ગિરનાર ના દુર્ગમ શિખર પર સેકન્ડો મા સ્પાઈડર મેન જેમ ચડી જાય છે આ વ્યક્તિ! જાણો કોણ છે..

આજના સોશિયલ મીડિયાનાં જમાનામાં તમે અવાર નવાર ઘણા એવા વાઈરલ વિડીઓ જોતા હશો જેનાથી તમારા હોશ ઉડી જતા હોઈ છે હાલ એક તેવોજ વાઈરલ વિડીઓ સામે આવી રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો. છેલ્લા બે દિવસથી ગિરનારના ભૈરવજપનો એક વિડીઓ વાઈરલ થય રહ્યો છે જેમાં એક વ્યક્તિ રમતા રમતા ભૈરવજપનાં સીધા ચઢાણ પર ચડી જાય છે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

આ યુવકનું નામ પ્રેમ કાછડિયા છે. જે રમતા રમતા ભૈરવજપનાં સીધા ચઢાણ ચડી જાય છે. અને તેટલીજ ઝડપે સરળતાથી ઉતરિ પણ જાય છે. લોકો તેને ‘દેશી સ્પાઈડર’ તરીકે બોલાવે છે. જુનાગઢ જીલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈએ ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો છે. અને હાલ ગીરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લા ૨૦ વર્ષથી ભૈરવજપ પર જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત તેઓ આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂમ-દીવા અને સિંદુર ચડાવવા માટે ભૈરવજપ પર જાય છે.

પ્રેમભાઈ ગીરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રી રોકાણ કરતા હોઈ છે. તેમજ આજ આશ્રમમાં તે ઈલેક્ટ્રીશિયન તરીકે વિના મુલ્યે સેવા આપી રહ્યા છે. આમ માત્ર આશ્રમમાંજ નહિ બલકે કોઈ પણ જગ્યાએ ગિરનારમાં લાઈટ જાય તો કોઈ પણ પૈસા લીધા વગર રીપેર કરી આપે છે. આમ તેઓ વર્ષોથી આ સેવા આપી રહ્યા છે અને ભૈરવજપ પર ચડીને ધજા પણ ફરકાવી રહ્યા છે.

તેમજ પ્રેમભાઈ ભૈરવજપ પર ચડવા અંગે કહે છે. ‘ ત્યાં ચડતી વખતે બધું ભુલાઈ જાય છે ક્યા જતો હોવ છું તે કાઈ પણ યાદ રહેતું નથી. બાકી બધું ભૈરવદાદાને જોવાનું. હું આ જગ્યાએ પહેલી વખત ૨૦ વર્ષ પહેલા ચડીયો હતો. અને ભૈરવદાદા એ પરિક્ષા પણ બોવજ લીધી છે એક વખત ટુવ્હીલરમાં એક્સિડન્ટ થયો હતો. અને મારા બંને પગ ખુબજ ડેમેજ થયા હતા, પરંતુ ભૈરવદાદાની કૃપાથી હાલ એકદમ સારું થઇ ગયું છે.

વધુમાં પ્રેમભાઈ જણાવે છે કે ગીરનાર પર આવેલા સેચાદાસ બાપુના આશ્રમે જ સેવાકાર્ય કરે છે. જુનાગઢમાં મેલ હોઈ ત્યારે કે પછી પરિક્રમા હોઈ ત્યારે ઘણા યાત્રિકો આવતા હોઈ છે અને તેમાંથી જો કોઈને તાનીત હોલ્ટ કરવો હોઈ તો તેની વ્યવસ્થા કરી આપું છુ. તેમને ફ્રીમાં રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી આપું છુ.મહાદેવ નોમ અને કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ જ ચડાવે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *