ગુજરાતની આ દીકરીએ ઇન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડમાં પહેલીવાર ભારતનો…નંબર લાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.

ચેસ એક એવી રમત છે જેમાં ઘણી શિસ્ત, બુદ્ધિ, ધીરજ અને એકાગ્રતાની જરૂર હોય છે. શક્ય તેટલી વહેલી તકે નવી વ્યૂહરચનાઓમાં નિપુણતા મેળવવી મહત્વપૂર્ણ છે. સારા ખેલાડીઓ તેમના વિરોધીઓનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરે છે અને તેઓ બનાવતા પહેલા તેમની ચાલની ગણતરી કરે છે. આ રમત તમામ ઉંમરના લોકો દ્વારા પ્રેક્ટિસ કરી શકાય છે, પરંતુ તે ખાસ કરીને બાળકો માટે યોગ્ય છે. વાત કરીએ તો હાલમાજ શતરંજમાં ગુજરાતનું ગૌરવ ચેન્નઈમાં ઇન્ટરનેશનલ ચેસ ઓલિમ્પિયાડમાં પહેલીવાર ગુજરાતમાંથી 16 વર્ષીય વિશ્વા ચેસ રમી, 162 દેશમાં ભારત 17મા ક્રમે રહ્યું હતું. આવો તમને તેની મહેનત અને સંઘર્ષ વિશે જણાવીએ.

વાત કરીએ તો ગુજરાતના અમદાવાદની 16 વર્ષની દીકરી ચેસ ઓલિમ્પિયાડમાં સમગ્ર વિશ્વમાં ટીમ સાથે 17મા ક્રમાંકે આવી છે. દેશમાંથી 15 મહિલા જ ચેસ રમી રહી હતી, જેમાંની વિશ્વા એક છે. ખૂબ જ નાની વયે વિશ્વાએ ચેસમાં 17મો નંબર લાવીને દેશનું ગૌરવ વધાર્યું છે. તેમજ તેના પિતા હિતેશભાઈ અને તેનાં માતા ડોક્ટર છે. સંતાનમાં એકમાત્ર દીકરી હોવા છતાં માબાપે દીકરીને નાનપણથી જ તેની મરજી મુજબ આગળ વધવા દીધી છે. વિશ્વા 7 વર્ષની હતી ત્યારથી ચેસ રમી રહી છે. શરૂઆતમાં સ્કૂલ લેવલ, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ અને અંતે, ઇન્ટરનેશનલ લેવલ સુધી વિશ્વા 200થી વધુ વખત ચેસની કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકી છે.

વાત કરીએ તો ભારતમાં તાજેતરમાં જ તામિલનાડુમાં ચેસ ઓલિમ્પિયાડ યોજાઈ હતી. 28 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી આ સ્પર્ધા ચાલી હતી. ઓલિમ્પિકની જેમ જ ચેસની ઓલિમ્પિયાડ યોજાઈ હતી, જેમાં વિશ્વના અનેક દેશોની 162 ટીમે ભાગ લીધો હતો. ભારતમાં પ્રથમ વખત આ ચેસ ઓલિમ્પિયાડ યોજાઈ હતી, જેમાં 15 ફીમેલ પ્લેયર્સ હતા, જેમની અમદાવાદની વિશ્વા પણ એક હતી. અલગ અલગ દેશોમાં સ્પર્ધા યોજાઈ હતી, જેમાંથી વિશ્વા 11 દેશ સાથે રમી હતી. અંતે, 162 દેશની ટીમમાંથી વિશ્વાની ટીમનો 17મો નંબર આવ્યો હતો. આમ દેશભરમાંથી 15 મહિલા જ પસંદ થઈ હતી, જેમાંથી વિશ્વા એક હતી. અત્યારે વિશ્વમાં ઓલ ઓવર મહિલાઓમાં વિશ્વા ચેસ પ્લેયરમાં ટોપ 25ની અંદર છે, જ્યારે તેની ઉંમરની અંદર 16ની ઉંમરના પ્લેયરમાં તે વિશ્વમાં ટોપ 3 પ્લેયરમાંથી એક છે. જોકે હજુ વિશ્વા આટલેથી અટકવા નથી માગતી. તે હજુ આગળ જવા ઈચ્છે છે. ભણવાની સાથે-સાથે તે ચેસના ઓનલાઇન લેક્ચર પણ ભણે છે, જેમાં યુક્રેનથી ઓનલાઇન માધ્યમથી તેને તેના કોચ ભણવી રહ્યા છે. આ સાથે તેની બેસ્ટ હાઈસ્કૂલ અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે.

તેમજ આમ ચેસ રમીને જ દેશનું નામ રોશન કરવું છે. તેણે જણાવ્યું હતું કે અમારી અંતિમ સ્પર્ધા કઝાકિસ્તાનની ટીમ સાથે હતી. આ ટીમ સૌથી પાવરફુલ ટીમ છે. જો અમે આ ટીમ સાથેના રાઉન્ડમાં જીત્યા હોત તો અમારી ટીમ વિશ્વમાં ટોપ 5 ટીમમાં આવત. આ સ્પર્ધામાંથી મને શીખવા મળ્યું કે મારા એકલા માટે નહીં, પરંતુ સમગ્ર ટીમ માટે સમજીને મારે રમવું જોઈએ, તો જ સારો સ્કોર થઈ શકે. અત્યારે હું ઇન્ટરનેશનલ વુમન પ્લેયર છું, પરંતુ મારે વુમન ગ્રાન્ડમાસ્ટર બનવાનો ટાર્ગેટ છે. મમ્મી-પપ્પા ડોક્ટર છે, પરંતુ મારે આગળ ચેસ રમીને જ દેશનું નામ રોશન કરવું છે. આમ વિશ્વાનાં માતા શીતલબેને જણાવ્યું હતું કે ચેસમાં તે 17માં ક્રમાંકે આવી ત્યારે મારી આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. તે ચેસમાં જ આગળ વધવા ઈચ્છે તો અમે તેને એમાં જ સપોર્ટ કરીશું. તે ભણવામાં પણ હોશિયાર છે, તો તેને એમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *