આ વ્યક્તિએ અનોખા અંદાજમાં કસરત કરવા માટે એવી જગ્યા પસંદ કરી કે જોનાર દરેક લોકોના શ્વાસ થંભી ગયા… જુવો વીડિયો…

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે કે જેમાં ઘણા ફની હોય તો ઘણા પ્રેરણા પૂરી પાડતા તો ઘણા શોકિંગ કરી દેતા વીડિયો જોવા મળે છે.હાલમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે કે જોનાર લોકોના તો હોશ ઊડી ગયા છે.દરેક લોકોના દિલને ઘડીક બંધ કરી દે છે.થોડા દિવસ પહેલાં જ એક માતાએ પોતાના બાળકને બિલ્ડિંગના ૯ માં માળેથી કપડા લાવવા માટે બાલ્કનીમાં ઉતર્યો હતો.જે વીડિયો જોઈ લોકોના તો દિલ જ થીજી ગયા હતા.આવો કિસ્સો બન્યાને હજુ થોડા જ દિવસો ગયા હસે ત્યાં ફરી આવા કાળજું કંપાવે તેવો બીજો વીડિયો સામે આવ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો બહુ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બલકનીમાં કસરત કરતા જોવા મળે છે.તમને એમ થતું હસે કે એમાં નવાઈની વાત કઈ છે.તો એમાં નવીન એ છે કે આમાં કસરત કરવા માટેની જગ્યા બલકનીની બહાર પસંદ કરી છે અને એ પણ બિલ્ડિંગમાં ૧૨ માં માળે.છે ને દિલને ધ્રુજાવી મુકે તેવી ઘટના.આ ઘટનાનો વીડિયો દિલ્લીની પાસે આવેલા ફરીદાબાદ થી સામે આવ્યો છે.

વીડિયોમાં એક વ્યક્તિ તેની બિલ્ડિંગમાં ૧૨ માં માળેથી ફ્લેટની રેલીંગ પર લટકીને કસરત કરતો જોવા મળે છે. મળેલી માહિતી મુજબ આ વીડિયો ફરીદાબાદ ના સેક્ટર ૮૨ માં આવેલા ગ્રાંદુરા સોસાયટી નો છે.આ વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ તેની ફ્લેટની બાલકનીની રેલીંગ પકડીને કસરત કરતો નજરે આવી રહ્યો છે .તે વ્યક્તિને આમ અજીબ કસરત કરતા જોઇને એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવી લીધો હતો જે આજે બહુ જ મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે પેલા કસરત કરી રહેલા વ્યક્તિની કસરત પૂરી થાય છે એટલે તે તેના ફલેટની બલ્કનીની અંદર આવતો જોવા મળે છે.આ વીડિયોને જોઈ અનેક લોકો નવાઇ પામ્યા છે તો ઘણા લોકોને તો વીડિયો પહેલી નજરે જોતા દિલની ધડકન જ વધી જાય છે.આ વીડિયો જોનાર દરેક લોકોના મનમાં વિચાર આવે છે કે આમ કોઈ કેવી રીતે કરી શકે.એક કસરત કરવા માટે પોતાના જીવને જોખમમાં કોન મૂકે. ઘણાં લોકો આ વીડિયોને પ્રતિકીયા આપી રહ્યા છે તો ઘણા લોકો કહે છે કે જો થોડી પણ ચૂક થઈ ગઈ હોય તો જીવ પણ જઈ શકતો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *