ભારત નો આ એક માત્ર પ્લેયર ભારે પડ્યો ઈંગ્લેન્ડ ની ટીમ પર ! એવો તરખાટ મચાવ્યો કે ઈંગ્લેન્ડ…

હાલમાં જ ઓવલ ખાતે રમવામાં આવેલા વન ડે ક્રિકેટ મેચમાં પહેલા જ મુકાબલામાં જસ્પ્રિત બુમરહ ના જાદુ પછી ટીમ ઇન્ડિયા એ રોહિત શર્માની ફાયરફાઈટ ના જોર સાથે ૧૦ વિકેટે મોટી જીત મેળવી હતી.શર્માજી એ ૫૮ બોલમાં ૫ છગ્ગા અને ૬ ચોગ્ગા ની મદદ થી ૭૬ રન ની ઈનિંગ રમી હતી.આ પહેલા જસપ્રિત બુમરાહે ભારતીય ક્રિકેટમાં ઇતિહાસમાં ત્રીજી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.જસ્સી એ ૧૯ રન માં ૬ વિકેટ લીધી હતી

આવું પહેલી વખત બન્યું કે ભારતે ઇંગ્લેન્ડ ને વન ડે માં ૧૦ વિકેટે હરાવ્યું હતું.ભારતે ૩ મેચની T ૨૦ માં ૧-૦ ની શ્રેણી મેળવી હતી. રોહિત શર્મા એ પહેલા ટોસ જીતી ને ઇંગ્લેન્ડ ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું.આખી ઇંગ્લેન્ડ ની ટીમ ૨૬ મી ઓવર માં ૧૧૦ રન સાથે ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ ના કેપ્ટન જોસ બટલરે સૌથી વધુ ૩૦ રન બનાવ્યા હતા.આ સિવાય ડેવિડ વિલી એ ૨૧ રન બનાવ્યા હતા.મોહમ્મદ શમી એ ૩ વિકેટ લીધી હતી જ્યારે પ્રખ્યાત કૃષ્ણા એ ૧ વિકેટ લીધી હતી.

આ ગેમ દરમિયાન શિખર ધવન અને હિટમેન એ ભારતને શાનદાર જીત અપાવી હતી. ઇંગ્લેન્ડ ના બોલારોએ મેચમાં પોતાની એક વિકેટ લેવા માટે બહુ જ અંત સુધી સંઘર્ષ કર્યો હતો.ધવન અને રોહિત બંને ની ભાગીદારી થી ભારતે ૧૧૪ રન કર્યા હતા.આ સાથે જ રોહિત અને શિખરે આ વન ડે મેચ રમી પોતાના ૫ હજાર રન પણ પૂરા કર્યા છે.આ દરમ્યાન ધવને ૫૪ બોલમાં ૪ ચોગ્ગા મારી ૩૧ રનની ઇનિંગ્સ રમી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.