ધન્યવાદને પાત્ર આ દાદા છેલ્લા ૪૦ વર્ષથી વિના મુલ્યે લોકોના હાથ, પગ અને પેટના દુખાવા દુર કરી આપે છે સેવા ! જાણો ક્યા ગામના છે આ દાદા…
આજનો સમય ખુબજ આધુનિક અને ટેકનોલોગી વાળો બની ગયો છે. જે પછી શરીરનાં રોગો તથા દુખાવો દુર કરવા ખુબજ સરળ બની ગયા છે પરંતુ આજે પણ શરીરના અમુક દુખાવા એવા છે કે જેને દુર કરવા માટે ઘણા મહિના અને વર્ષો ચાલ્યા જતા હોઈ છે. તેવામાં આજે તમને એક દાદા વિષે જણાવીશું જે લોકોના શરીરનાં દુખાવા દુર કરતા જોવા મળી રહ્યા છે. આજે પણ સમાજમાં આ દાદા જેવા માણસો છે જે મદદ ની ભાવના રાખે છે.
તેમજ જોઈએ તો શહેર કરતા ગામડાંનાં લોકો વધુ માયાળુ હોઈ છે. આ દાદા વિષે જાણી તમને ખુબજ નવાઈ લાગશે. જે જોઈ તમે કહેશો કે હજુ પણ સમાજને દુનિયાની અંદર માનવતા મરી પડી નથી. આ દાદા ગામડામાં રહે છે અને છેલ્લા ૪૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે મદદ કરી રહ્યા છે. આ દાદા ને આસપાસ નાં ગામના લોક ચનાબાપા તરીકે ઓળખે છે. આમ છેલ્લા ૪૦ વર્ષ થી ચનાબાપા વિનામુલ્યે એકપણ રૂપિયો લીધા વગર લોકો નાં પગના પેટના હાથના વગેરે દુખાવાઓ દુર કરે છે.
આમ ઘણા લોકો આ દાદા ની મદદ થી તેમનો દુખાવો દુર કરી શાંતિ અનુભવે છે. અને ઘણા વર્ષો થી લોક દુર દુર થી આ દાદા પાસે પોતાના દુખાવા નો ઈલાજ કરવા આવે છે. એવું કહેવાય રહ્યું છે કે, આ દાદા જે પણ પ્રકારની કાર્ય કરી રહ્યા છે તે કોઈ જાદુ નથી. પરંતુ તેના પાસે એક એવી કોઠાસુજ છે કે, તેમને દરેક વિશે જાણકારી મળી જાય છે અને વ્યક્તિને કઈ જગ્યા ઉપર તકલીફ છે અને તે સરખી કરી બતાવે છે. આમ આ દાદા એએ વિનામુલ્યે ઘણા લોકોનાં દુખાવા દુર કર્યા છે અને સમાજમાં માનવતા મહેકાવી છે.
તેમજ જ્યારે જયારે પણ કોઈપણ વ્યક્તિ તેની સારવાર માટે તેના ઘરે આવે છે ત્યારે તે વ્યક્તિને કઈ તકલીફ છે અને શું થાય છે તે વિશે જાણકારી આપે છે અને સારવાર કરીને તેની કોઠાસૂઝ વાપરીને, હાથ અને પગ તેમજ પેટનો દુખાવો પણ દૂર કરે છે. ચનાબાપા પોતાનું કામકાજ પડતું મૂકીને લોકોની સેવા કરે છે તે પણ વિના મૂલ્યે. આમ હમેશા લોકો ની સેવા કરવા માટે ચનાબાપા ખડે પગે ઉભા રહે છે.