આ વિદેશ નહી ગુજરાત ની ખાસ જગ્યા છે ! ચોમાસા મા એક વાર ફરવાનો પ્લાન જરુર બનાવો.. આબુ ભુલી જશો

ગુજરાત પાસે પણ આલાગ્રાન્ડ હિલ સ્ટેશનનો ખજાનો છે. તેમાં પણ એક હિલ સ્ટેશનની વાત કરીએ તો કુલુમનાલીની પહાડીઓ પણ તેની સામે ફિક્કી લાગશે. આ હિલ સ્ટેશન છે વલસાડનુ વિલ્સન હિલ્સ અનેક લોકો આ હિલ્સની ખાસિયત નથી જાણતા. ગુજરાત આ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાથી સમુદ્રનો નજારો પણ જોઈ શકાય છે. એકવાર તમે આ પહાડી પર આવશો તો તમને બીજે ક્યાય જવાનું મન નહિ થાય. ત્યારે દરિયાથી 2500 ફૂટ ઊંચે આવેલી આ પહાડી પર હવે મોન્સુન ફેસ્ટિવલ ઉજવાશે.

વાત કરીએ તો વિલ્સન હિલ્સ ગુજરાતનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, પરંતુ તે વધુ એક્સપ્લોર થયુ નથી. તેમા પણ ચોમાસામાં તેની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. વિલ્સન હિલ્સ વલસાડના ધરમપુરમાં આવેલુ છે. વિલ્સન હિલ્સ જંગલોથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે. તે પયંગબરી વન્યજીવ અભ્યારણ્ય પાસે આવેલુ છે. તે ગુજરાતનુ એકમાત્ર એવુ હિલ સ્ટેશન છે, જ્યાં સમુદ્રને પણ જોઈ શકાય છે. પરંતુ જો તમે વિલ્સન હિલ જવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે. વિલ્સન હિલ્સનું નિર્માણ કાર્ય લોર્ડ વિલ્સન અને ધરમપુરના અંતિમ રાજા વિજય દેવજીના કાળમાં આરંભ કરાયુ હતું. લોર્ડ વિલ્સન મુંબઈના ગર્વનર હતા, અને તેમની યાદમાં જ આ હિલનું નામ રાખવામાં આવ્યું છે.

તેમજ વધુમાં વાત કરીએ તો હરિયાળીથી ઢંકાયેલી પહાડી, વાદળોનુ ચાદર ઓઢતુ અદભૂત દ્રશ્ય, ચોમાસામાં દરેક પહાડી પરથી ટપકતા ઝરણા અને ખુશ્નુમા માહોલ તથા ચારેતરફ છવાયેલુ ધુમ્મસ તમારુ દિલ જીતી લેશે. સાપુતારા હિલ સ્ટેશનની સરખામણીમાં આ હિલ સ્ટેશન થોડુ નાનુ છે. પરંતુ તેને મિની સાપુતારા જ કહેવાય છે. જો તમે ચોમાસામાં ક્યાંય જવા માંગો છો તો આ હિલ સ્ટેશન પરફેક્ટ લોકેશન છે

આમ વિલ્સન હિલ પાસેના શંકર ધોધ ખાતે પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. અહીં પણ નાની મોટી ટેકરીઓ અને સર્પાકાર જેવા રસ્તાઓ પરથી પસાર થઇને પ્રવાસીઓ રોમાંચિત થઇ ઉઠે છે. ડ્રોન દ્રશ્યોમાં જોઇ શકાય છે કે ચોમેર માત્રને માત્ર હરિયાળી જ જોવા મળી રહી છે . આવા સુંદર સ્થળે આવ્યા પછી પ્રવાસીઓ સેલ્ફી લીધા વિના રહે ખરા ! પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને કેમેરામાં કંડારતા જોવા મળી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *