આ છે ગુજરાત નુ સૌથી ધનવાન ગામ ! મોટા મોટા બંગલા અને 17 બેંન્કો મા જમા છે 5000 કરોડ…

આપણે જાણ્યે જ છીએ કે ગામ શબ્દ આવે એટલે આપણા મનમાં એક જ વાત યાદ આવે કે ગામ એટલે ત્યાં સુ જોવાનું હોય ત્યાના લોકો તો ખેતી કરે અને કોઈ સુવિધા પણ જોવા ના મળે આવી જ ધારણા દરેક લોકો ના મનમાં હોય છે. ઘણા ગામ એવા હોય છે જ્યાં લોકો અનેક સુવિધાથી વંચિત જોવા મળતા હોય છે ગામમાં ખેતી કરી ને જ થોડા પૈસા કમાઈ ને પોતાનું જીવન ગુજારતા હોય છે. વિદેશના લોકો આવા ગામમાં જવાનું પણ પસંદ નથી કરતા.

પરંતુ હાલના જમાનાની સાથે ગામમાં પણ સુધારો થયો છે આજે ઘણા ગામો એવા પણ છે જ્યાં તમામ જીવનજરૂરી વસ્તુ મળી રહે છે કોઈ વાત ની ખામી જોવા મળતી નથી અને લોકો ખુશી થી જીવન જીવતા હોય આજે આપડે એક એવા ગામની વાત  કરવા જોઈ રહ્યા છીએ જ્યાં ના લોકો બહુ જ ધનવાન ગણાય છે હા આ વાત માનવામાં ના આવે એવી છે પરંતુ આ ગામ આપણા ગુજરાતમાં જ આવેલું છે તો ચાલો જાણ્યે આ અમીર ગામ વિષે.

ગુજરાતના કચ્છ જીલ્લામાં માધાપર નામનું એક ગામ આવેલું છે જે દેશ માં આવેલા અન્ય ગામ કરતા અલગ છે. આમ તો અનેક  ગામો એવા જોવા મળે છે જ્યાં બેંક જોવા મળતી નથી પરંતુ માધાપર ગામ એવું છે જ્યાં રહેવાવાળા ૭૬૦૦ ઘરોમાં ૯૨૦૦૦ લોકોના માટે ૧૭ બેંક આવેલી છે. આ વાત માનવામાં ન આવે એવી છે પરંતુ આ સાચું છે.

આમ આ બેંક માં ગામ લોકો ના લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયા જમા છે. આ ગામના લોકો કેટલા અમીર હશે એ આ વાત થી જ જાણી સકાય છે. આ ગામમાં લોકો દેશ વિદેશ થી ફરવા પણ આવે છે.

મીડિયાના રીપોર્ટના આધારે આ ગામના વધારે લોકો લંડન માં રહે છે ગામથી દુર રહેવા છતાં આ ગામના લોકો ગામની નજીક  જ જોવા મળે છે. જેનું કારણ છે કે ૧૯૬૮ માં લંડન માં અહીના લોકો એ માધાપર વિલેજ એસોસિયેશન નામની સંસ્થા બનાવી. તેના દ્વારા લોકો સમયાંતરે એકબીજા સાથે જોડાયેલા છે અને હાજર બેન્કોમાં તેમના પૈસા જમા કરાવે છે. આમાં ખાસ વાત તો એ છે કે આ ગામના લોકો વિદેશ ગયા પછી પણ તેમના ખેતરો વેચ્યા નથી.

અને ગામમાં જ રહેનાર લોકો આ ખેતરોની જાણવણી નું કાર્ય કરે છે અને ખેતી વાડી થી પોતાનું જીવન ગુજારે છે. ગામમાં સ્કુલ, કોલેજ, ગૌશાળા, દવાખાનું, કમ્યુનીટી હોલ અને  પોસ્ટ ઓફીસ જેવી ગામના લોકો ને તમામ જરૂરી વસ્તુ ઓ ગામમાં જ હાજર છે. ગામમાં આવેલા કુવાઓ, બંધો અને જીલ્લાઓ ને પણ સાચવવામાં આવ્યા છે. જે અહી આવનાર લોકો ને આકર્ષિત કરી મુકે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *