આ છે ભારતની સૌથી લકઝરીયસ ટ્રેન ‘મહારાજ’! આલીશાન એવી કે હરતું ફરતું મહેલ લાગે….જુઓ તસ્વીરો

આમ તો આપણે અવરનવાર ટ્રેનના માધ્યમથી ઘણા બધા સ્થળોએ જતા જ હોઈએ છીએ જેની ટીકીટ સામાન્ય રીતે ઓછી હોય છે અને થોડી સગવડો પણ ઓછી હોય છે. પણ શું તમે કોઈ વખત એવી ટ્રેન જોઈ હશે કે જેમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી તમામ સુખ સગવડો આપવામાં આવતી હોય છે? નાં નહી જોઈ હોય તો આ લેખના માધ્યમથી અમે તમને એક એવી જ ટ્રેન વિશે જણાવના છીએ જેનું નામ મહારાજ છે.

મિત્રો કેહવામાં આવે છે કે ‘સફર ખુબસુરત હે મંઝીલ સે ભી…’ આ વાક્ય પણ એમ જ કેહવામાં આવે છે કે જયારે તમારું સફર સારું હોય તો તમને તમારું ધ્યેય પણ યાદ નથી રેતુ હોતું. આ ટ્રેનમાં સફર કરતા તમામ મુસાફરોનો પણ કઈક આવો જ હાલ થાય છે, આ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પોતાની મંઝીલ પણ યાદ રેહતી નથી અને તેઓ ફક્ત આ ટ્રેનમાં સફર કરતા જ રહે તેવું મન કરે છે.

જણાવી દઈએ કે આ ટ્રેનની સ્થાપના વર્ષ ૨૦૧૦માં ‘મહારાજા એક્સપ્રેસ’ નાં નામે થઈ હતી, મહારાજા એક્સપ્રેસ એટલા માટે કારણ કે આ ટ્રેનમાં સુવિધાઓ જ આટલી આલીશાન અને શાહી છે. આ ટ્રેનમાં એક દિવસ મુસાફરી કરવા માટે લગભગ ૧૬થી૧૭ લાખ રૂપિયા જેટલા રૂપિયા ચૂકવા પડતા હોય છે.

પૈસે ટકે સુખી માણસો જ વધારે પડતા આ ટ્રેનમાં સફર કરે છે. હાલ તો આ ટ્રેન દિલ્હીમાં છે અને મુંબઈથી લઈને આગ્રા, ફતેહપુર સીકરી, ગ્વાલિયર, રણથંભોર, વારાણસી, લખનઉં, જયપુર, બિકાનેર, ખજુરાહ અને ઉદયપુર સ્ટેશને ઉભી રહે છે.

આ શાહી ટ્રેનમાં ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ સહિતની ઘણી બધી એવી શાહી વસ્તુઓ છે જે ગોલ્ડન વર્ક દ્વારા કરવામાં આવી છે, એટલું જ નહી આ ટ્રેનમાં હીરા, મોટી, નીલમ જેવા અનેક હીરોઓનો ઉપયોગ કરીને ટ્રેનની સજાવટ કરવામાં આવી છે. આ ટ્રેનમાં બે રેસ્ટોરન્ટ છે જેમાં એકનું નામ મયુર મહેલ અને રંગ મહેલ છે જે લગભગ એક સાથે ૪૨ લોકો સાથે બેઠીને ભોજન કરી શકે તેટલી ક્ષમતા ધરાવે છે.

ખાસ વાતતો એ છે કે આ ટ્રેનમાં લગ્ન પણ થઈ શકે છે, જો તમે આ લકઝરીયસ ટ્રેનમાં લગ્ન આયોજિત કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે ૫.૫ કરોડ રૂપિયા ભાડા પેટે ચૂકવા પડે છે, આ ટ્રેનની ખાસ વાત એ છે કે તેમાં બાર પણ છે જેમાં દારૂ સહિતના ડ્રીન્કસ હોય છે અને એટલું જ નહી ઘણા બધા રમતગમત સાધનો પણ છે જેને રમીને લોકો મનોરંજન પ્રાપ્ત કરી શકે. આ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો ટ્રેન જેવું નહી પણ કોઈ શાહી પેલેસમાં બેઠયા હોયે તેવો અનુભવ થાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *