આ છે ગુજરાત નુ અનોખું ગામ જ્યા એક પણ ઘર કે દુકાન ને દરવાજા જ નથી ! કારણ જાણી નવાઈ લાગશે….
હાલના સમય ને ધ્યાનમાં લઇએ તો ચોરી, લુંટફાટ હત્યા વગેરેના ખુબજ મામલાઓ સામા આવી રહ્યા છે. જેથી લોકો પોતાના ઘરે રહેલ કિમતી ચીજવસ્તુ ની સુરક્ષા માટે ઘણા પ્રયાસો કરતા હોઈ છે અને લોકો જ્યારે જ્યારે બહાર જાઈ છે ત્યારે પોતાના દરવાજા પર તાળું મારી ને જતા હોઈ છે અને ૨ વાર તાળું ખેચી ને ચેક પણ કરતા હોઈ છે. કે સરખું તાળું લાગ્યું છેને.
તમે એક વાત તો જાણતાજ હશો કે શનિદેવના શીંગડાપુર ગામમાં તાળા મારવામાં નથી આવતા. તેવીજ રીતે તેવુજ એક ગામ જે ગુજરાતના રાજકોટ જીલ્લામાં આવેલું સાતડા ગામ જ્યાં લોકોના ઘરના દરવાજા નથી છતાં પણ ત્યાં ચોરી થતી નથી. આ ગામ રાજકોટથી ૩૫ કિલોમીટર દુર આવેલું છે. ગામના લોકોનું માનવું છે કે ભૌરવદાદા નું મંદિર તેમના ગામ માં હોવાથી તેજ તેના ગામની રક્ષા કરે છે તેથી આજસુધી આ ગામમાં કોઈ દિવસ ચોરી અથવા તો ગેરકાનૂની મામલો સામો આવ્યો નથી.
અને જો કોઈ બહારથી ચોરી કરીને ગામમાં ઘુસી જાય તો તે પણ પકડાઈ જતા હોઈ છે તેવોજ એક કિસ્સો આ ગામમાં બની ગયેલો છે જેમાં અમુક યુવકો ભેસની ચોરી કર્યા બાદ આ ગામમાં આવી ગયેલા અને તે દરમિયાનજ પોલીસે તેની ધરપકડ કરી હતી. જેથી હવે કોઈ બહાર થી ચોરી કરીને પણ આવતું નથી. આ ગામના લોકોને ચોરી નો કોઈ પણ જાતનો ભય નથી. તેથી હાલ જે લોકો નવા મકાન બનાવે છે તેઓ પણ તેમના ઘરના દરવાજા નથી રાખતા હોતા.
આ ગામમાં ૨ જેટલા લોકો રહે છે આ ગામમાં ઝોપડી હોઈ કે મોટા મોટા બંગલા બધાજ લોકો તેમના ઘરના દરવાજા રાખતા હોતા નથી. આ ગામમાં લગભગ ૨૦૦ જેટલા મકાનો ખુલા જોવા મળે છે અને લોકો કોઈ પણ ચિંતા વિના બહાર નીકળી જતા હોઈ છે. આમ ગામના લોકો કોઈ પણ ભય વગર શાંતિ પૂર્વક ઘરમાં જીવન ગુજારે છે.