આ છે મુકેશ અંબાણી ના ચાણક્ય! દરેક નિર્ણય લેતા પહેલા પુછે છે આ વ્યક્તિ ને…
દરેક લોકોના જીવનમાં એક મિત્ર હોય જ છે કે જેની સાથે દુઃખ સુખ ની વાતો કરી માં હળવું. કરતા હોઈએ તો અને ઘણીવાર મહત્વના ગુણો લેવા મટે પણ તેમની સલાહ લેતા હોઈએ છીએ.મિત્ર શબ્દમાં જ તેં વ્યક્તિ માટે સુ કરી સકે છે તે જાણ થઈ જાય છે. અને ઘણા મિત્રો તો એવા હોય છે કે પોતાની જાન આપવા પણ તૈયાર થઈ જાય છે.આવા મિત્રો ગરીબ થી લઈને અમીર લોકો પાસે પણ હોય છે જે પોતાની મિત્ર અંગેની ફરજ બહુ જ સારી રીતે નિભાવતા હોય છે.આજે આપણે મશહૂર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની અને તેના મિત્રની વાત કરવા જઈ રહ્યા છીએ.
મુકેશ અંબાણી ને દરેક લોકો જાણે છે જે તેના બિઝનેસ ને કારણે અને તેમની લાઇફસ્ટાઇલ ના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે.આજે આપણે મુકેશ અંબાણી ના બાળપણના મિત્ર મનોજ મોદી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.આ બંને એક બીજા પર બહુ જ ભરોસો કરેંચે અને સમ્માન પણ કરે છે.મુકેશ અંબાણી એ પોતાના આ ખાસ મિત્રને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બોર્ડ માં મહત્વનું સ્થાન આપ્યું છે. જાણવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં જે પ્રમુખ ડીલ થયા તેમાં મનોજ મોદીનો રોલ મહત્વનો ગણાય છે.
એવામાં બધા લોકો એવી ચર્ચા કરતાં હોય છે કે મનોજ મોદી મુકેશ અંબાણી નો જમણો હાથ ગણવામાં આવે છે.ત્યાં જ હાઇ પ્રોફાઇલ મનોજ મોદી પોતાનું જીવન સાદગીપૂર્ણ રીતે જીવવાનું પસંદ કરે છે.તેઓ પરદાની પાછળ રહીને જ અનેકો સારા કામ કરતા હોય છે. એવો દાવો કરવામાં આવે છે કે મનોજ મોદીના લીધે ફેસબુક રિલાયન્સ જિયો માં રોકાણ કરવા માટે તૈયાર થયું હતું.ત્યારે થોડા મહિનાઓ પહેલાં જ રિલાયન્સ જોયો માટે ૪૩ હજાર ૫૭૪ કરોડ રૂપિયાની ડીલ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.
દાવો કરવામાં આવે છે કે મુકેશ અંબાણી અને મનોજ મોદી ની આ દોસ્તીની શરૂઆત સ્કૂલમાં થઈ હતી.તેઓ મુંબઈના હીલ ગ્રોંજે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.ત્યારથી શરૂ થયેલી દોસ્તીની સફર આજે પણ સાથે જોવા મળે છે.મનોજ મોદી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં ૧૯૮૦ નાં સમયમાં જોડવામાં આવ્યા હતા.ત્યાર પછી ૨૦૦૭ માં રિલાયન્સ રિતેલના સીઈઓ બનાવી દેવામાં આવ્યા હતા.એમાં પણ સૌથી દિલચસ્પ વાત એ છે કે મનોજ મોદી એ ધીરુભાઈ અંબાણી સાથે પણ કામ કર્યું છે,તેમના દોસ્ત મુકેશ અંબાણી સાથે પણ કામ કર્યું છે અને હવે હાલમાં તેઓ તેમના દીકરા આકાશ અંબાણી સાથે કામ કરી રહ્યા છે.
એટલે કે મનોજ મોદી એ અંબાણી પરિવારની ત્રણ પેઢીઓ સાથે કામ કરી ચૂક્યા છે.રિલાયન્સ જિયો ની ફેસબુક ડીલ ની સાથે સાથે જામનગર ની રિફાઇનરી ની ડીલ માં પણ મનોજ મોદી એ મહત્વની ભૂમિકા ભજવી છે.આમ તો રિલાયન્સના ચાર સ્ટાર્ટઅપ ને હેડ કરી ચૂકેલા મનોજ મોદી નું જીવન સાદગી વાળું જોવા મળે છે.તેઓ ચર્ચામાં આવવું ગમતું નથી.તેઓ આ ડીલ કર્યા અંગેનો શેય પણ લેતા નથી.મનોજ મોદી નું કહેવું છે કે આ દરેક કામ રિલાયન્સ ની ટીમ કરે છે.
ત્યાં જ મુકેશ અંબાણી પણ મનોજ મોદી ને સમયે સમયે ઉપહાર આપતા હોય છે.અને તેમની કામગીરીને બિરદાવી દેતા હોય છે.એવો દાવો કરવામાં આવી રહો છે કે આ વર્ષની શરૂઆતમાં મૂકેશ અંબાણી એ મનોજ મોદી ને ૧૫૦૦ કરોડ રૂપિયાનો એક બંગલો ગિફ્ટ સ્વરૂપે આપ્યો હતો.આ ૨૨ મંજીલના બંગલામાં દરેક સુખ સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.આ સિવાય પણ ઘરની દેખભાળ રાખવા માટે અને અન્ય કામો કરવા માટે ૧૭૫ નોકરોની મોટી ટીમ નિયુકત કરવામાં આવી છે.