આ છે દેશ નુ સૌથી ભાગ્યશાળી ગામ જ્યા દરેક ઘર માથી છે IAS ,IPS ઓફીસર, જાણો ક્યા આવેલુ છે…?

જેમ તમે જાણતાજ હશો કે UPSC ની પરિક્ષા પાસ કરવી કેટલી અઘરી બાબત છે આ પરિક્ષા પાસ કરવા માટે ખુબજ અભ્યાસ અને મહેનત તેમજ સંઘર્ષ આપવો પડે છે દર વર્ષે લગભગ હજાર કરતા ઓછી પોસ્ટ માટે દસ લાખથી પણ વધારે ઉમેદવારો અરજી કરતા હોઈ છે અને તેમાંથી પણ ખુબજ ઓછા લોકો ની પસંદગી થતી હોઈ છે તમે જાણીને ચોકી જશો કે હાલ યુપી એ સોંથી વધુ સરકારી ઓફીસર ધરાવતું રાજ્ય છે.

તમે નહિ જાણતા હોઈ કે યુપી નું એક ગામ માત્ર સરકારી અધિકારી આપવા માટે જાણીતું છે જે જોનપુર જીલ્લાનું માધવપટ્ટી ગામ છે આ ગામના લગભગ બધાજ ઘરો માંથી કોઈને કોઈ એક IAS અથવા IPS અધિકારી છે આ ગામમાં લગભગ ૭૫ ઘર છે અને દરેક ઘરમાંથી એક સભ્ય સરકારી અધિકારી છે આ ગામમાં કુલ ૫૦ લોકો ઓફિસર છે અને આવું નથી કે માત્ર તેમના પુત્ર અને પુત્રી અધિકારી છે બલકે તેમની આવનારી પેઢી પણ અધિકારી છે.

માધવપટ્ટી ને દેશનું ઓફિસર ગામ કહેવામાં આવે છે આવીજ રીતે ગઝીપુરનું એક ગહમર ગામ છે જ્યાં દરેક ઘરમાંથી કોઈને કોઈ સૈન્ય માં છે IAS,IPS ઉપરાંત કેટલાક યુવાનો ભારતીય અવકાશ સંશોધન સંસ્થામાં છે. તો વળી ગામના કેટલાક યુવાનો ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરમાં કાર્યરત છે. તેમજ અનોખી વાત એવી છે કે આ ગામમાં ૪ ભાઈ બહેન IAS હોઈ તેવો પણ રેકોર્ડ છે ગામના વિનય કુમાર સિહ બિહારના મુખ્ય સચિવ પણ રહી ચુક્યા છે વિનય કુમાર સિહ ૧૯૫૫ માં IAS બન્યા અને તેમના બે ભાઈ છત્રપાલ સિંહ અને અજય કુમાર સિંહ ૧૯૬૪મા IAS બન્યા હતા. આ પછી ચોથો ભાઈ શશીકાંત સિંહ પણ ૧૯૬૮ માં IAS બન્યા હતા. તેમજ છત્રપાલ સિંહ તમિલનાડુ નાં મુખ્ય સચિવ પણ બની ચુક્યા છે.

આમ લોકો ખુબજ મહેનત કરીને IAS નું પદ મેળવે છે અને ગામનું નામ રોશન કરે છે પરંતુ તો પણ  ગાંમમાં સુધારો થયો નથી ગામના રસ્તાઓ ખુબજ ખરાબ છે અને મેડીકલ સુવિધા પણ ખુબજ ઓછી જોવા મળે છે અને ગામમાં IAS ઓફીસર ની તૈયારી કરવા માટે કોઈ કોચિંગ સેન્ટર પણ નથી અને છતાં પણ લોકો આ પરિક્ષા પાસ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *