66 વર્ષ પહેલાનું ફ્રિજ આવું હતું, ફ્રીઝ ની જૂની સિસ્ટમ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા,જોવા 1956નો વીડિયો ….

આજના જમાનામાં દેશ જેમ જેમ તરક્કી કરતો જાય છે તેમ તે દુનિયામાં નવી નવી શોધ કરતો જાય છે અને અનેક ટેકનિક વિકસાવતો જાય છે.રોજબરોજની વપરાશનો સામાન પણ ટેકનિક વધતા વધારે અપગ્રેડ જોવા મળે છે.દિવસે ને દિવસે નવી ટેકનિક આવતા મશીન અથવા સામાન જૂના થઈ જાય છે.આપને ઘરના વપરાશમાં આવતી અનેક પ્રકારની વસ્તુ નો સમાવેશ થઈ સકે છે જેમ કે ટીવી,ફ્રીઝ, વોશિંગમશીન, એરકુલાર, પંખો, મિક્ષચર, ઓવન વગેરે.જેમાં ટેકનોલોજી વધતા આવી વસ્તુ ની સિસ્ટમ પણ અલગ થઈ જાય છે.

જેમાં ફ્રીઝની જ વાત કરી લયો.જેની તુલના આપને ૬૬ વર્ષ પહેલાં એટલે કે ૧૯૫૬ ના વર્ષના રેફ્રીજરેટર સાથે કરવા જઈ રહ્યા છીએ.ભલે આજના જમાનાના ફ્રીઝ પાવર બચાવતા હોય અને ૪-૫ સ્ટાર સેવિંગ એનર્જી ધરાવતા હોય પરંતુ તે જમાનાના ફ્રિઝની ટકાઉપના ની સામે આજના કોઈ ફ્રીઝ ટકી શકે નહિ.જે મજબૂતી ૧૯૫૦ ના વર્ષના રેફ્રીજરેટર માં જોવા મળતી તે હાલમાં જોવા મળતી નથી.પરંતુ હા એક વાત છે કે ત્યારે ભારતને આઝાદ થયા માત્ર ૩ વર્ષ જ થયા હતા આથી તે સમયમાં ભારત પાસે આટલી બધી ટેક્નોલોજી જોવા મળતી નહોતી.

હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ૬૬ વર્ષ પહેલાનું ફ્રીઝ બતાવવમાં આવી રહ્યું છે.અને જે લોકો આ ફ્રીઝને જોવે છે તે આજના ફ્રિઝને ભૂલી જસે. વાસ્તવમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ટ્વીટર પર lostinhistory નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલ છે.જેમાં ૬૬ વર્ષ પહેલાંના ફરીઝની જાહેરાત બતાવવામાં આવી રહી છે.આ વીડિયો ૧ મિનિટ અને ૧૭ સેકન્ડ નો છે આ વીડિયોમાં ૨ બાબતો એવી છે જે ચિકાવનારી છે.પહેલી એ કે આ જાહેરાત ૧૯૫૬ ની છે અને બીજી વાત એ છે કે તે સમયે ફ્રીઝ કઈ સિસ્ટમ થી કામ કરતું હતું.

જ્યારે ભારતમાં વીજળીના થાંભલા પણ નહોતા ત્યારે અમેરિકા અને યુરોપમાં જાહેરાત બહુ પ્રખ્યાત થઈ ગઈ હતી.જેનાથી ત્યાંના લોકો બહુ મોટો કારોબારી ફાયદો મેળવવા લાગ્યા હતા.તો ચાલો જાણીએ આ ફ્રીઝ ની ખાસિયત . આ ફ્રીઝ એક જ ડોરનું છે પરંતુ તેની અંદર એટલા બધા ખાના છે કે આજના સમયમાં ફ્રીઝ માં આટલી વધુ જગ્યા જોવા પણ ના મળે.અરે ડબલ દોરના ફ્રીઝમાં પણ એ વાત જોવા નહિ મળે જે તે સમયના ફ્રીઝ માં જોવા મળતી હતી.તે ફ્રીઝને ૬૬ વર્ષ પહેલાં પણ બહુ જ ધૂમધડાકા સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

તે ફ્રીઝ માં આજની જેમ જ દરવાજા માં જગ્યા જોવા મળતી હતી પરંતુ ખાસ વાત એ છે કે દરવાજા પર આ ખાનામાં શટર જોવા મળે જેનાથી વસ્તુ સારી રહે છે અને ઢાંકી શકાય છે.નીચે શાકભાજી અને વસ્તુ રાખવા માટે એક બોક્સ જોવા મળે છે જે આજના વેજીટેબલ બોક્સની જેમ જ બહાર કાઢવામાં આવે છે.સાથે આ ફ્રીઝમાં બરફ ને કાઢવાની તકનીક પણ બહુ સરસ છે.જેમાં આઇસ ટ્રે ને એક ખાચામાં રાખીને ઊંધી કરી ખેંચવાથી તેનો બરફ એક ડબ્બામાં નીકળી જાય છે.આમ ત્યારના સમયનું ફ્રીઝ પણ બહુંજ ગજબ નું કહી શકાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *