આને કહેવાય સાચો પ્રેમ! પ્રેમીકા માટે આ પ્રેમીએ જે કર્યુ જાણી ને આંખો ફાટી જશે… પોતાનો જ…

જેમ તમે જાણોજ છો કે આ દુનિયામાં જીવન સાથી થી વધુ કોઈ પ્રેમ કર્ટી હોતું નથી. લોકો તેમના જીવન સાથી માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર થઈ જતા હોઈ છે તેમજ ઘણી વખત અઘરી મુશ્કેલીઓમાઁ પણ સાથ આપી લોકો મદદ કરતા હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં પત્નીની સારવાર માટે ડોકટર પતિએ પોતાની MBBS ની ડિગ્રી ગીરવે મૂકી 70 લાખની લોન લીધી. કિસ્સો વાચી તમે પણ કહેશો કે આવો પતિ દુનિયાની બધીજ પત્નીને મળે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ તો ડોક્ટર સુરેશે પત્નીની સારવાર માટે રૂ. 1.25 કરોડ જમા કરાવવા માટે MBBSની ડિગ્રી 70 લાખમાં ગીરવે રાખી હતી. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, 32 વર્ષીય ડૉક્ટર સુરેશ ચૌધરી રાજસ્થાનના પાલીના ખૈરવા ગામના રહેવાસી છે અને હાલમાં તે પીએચસીમાં પોસ્ટેડ છે. તેમની પત્ની તેમના 5 વર્ષના બાળક સાથે ગામમાં રહે છે. આમ ડોક્ટર સુરેશ પોતાની પત્નીને પ્રેમના કારણે મોતના મુખમાંથી પરત લાવ્યો હતો. તેણે તેની પત્નીને બચાવવા માટે તેની સંપત્તિ અને તેની નોકરી સુધી બધુ જ દાવ પર લગાવી દીધુ.

વાત કરીએ તો 13 મેના રોજ અનિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્યારપછી તેની તબિયત દર મિનિટે બગડવા લાગી અને અંતે 14 મેના રોજ અનિતાને જોધપુર એઇમ્સમાં દાખલ કરવામાં આવી. ડોક્ટર સુરેશ પણ તે સમયે ફરજ બજાવતા હતા. તે તેની પત્ની સાથે માત્ર બે વિસ જ રહી શક્યા. પત્નીની આવી હાલત જોઈ ડોકટર સુરેશને ખુબજ દુઃખ થયું હતું. ને તેની સારવાર માટે ડોક્ટર સુરેશે તેમના જીવનની બધીજ જીવન પુંજી અર્પણ કરી તેમની પત્નીનો જીવા બચાવ્યો છે.

ડોક્ટરોએ જણાવ્યું કે અનિતાની હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. તેમના ફેફસા 95 ટકા સુધી ખરાબ છે અને તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવી રહ્યા છે. ડૉક્ટરોએ કહ્યું હતું કે અનિતા માટે બચવું ખૂબ મુશ્કેલ છે. આમ છતાં સુરેશે હાર ન માની. તેઓ પત્ની સાથે અમદાવાદ ગયા.1 જૂનના રોજ સુરેશે અનિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કોરોનાને કારણે અનિતાનું વજન પણ ઘટી ગયું હતું. આમ આ પછી ડૉક્ટરો ECMO મશીનમાં શિફ્ટ થયા. આ મશીન દ્વારા હૃદય અને ફેફસાંનું ઓપરેશન કરવામાં આવ્યુ. સુરેશે જણાવ્યું કે આ મશીનની કિંમત એક દિવસમાં એક લાખ રૂપિયાથી વધુ છે. સારવારને કારણે દેવુ પણ વધી ગયુ, પરંતુ તેણે વિચાર્યું કે કોઇ પણ સંજોગોમાં તે તેની પત્નીને બચાવશે. અનિતા લગભગ 87 દિવસ હોસ્પિટલમાં રહી. ત્યારપછી તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને તેનો જીવ બચી ગયો.

આમ સુરેશ કહે છે કે તેને સારવાર માટે પૈસા એકઠા કરવા હતા, તેથી તેણે પોતાની MBBS ડિગ્રી ગીરવે મૂકીને બેંકમાંથી 70 લાખ રૂપિયાની લોન લીધી. પોતાની બચત માત્ર 10 લાખ રૂપિયા હતી. તેમજ આ સિવાય મિત્રો અને સાથી ડોક્ટરો પાસેથી 20 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. તેણે પોતાનો એક પ્લોટ 15 લાખ રૂપિયામાં વેચી દીધો. અન્ય સંબંધીઓ પાસેથી પણ પૈસા ઉછીના લીધા હતા. સુરેશે બેંકો સાથે જોડાણ કર્યું છે, અને જો સમયસર નવી લોનની ચુકવણી મળે નહિ તો બેંકો તેની MBBS ડિગ્રી રદ કરાવી શકે છે. આમ સુરેશ કહે છે કે તેણે તેની પત્નીને સાત જન્મ સુધી સાથ આપવાનું વચન આપ્યું છે. તે તેને કેવી રીતે મરવા દે. સુરેશ કહે છે કે તે ફરીથી પૈસા કમાઇ લેશે, પરંતુ જો તેની પત્નીને કંઇક થઇ જશે, તો તે પણ બચી શકશે નહીં.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.