આ વ્યક્તિ એવી અનોખી રીતે ચણા વેચે છે કે જે સાંભળી લોકોના હોશ ઊડી ગયા છે..જુવો વીડિયો
કહેવાય છે કે અવાજ માણસની ઓળખાણ હોય છે. અવાજ ના કારણે જ લોકો અન્ય થી જુદા તરી આવતા હોય છે. એક અવાજ થી જ ઘણી વાર વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણકારી મળી જાય છે કે તે કેવા સ્વભાવનો છે.હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ચણા વેચનાર વ્યક્તિ કઈક અલગ જ અંદાજમાં ચણા વેચતો જોવા મળે છે આ વીડિયો છત્તીસગઢ નો છે જ્યાં એક ચણા વેચનાર વ્યક્તિ જોરદાર અંગ્રેજી ભાષા બોલીને ચણા વેચતો જોવા મળે છે.આ એવો વ્યક્તિ છે કે જેની આજીવિકા નો આધાર જ અંગ્રેજી ભાષા છે.
છત્તીસગઢ ના બલરામપુર જિલ્લાના રાજપુર બસ સ્ટેશન પાસે દેવલખન ગુપ્તા નામનો એક વ્યક્તિ લગભગ ૩૦ વર્ષોથી ચણા વેચવાનું કામ કરે છે. ચના વેચનાર દેવલખન ભાઈ એ આખા જિલ્લામાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે.ઓછું ભણેલા હોવા છતાં તેઓ પોતાની જોરદાર અંગ્રેજી ના કારણે એક અલગ જ ઓળખ ઊભી કરી છે.કડકડાટ અંગ્રેજી તેમના આજીવિકાનું મુખ્ય સાધન ગણી શકાય છે. દેવલખન ભાઈ જણાવે છે કે તેઓએ ૧૦ ધોરણ સુધી હિન્દી મીડિયમ સ્કૂલ માં જ અભ્યાસ કર્યો હતો.શરૂઆત માં તેઓ તુટી ફૂટી અંગ્રેજી બોલતા હતા.
દેવલખન ભાઈના જણાવ્યા મુજબ તેમની તુટી ફૂટી અંગ્રેજી માંથી કડકડાટ અંગ્રેજી બોલવામાં તેમના મિત્રોનું સારું એવું યોગદાન ગણાય છે. મિત્રોએ તેમની આવી તૂટી ફૂટી અંગ્રેજી ભાષા ને સરખી કરવામાં મદદ કરી હતી.ધીરે ધીરે દેવલખન ભાઈ ની ભાષા સુધારવા લાગી અને તેઓ કડકડાટ અંગ્રેજી બોલતા શીખી ગયા.જે આજે તેમની રોજી રોટી માટેનું મુખ્ય સાધન ગણાય છે. દેવલખન ભાઈ ના મિત્રોનું કહેવું છે દેવ એ સાબિત કરી બતાવ્યું કે જો કોઇ વ્યક્તિ કઈ શીખવાનું કે કરવાનું નક્કી કરી લે અને ઈમાનદારી અને મહેનતથી કામ કરે તો તે વ્યક્તિને સફળતા અવશ્ય મળશે.
દેવલખન ગુપ્તા હાથગાડી પર ચણા વેચે છે. તેમની આ હાથગાડી પર માઈક અને લાઉડસ્પીકર લગાવીને તે ચણાની ગુણવત્તા જણાવે છે. અને તેમની બોલવાની શૈલી રાજપુર માં ઘણી લોકપ્રિય બની ગઈ છે.આ કારણે જ લોકો અહીં રોકાઈને દેવલખનભાઈના હાથગાડીના ચણા ખાય છે. દેવલખનભાઈ ગુપ્તા પોતાના અવાજ અને શબ્દોથી બસ સ્ટેન્ડમાં આવતા-જતા મુસાફરો અને સ્થાનિક લોકોને આકર્ષે છે અને સાથે જ અન્ય લોકોનું ધ્યાન પણ ખેંચે છે. લોકો તેની ચણા વેચવાની આ સ્ટાઈલના શોખીન છે. દરેક વ્યક્તિ તેમની આ કળા પર ફિદા થયા છે. લોકો હવે મોટી સંખ્યામાં તેમની હાથગાડી સુધી પહોંચી રહ્યા છે. જેના કારણે તેમની આવકમાં પણ વધારો થયો છે. આ સાથે જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તેમની એક અલગ ઓળખ પણ જોવા મળી છે.