અમદાવાદના આ વ્યક્તિના ગાઠીયાના દીવાના છે મોટા મોટા સ્ટારો ! દિશા વાકાણી થી લઇ ગોવિંદા સુધીના સ્ટાર..એક સમયે 900 રૂપિયાનો પગાર હવે

મિત્રો જેમ તમે જાણોજ ચો કે ગુજરાતના ગાંઠિયાની તો વાતજ અલગ છે. લોકો ખુબજ મોટી સંખ્યામાં નાસ્તામાં ગાંઠિયાની મોજ માણતા હોઈ છે. તેવામાં જો તમને જણાવીએ તો અમદાવાદ જાવ તો લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા ખાવાનું નો ભૂલતા. કારણકે ત્યાંના ગાંઠિયાની તો વાતજ અલગ છે. આ ગાંઠિયાના તો બૉલીવુડના મોટા મોટા અભિનેતાઓ પણ છે દીવાના આવો તમને વિગતે પુરી વાત જણાવીએ. આ એક એવો નાસરતો છે જેણે સોરાષ્ટ્ર ને અમદાવાદમાં વસાવી દીધું.

વાત કરીએ તો લક્ષ્મી ગાંઠીયા રથા માલિક એટલે મૂળ સૌરાષ્ટ્રના ગોંડલના રહેવાસી વાલજીભાઈ છગનભાઈ ટાંક. આજે વાલજીભાઈ અને તેમના ત્રણ પુત્રો છેલ્લાં 37 વર્ષથી લક્ષ્મી ગાંઠીયા રથ ચલાવે છે. દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં વાલજીભાઈએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 1985માં હું ગોંડલથી અમદાવાદ આવ્યો હતો. તે સમયે છગનભાઈ કથીરિયા નામના મારા પરિચિત હતા તેમની પાસે હું ગયો હતો. છગનભાઈએ મને અમદાવાદમાં બે મહિના માટે બોલાવ્યો હતો. તે સમયે અમદાવાદમાં સ્વામિનારાયણનો એક મેળો ભરાયો હતો.

આમ તેમાં છગનભાઈનો ખાણીપીણીનો સ્ટોલ લાગ્યો હતો. હું ત્યાં ખમણ, ભજિયા બનાવતો અને બે મહિના કામ કર્યું. મેળામાં અમારા સ્ટોલના સ્વાદની વાહવાહી થઈ ગઈ એટલે ખૂબ ભીડ રહેતી. મારું કામ જોઈ છગનભાઈ ખૂબ જ ખુશ થયા અને મને પાછો ગોંડલ જાવા જ ન દીધો. તેમણે મને અહીંયા નોકરીએ રાખી લીધો હતો’ આમ વધુમાં છગનભાઈને કહ્યું કે, ‘મારે પોતાની ગાંઠિયાની લારી શરૂ કરવી છે. તો તેમણે ખુશી-ખુશી હા પાડી. એટલું જ નહીં, મારો મહિનાનો રૂ. 900નો પગાર આપ્યો અને છગનભાઈએ બીજી મદદ પણ કરી. તેમ કરીને નેહરુનગર સર્કલ પાસે મેં ગાંઠિયાની લારી શરૂ કરી.અહીં વહેલી સવારથી જ ગરમાગરમ ગાંઠિયા બનાવીને હું વેચતો અને ધીમે ધીમે લોકોને સ્વાદ દાઢે વળગતા ગ્રાહકોની લાઈનો વધવા લાગી. ગાંઠિયા અને ફાફડાથી શરૂ કરી ધીરે ધીરે જલેબી પણ બનાવવા માંડી. બે વર્ષ સુધી સારો ધંધો ચાલ્યો એટલે મારા પરિવારને પણ અમદાવાદ બોલાવી લીધો.’

આમ આગળ જણાવ્યું કે ‘ગાંઠિયા બનાવીને હું વેચતો અને ધીમે ધીમે લોકોને સ્વાદ દાઢે વળગતા ગ્રાહકોની લાઈનો વધવા લાગી. ગાંઠિયા અને ફાફડાથી શરૂ કરી ધીરે ધીરે જલેબી પણ બનાવવા માંડી. બે વર્ષ સુધી સારો ધંધો ચાલ્યો એટલે મારા પરિવારને પણ અમદાવાદ બોલાવી લીધો. થોડાક પૈસા ભેગા થયા તો લારીમાંથી સૌ પહેલા નહેરુનગર પાસે જ એક દુકાન લઈ અને ત્યાં ગાંઠિયા વેચવાની શરૂઆત કરી હતી.’ આમ આ સાથે વાલજીભાઈને અમે જ્યારે પૂછ્યું કે તમારા ગાંઠિયાની ખાસિયત શું છે? કેમ ગ્રાહકો અહીંના જ ગાંઠિયા-ફાફડા પસંદ કરે છે?

આમ તો તેઓ હસી પડ્યા અને કહ્યું કે, અમે ક્યારેય ગાંઠિયા બનાવીને નથી રાખતા. વહેલી સવારે ગાંઠિયા, ફાફડા, જલેબી વગેરે બનાવવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ ઘરાકી જ એટલી હોય છે માટે ગરમાગરમ જ ગાંઠિયા ગ્રાહકોને આપવામાં આવે છે. પાંચ મિનિટમાં ગરમાગરમ ગાંઠિયા બનાવી અને તાજેતાજા જ લોકોને આપવામાં આવે છે. ફાફડા અને ગાંઠિયા જ્યારે ગરમાગરમ ઊતરે છે ત્યારે તેના ઉપર એક ખાસ પ્રકારનો મસાલો નંખાય છે, જેનાથી ગાંઠિયાનો સ્વાદ વધુ સારો આવે છે. ફાફડા અને ગાંઠિયા બાદ ગ્રાહકોની ડિમાન્ડના આધારે જ ખમણ, પાત્રા, જલેબી, ભજિયા વગેરે વેચવાની શરૂઆત કરી હતી.

આમ આ ઉપરાંત “આજે અમદાવાદમાં સાત અને સાણંદ તેમજ બગોદરામાં એક-એક એમ કુલ 9 જગ્યાએ અમારી લક્ષ્મી ગાંઠિયા રથની બ્રાન્ચ આવેલી છે. મારા ત્રણ પુત્રો- અલ્પેશ, જયેશ અને પીન્ટુ નેહરુનગરની બ્રાન્ચ સંભાળે છે. બાકીની સાણંદ-બગોદરા અને અમદાવાદની અન્ય સાત બ્રાન્ચની ફ્રેન્ચાઇઝી આપવામાં આવેલી છે. આ ફ્રેન્ચાઇઝી બહારના કોઈપણ વ્યક્તિને નહીં પરંતુ સગાં-સંબંધીને જ આપી છે. સૌરાષ્ટ્રમાં જે રીતે કહીએ કે પેટમાં 50 ગ્રામ ચણાનો લોટ ના જાય ત્યાં સુધી ન ચાલે. જેથી આજે પણ સવારથી ગાંઠિયા અને ફાફડા ખાવા લોકોની લાઈનો લાગે છે. 37 વર્ષથી અવિરત એક જ સ્વાદ અને ક્વોલિટી ઉપરાંત ક્વોન્ટિટી સાથે લોકોને ગાંઠિયાનું વેચાણ કરવામાં આવે છે,” એમ વાલજીભાઈએ કહ્યું હતું.

લક્ષ્મી ગાંઠિયા રથના ગાંઠિયા રાજકારણીઓથી લઈ ફિલ્મ સેલિબ્રિટીમાં પણ ફેમસ છે. અભિનેતા ગોવિંદા, અભિનેત્રી રિયા ચક્રવર્તી, ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ, તારક મહેતા ઉલ્ટા ચશ્મા ફેમ મયૂર વાકાણી (સુંદરમામા), દિશા વાકાણી (દયાભાભી) વગેરે આ પણ લક્ષ્મી ગાંઠિયા રથ આવીને ગાંઠિયા માણી ચૂક્યાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એપિસોડનું અહીં શૂટિંગ થયું હતું. જેમાં લક્ષ્મી ગાંઠીયા રથના ગાંઠિયા અમદાવાદમાં વખણાતા હોવાનું બતાવવામાં આવ્યું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

 

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *