આને કહેવાય અસલી પ્રેમ ! જૂનાગઢના ગીરીશભાઈ કોટેચા સામે બોલીવુડની લવસ્ટોરી પણ ફેલ છે…18 વર્ષ થતા જ કર્યા હતા લગ્ન
મિત્રો જો આજના સમયની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમય થી અવાર નવાર ઘણી લવસ્ટોરીઓ સામે આવી રહી છે. અને આ બધીજ લવસ્ટોરી સાંભળી આપણે પણ ઘણી વખત વિચારમાં પડી જતા હોઈએ છીએ. અને તેવાજ સમયમાં હાલ એક ખુબજ અનોખી લવસ્ટોરી સામે આવી રહી છે જે જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાની છે. આવો તમને આ અનોખી અને ખુબજ રસપ્રદ લવસ્ટોરી વિષે વિગતે જણાવીએ.
જૂનાગઢ મહાનગર પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટચા તથા તેમના પત્ની ગીતાબેન કોટેચાની લવસ્ટોરી ખુબ અનોખી હોવાની સાથે સાથે ખુબ દિલચસ્પ પણ છે. હાલ ગીરીશભાઈને લગ્નના 40 વર્ષ થયા છે પરંતુ જયારે તેઓ 13 વર્ષની ઉંમર ધરાવતા હતા ત્યારે તેઓ પ્રેમમાં પડ્યા હતા. બ્રાહ્મણ સમાજમાંથી આવતા ગીતાબેન સાથે લોહાણ સમાજના ગીરીશભાઈને પ્રેમ થઇ ગયો હતો.
તેમજ ગીરીશભાઈ અને ગીતા એ બંનેની જ્ઞાતિ અલગ અલગ હોવાને લીધે તેમના જીવનમાં પ્રેમસબંધને લઈને ખુબજ મુશ્કેલીઓ આવી પડી હતી. તેમ છતાં તેઓએ આ મુશ્કેલીનો સામનો કરીને એક બીજા સાથે લગ્ન કરી લીધા. આમ 13 વર્ષની ઉંમરમાં પ્રેમમાં પડેલ ગીરીશભાઈ તથા ગીતાબેન પાંચ વર્ષો સુધી સતત ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે એક બીજાને પ્રેમ કરતાજ રહ્યા હતા.
આ પ્રેમ પ્રસંગમાં ખાસ વાત તો એ છે કે જેવા 18 વર્ષ પૂર્ણ થયા તે જ દિવસે રાત્રે ગીરીશભાઈ તથા ગીતાબેન કોટેચાએ ભાગીને લગ્ન કરી લીધા હતા. હાલ તેઓના પ્રેમ લગ્નને 40 વર્ષો પૂર્ણ થયા છે. જયારે ગીરીશભાઈ પ્રેમમાં પડયા ત્યારે તેઓ રાજકારણમાં નહીં પણ એક વ્યવસાય કરતા હતા. ખરેખર આવી રોચક પ્રેમ કહાની તો આપણને ફિલ્મોમાં પણ નહીં જોવા મળતી હોય.
ગીતાબેન તથા ગીરીશભાઈ એકબીજાને એટલો બધો પ્રેમ કરે છે કે તેઓએ એકબીજાના હાથોમાં પોતાના ચિત્રો વાળા ટેટુ પણ બનાવેલ છે. ગીરીશભાઈ ગીતાબેનનું ટેટુ હાથમાં દોરાવ્યું છે તો ગીતાબેને ગીરીશભાઈના ચિત્રવાળું ટેટુ પોતાના હાથમાં દોરાવેલ છે.ગીતાબેન જયારે લગ્ન કરીને ગીરીશભાઈના ઘરે આવ્યા ત્યારે શરૂઆતમાં તો તેઓને સેટ તથા વાર લાગી હતી.
ગીરીશભાઈનો પરિવાર મર્યાદાથી ચુસ્ત હતો એટલું જ નહીં 27 લોકોના પરિવાર એકસાથે રહેતો અને તમામની રસોઈ એક જ ચૂલે બનતી. આટલા મોટા પરિવાર સાથે 28 વર્ષ ગીતાબેને ગુજાર્યા હતા.ગીરીશભાઈ પોતાના ભાભીને દેવી સ્વરૂપે માનતા આથી જ તેઓએ પોતાની પત્ની ગીતાબેનને પણ કહ્યું હતું કે જો તારી કોઈ ભૂલ થઇ તો તું ભાભીને પગે લાગીને માફી માંગી લઈશ.
20 વર્ષો સુધી ગીતાબેન કોઈપણ કામ કરતા તો તેઓ જેઠાણીનો અંગુઠો ધોઈને પાણી પિતા. વર્તમાન સમયમાં ગીરીશભાઈને પુત્ર અને પુત્રી છે જે બંનેને લગ્ન પણ થઇ ચુક્યા છે. ખાસ વાત તો એ છે કે પુત્ર-પુત્રી અને તેમની પોતાની લગ્ન તારીખ એક સરખી છે.ગીતાબેન સમાજને ખુબ સારો સંદેશો આપે છે તેઓ જણાવે છે કે જો તમારે વહુને દીકરી બનાવી હોઈ તો સૌ પ્રથમ તમારે સાસુ માંથી માં બનવું પડશે.તેઓ જણાવે છે કે તેઓ તેમની પુત્રવધુને દીકરીથી પણ વિશેષનું સન્માન આપે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો