આ દાદા એ કરોડો રૂપીયા નુ આલીશાન જીવન છોડી એવુ જીવન અપનાવ્યુ કે તમે પણ વિચાર મા પડી જશો…

જીવન જો ખુબ જ સરસ રીતે ચાલતું  હોય અને ઘરમાં કોઈ વાત બાબતે  કઈ ખામી પણ ના હોય કે ગમ ના હોય જીવન સરસ મજાનું આનદથી પસાર થતું હોય એવું આ જમાના માં કોને ન ગમે . કોઈક જ માણસો એવા હશે કે જે  આવા જીવન જીવતા હશે બાકી તો રોજ સવાર થાય એટલે કામ કરવા જવાનું ત્યાં જઈ  કામ કરો ઘરે પાછા આવી ખાઈ પીને સુઈ જાવ એટલે વહેલી પડે સવાર .

જો જિંદગી માખણની જેમ ચાલતી હોય અને પૈસાનો વરસાદ બેન્કના એકાઉનટ  માં થતો હોય અને માણસ રોજ એક જ જગ્યાએ કામ પર જાય તો થોડા દિવસો માં તો કઈ ફેર ના પાડે પરંતુ વર્ષો થાય તો તે જગ્યાએથી કંટાળો આવવા લાગે છે , અને ધીરે ધીરે તે સ્થળ એક જેલ જેવું લાગવા લાગે છે જીવનમાં બંધન કરતા લાગતું જોવા મળે છે .

અને તેમાં આપડે કેદી  હોય એવું લાગવા લાગે છે . જીવનથી કંટાળો આવે છે .આવી જ એક બાબતને કારણે  એક વ્યક્તિ પોતાની સારી નોકરી મૂકી , પૈસા ને તમામ વસ્તુ છોડી ને ફકીરો વાળું જીવન જીવવા લાગ્યા છે . મુશ્કેલીઓથી હાર નહિ માની ને જીવનને સરળ બનાવ્યું છે . આજે આપડે આવા જ કરોડપતિ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે પોતાનું બધું ત્યજી ને એક સાદું અને સરળ જીવન જીવવાનો વિચાર કર્યો .

આ વ્યક્તિનું નામ ડેવિડ ગ્લાસીન છે તેમની ઉમર ૭૮ વર્ષની છે . એક જમાના માં તેઓ કરોડપતિ સ્ટોક બ્રોકર હતા પરંતુ તેમણે પોતાના આ જીવનને પાછળ મૂકી નવો રસ્તો ગોતવા નીકળી પડ્યા , ત્યાર બાદ તે નોર્થ ક્વીસ્લેન્દ થી એક દુર દરાજ ના ટાપુ પર જઈને રહેવા લાગ્યા . તેઓ ૧૯૯૭ થી અહી રહે છે .

દેવીસ અહી એકલો નથી રહેતો પરંતુ તેની સાથે એક જંગલી કુતરું અને ૨ પુતળાઓ રહે છે , આ બે પૂતળાના તેમણે નામ પણ રાખ્યા છે એક નું નામ છે મીરાડા . અને બીજાનું નામ છે ફાય્લીસ . તે જણાવે છે કે , હું ૧૮ વર્ષનો નથી રહ્યો આ મારા માટે બહુ ભારે થઇ જાય છે એક દિવસ હું બેહોશ પણ થઇ ગયો હતો . આના પછી મારી ઉમ્મીદ તૂટી ગઈ હતી , ફોન ઘણીવાર કામ નથી કરતો .

તો ત્યારે એવું થાય કે  સારું કહેવાય કે  જો તમારી આસપાસ કોઈ વ્યક્તિઓ હોય . જયારે તમે ૮૦ વર્ષના હોય ત્યારે તમને ઘણી નવી વસ્તુ નો અહેસાસ થાય .તમને જણાવી દઈએ કે , ડેવિડ અને તેની પત્ની વચ્ચે  લગ્નના ૪ વર્ષ પછી તલાક થઇ ગયો હતો . ૧૯૯૭ માં તે અહી આવ્યા હતા . તે જણાવે છે કે , આ ટાપુ ને તે છોડવા માંગતા નથી . જયારે દુનિયામાં કોરોના આવ્યો હતો ત્યારે તે અહી એકલા જ રહેતા હતા .

તેમની પાસે ૩ શર્ટ , ૨ શોર્ટ્સ , એક ટોર્ચ , એક ઝાર છે અને થોડીક પુસ્તકો છે , સાથે એક ટુથબ્રસ અને ટૂથપેસ્ટ પણ છે તે અહી રહીને બહુ ખુશ છે . અને આ જગ્યાને તેઓ છોડવા માંગતા નથી . તે અહી  વરસાદના પાણી પર આધાર રાખે છે . તે આ પાણીને સંભાળી ને રાખે છે . માછલીઓનો શિકાર કરે છે અને જંગલથી લાકડાઓ લાવી તેનાથી જમવાનું બનાવે છે તે વધારે તો નારિયેળ અને માછલી જ ખાય છે . અને શાંતિ  વાળું જીવન જીવી રહ્યા છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *