આ છે દુનીયા ની સૌથી મોંઘી કાર! કિંમત જાણી ને માથુ પકડી લેશો….

સામાન્ય રીતે તો તમે ઘણી બધી મોંધી કારો વિષે જાણતાજ હશો AUDI થી લઇને BMW અને FARRARI. અને તેમની કીમત પણ જાણતા હશો કે લક્ઝરી કારો ની કિંમત ૨ કરોડ થી માંડીને ૨૦ કરોડ સુધીની હોઈ છે. જેને ખરીદવી હરકોઈ નાં બસ માં નથી હોતું અને જે તેને ખરીદતું હોઈ છે તે ખુબજ પૈસા વાળા હોઈ છે તેમજ તેના શોખ માટે આવી લક્ઝરી કારો ખરીદતા હોઈ છે.

શું તમે દુનિયાની સોંથી મોંઘી કાર વિષે જાણો છો. અને ક્યારેય પણ તેના ભાવ વિષે વિચાર્યું છે. આજે તમને એવીજ એક દુનીયાની સોંથી મોંઘી કાર વિષે જણાવીએ અને તેની કિંમત જાણી તમે પણ ચોકી જશો. જે તમારી વિચારણા કરતા પણ અનેકગણી વધારે છે. ચાલો તમને આ કાર ની કિંમત અને તેનો ઈતિહાસ જણાવીએ.

આ કાર ૧૯૫૫ની એક મર્સિડીઝ-બેન્જ કાર છે. જેની કિંમત ૧૪.૩ કરોડ ડોલાર છે એટલે કે (૧૧૦૯ કરોડ રૂપિયા) કહેવાય. આમ આ કાર દુનિયાની સોંથી મોંઘી કાર છે. આ કાર ની નીલામી કરનાર કંપની RM Sotheby નું આવું કહેવું છે કે મર્સિડીઝ-બેન્જ ના રેસિંગ ડીપાર્ટમેન્ટ આ પ્રકાર ની માત્ર બે જ કાર બનાવી છે જેનું નામ તેના ક્રીએટરનાં નામ Rudolf Uhlenhaut પરથી રાખવામાં આવ્યું હતું. અને તેમજ આ કાર નું નામ  Mercedes Benz 300 SLR Uhlenhaut Coupe છે.

આ કારનાં એક મોડલ ને એક કલેકટરે ખરીદ્યું છે અને બીજું મોડેલ મર્સિડીઝ-બેન્જ પાસે રહી તેના મ્યુઝીયમ ની શોભા વધારશે. આમ દુનિયાની ક્લાસિક કારોની નીલામી જર્મનીમાં મર્સિડીઝ-વેબ મ્યુઝીયમમાં ૫ મેં નાં રોજ થઈ હતી જેમાં આ કાર ની નીલામી થઈ. અને હવે આ કાર નો ભાવ દુનિયાની સોંથી મોંઘી કાર રહેલી ૧૯૬૨ ની  FERRARI ૨૫૦ GTO થી ૩ ગણી વધારે છે. આમ હવે Mercedes Benz 300 SLR Uhlenhaut Coupe દુનિયામાં સોંથી મોંઘી કાર છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *