આ છે વિશ્વનું સૌથી અમીર ગામ ! દરેક નો પગાર છે ૮૦ લાખથી વધુ અને ખાસિયતો જાણશો તો …..
ચીન માં એક આવું ગામ આવેલું છે જયાના રહેવાવાળા લોકો લખપતિ છે .આ ગામ ને દુનિયાનું સૌથી અમીર ગામ કહેવામાં આવે છે આની ખાસવાત એ છે કે આ ગામ ના દરેક વ્યક્તિનો પગાર ૮૦ હજારથી વધુ છે .
સામાન્ય રીતે આપડે ગામ ની વાત આવે ત્યારે એક જ વિચાર આવે કે ત્યાં કાચા મકાન, ઝુપડી ,કાચા રસ્તા ,ખેતરો આવું જ મનમાં આવે છે ગામ એટલે ખેતી ને ખેતીમાં હળ ચલાવી કામ કરતો ખેડૂત. પરંતુ આજ આપડેએવા ગામ ની વાત કરવા જઈ રહ્યા છીએ .જે ગામે ભારતની મેટ્રો સીટી ને પણ પાછળ મૂકી દીધી છે .આ ગામની આગળ મોટા મોટા શહેરો પણ ફીકા લાગવા માંડે છે ,આમાં ખાસ વાત એ છે અહી ના લોકોના પગારની .અહી રહેવાવાળા દરેક વ્યક્તિની વાર્ષિક આવક ૮૦ લાખ રૂપિયા કરતા પણ વધારે છે .
જે ગામની આપડે વાત કરી રહ્યા છીએ એ ગામ દુનિયાનું સૌથી અમીર ગામ તરીકે ઓળખાય છે આ એક ખેતીપ્રધાન ગામ છે એટલે કે અહીના દરેક લોકો ખેતી સાથે જોડાયેલા છે છતાં પણ આમના ઘર અને રહેનસહેન જોઇને મોટા દેશના લોકો જલન અનુભવ કરે છે આપડે વાત કરી રહ્યા છીએ ચીનના જીયાગયીન શહેરની પાસે આવેલા હુઆઝી ગામની .આ ગામમાં રહેવાવાળા એટલા અમીર છે કે જેટલા શહેરમાં રહેવાવાળા લોકો પણ ના હોઈ શકે .
હુઆઝી ગામ એક કૃષિપ્રધાન ગામ છે એટલે કે આહીના લોકો ખેતીવાડી થી પોતાનું ગુજરાન ચલાવે છે .પરંતુ ગામના લોકો એ આવી તરકીબ અપનાવી કે જેનાથી આજે આ ગામ ને સૌથી અમીર ગામ તરીકે ઓળખાય છે.આ ગામમાં રહેનાર દરેક વ્યક્તિ પાક્કા આલીશાન બંગલામાં રહે છે એમની પાસે મહેંગી ગાડીઓ તથા પાક્કા રસ્તાઓ ને બધી સગવડો ઉપલબ્ધ છે .
જયારે આ ગામની સ્થાપના કરવામાં આવી ત્યારે આ ગામની સ્થિતિ સારી નહતી આ ગામનું નિર્માણ ૧૯૬૧ માં કરવામાં આવ્યું. ત્યારે આ ગામ ખુબ જ ગરીબ હતું અને અહી ખેતીની ની હાલત પણ ખુબ ખરાબ હતી ,પરંતુ સમય જતા અહી સામ્યવાદી પાર્ટી સંગઢન ની રચના કરવામાં આવી તેના અધ્યક્ષ વું.રેન્વાઓ એ ગામની સકલ જ બદલી નાખી આહીના દરેક ખેડૂત પોતાની જમીનમાં ખેતી કરવાને બદલે ગ્રુપ માં ખેતી કરવા લાગ્યા.સામુહિક ખેતીના કારણે અહીના લોકોનું ભવિષ્ય આવું બદલ્યું કે આજ ત્યાના બધા લોકો અમીર છે .