કીંજલ દવે એ આવી રીતે ઉજવ્યો પિતા નો જન્મ દિવસ! જુવો ખાસ તસવીરો

ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીતથી પોપ્યુલર થયેલી કિંજલ દવે માટે પણ તેના પિતા સપોર્ટ સિસ્ટમ છે. જે ગુજરાતમાં ક્યાંય શો કરતી હોય કે પછી વિદેશમાં તેનો કોઈ કાર્યક્રમ હોય તેના પિતા લલિત દવે હંમેશા તેની સાથે રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સાથેની તસવીરો શેર કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે. હાલમાં જ કિંજલ દવેના પિતાનો બર્થ ડે હતો, જેનું સિંગરે ન માત્ર સેલિબ્રેશન કર્યું પરંતુ એવી ગિફ્ટ આપી જે જોઈને તેઓ ખુશ થઈ ગયા હતા.

કિંજલ દવેએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના પિતાના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક જોવા મળી રહી છે. ટેબલ પર ઘણી બધી કેક પડેલી છે. કેક કટિંગ પહેલા દીકરી તરફથી મળેલી ગિફ્ટ જોઈને તેઓ ખુશ થઈ જાય છે. કિંજલે તેમને ગિફ્ટમાં સોનાની ચેઈન અને પેન્ડન્ટ ગિફ્ટમાં આપે છે. આ સિવાય વીડિયોમાં કિંજલ દવેએ પિતા સાથેની યાદગાર ક્ષણોની ઝલક પણ શેર કરી છે. બેકગ્રાઉન્ડમાં ‘મેરે પાપા મેરા સંસાર હૈ’ સોન્ગ વાગી રહ્યું છે.

વિડિઓ ની સાથે એવું પણ લખ્યું કે “ક્યારેક તમારી પાસે લગાણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો હોતા નથી. તેથી કંઈ કહેવા માગતી નથી માત્ર આઈ લવ યુ. તમને સૌથી વધારે પ્રેમ કરું છું’. સિંગરના પિતા લલિત દવેએ કોમેન્ટ કરીને લખ્યું છે ‘અમુકવાર શબ્દ બોલવા માટે જીભ અને શ્વાસ બને રોકાઈ જાય છે. બસ અહેસાસ કરી શકાય છે નિ:શબ્દ’

આમ સાથે સાથે લલિત દવે પણ બર્થ ડે સેલિબ્રેશનમાં સૌથી વધારે ખુશ દેખાતા હતા. તેમણે પણ ઉજવણીની ઝલક દેખાડતી તસવીરો શેર કરી છે, સાથે જ શુભેચ્છાઓ પાઠવનારાઓનો આભાર માન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.