ગુજરાતનું આ એવું પવિત્ર સ્થળ જ્યા માત્ર ગાંઠિયાની માનતા રાખવાથી ગમે તેવી ઉધરસ મટી જાય તેમજ…જાણો ક્યાં આવેલી છે?
મિત્રો વાત કરીએ તો વ્યક્તિ જ્યારે જ્યારે પણ મુશ્કેલીમાં પડતો હોઈ છે ત્યારે તે તેના દુઃખ દર્દ માંથી બહાર નીકળવા માટે ઘણા પ્રયત્નો પણ કરતો હોઈ છે તેમજ તેની મુશ્કેલિઓ દૂરકરવા ભગવાન પાસે જઈ પ્રાર્થના પણ કરતો હોઈ છે અને ભગવાનને ભેટ સ્વરૂપે પ્રસાદ ચડાવતા હોઈ છે તો વળી તમને આજે એક તેવાજ સ્થળની મુલાકાત કરાવીશું જ્યા માત્ર આ વસ્તુની માનતા રાખતા તરતજ થઇ જાય છે પુરી. હવે આ ચમત્કાર માનવો કે પછી ભગવનાની અનોખી લીલા. આવો તમને આ અથલની મુલાકાત જણાવીએ.
તમને જણાવીએ તો આ પવિત્ર સ્થળ ગુજરાતના રાજકોટ- ભાવનગર હાઇવે પર આવેલો છે જ્યાં આવેલા સરધારમાં ફેમસ સિમોઈ માતાનું મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં જ ઉંધિયા પીર તરીકે જગ્યા આવેલી છે. આમ જો વાત કરવામાં આવે તો આ મંદિરની માન્યતા મુજબ કોઈ પણને જટીલ ઉધરસ થઈ હોય અને જો ઘણું કર્યા છતાં કરીને ઉધરસ ન મટતી હોય તો લોકો આ ઉંધિયા પીરની માનતા રાખે છે. લોકો ઉંધિયા પીરને ગાંઠિયાને ગાંઠિયા ચડાવવાની માનતા રાખે છે.
લોકો ઉધરસ મટાડવા માટે દૂર દૂરથી ગાંઠિયાના પેકેટ લઈને આવે છે અને પછી પીર પાસે ધરે છે. રોજ અનેક લોકો આવી રીતે પોતાની માનતા પૂરી કરવા આવે છે. આમ આ લોકો માંથીજ એક શ્રદ્ધાળુ વિજયભાઈ જાદવ કે જે આ મંદિરે માનતા પુરી કરવા આવેલા તેઓએ જણાવ્યું હતું કે મારી દીકરીને ઉધરસ બહુ આવતી હતી. એટલે પીરની માનતા માની હતી, હવે તેનું સારું થઈ ગયું છે તો ગાંઠિયા ચઢાવવા આવ્યો છું. ઘરમાં કોઈને બહુ ઉધરસ હોય અને અહીંની માનતા રાખીએ એટલે મટી જાય છે.
આમ આ સાથે વિજયભાઈ જાદવે ઉમેર્યું હતું કે માનતાના ગાંઠિયા અહીં જ પીરને ધરવવામાં આવે છે. અને વહેંચી દેવામાં આવે છે. તેને ઘરે લઈ જઈ શકતા નથી. આમ વધુમાં આ પીર અંગે વાત કરતાં વિજયભાઈએ કહ્યું હતું કે સિંહમોય માતાજી પાસે રાજાએ કહ્યું હતું કે અમારો ઉદ્ધાર કરો તો માતાજીએ કહ્યું કે ગામમાં કોઈને પણ ઉધરસ કે એવું કંઈ થશે તો તમારે ત્યાં ગાંઠિયા ધરાવવા આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો