વાઘેલા એના નાનપણ થી સાધુ સંતો ના આશીર્વાદમાં અને એના હેઠળ કાર્યોમાં મોટો થયો છે..અને એના જ લીધે તેમને ભગવાનની ભક્તી અને સાધુ સંતો સાથે વધુ મેળાપો હતો આથી તેને લોકો શિવ ભક્ત તરીકે ઓળખતા હતાં.ભક્તિમાર્ગે ચાલનારાઓ મોહ-માયામાં રસ દાખવતા નથી આથી આદિત્ય એ પણ આ સાંસારિક મોહ માયાને મૂકી ભક્તિમાર્ગ તરફ આગળ વધવા માંગતો હતો તેથી તે લગ્ન કરવાની પણ ના પાડતો હતો પરંતુ આખરે એમના ગુરુ એ એવું જણાવ્યું કે,” સંસારમાં રહીને પણ ભક્તી તો થઇ જ શકે , તું ધામધૂમથી તારા લગ્ન કર અને સંસારમાં રહીને અતૂટ ભકતી કરજે.”અને એક ભક્ત માટે ગુરૂની આજ્ઞા એ સર્વસ્વ હોય છે આથી આખરે એમણે ગુરુમી આજ્ઞાનું પાલન કરીને લગ્ન કર્યા.
આદિત્યએ વૈશાલી નામની યુવતી સાથે એક આદર્શ લગ્ન જીવનની શરૂઆત કરી છે અને પોતાનાં આ સંબંધ ની શરૂઆત પહેલા એમને પોતાના લગ્નનું પ્રિવેડિંગ ફોટોશૂટ ભગવાન મહાદેવામાં મંદિરમાં કરાવ્યું હતું. જે ખૂબ અનોખી અને અનેરી બાબત છે..ખરેખર આવા લગ્ન અને આવું ભક્તિમય સાનિધ્ય કોઈ ભાગ્યશાળીને જ પ્રાપ્ત થઈ શકે…