ગીર સોમનાથના આ છે રજવાડી લગ્ન ! ક્યારેય નહી જોયા હોય આવા લગ્ન, જુઓ લગ્નની ખાસ તસ્વીરો….

જેમ તમે બધા જાણોજ છો કે હાલ લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં લોકો તેમના લગ્ન ખુબજ ધૂમધામ કરતા હોઈ છે તેવામાં જો આજની પેઠીની વાત કરવામાં આવે તો તેઓની વાતજ અલગ છે. લગ્નને આકર્ષક બનાવવા ખુબજ ખર્ચા કરતા હોઈ છે. કંકોત્રી, પ્રિવેડિંગ, વિડિઓ શૂટથી લઈને લગ્નના કપડાં સુધી ખુબજ અનોખી અને જબરદસ્ત તૈયારીઓ કરતા હોઈ છે. તો વળી તમે બધા જાણતાજ હશો કે વરરાજો જ્યારે પણ જાન લઈને આવે છે ત્યારે તે કારમાં, કે ઘોડા પર બેસીને આવતો હોઈ છે. તો વળી હાલમાં એક ખુબજ આકર્ષક લગ્ન સામે આવી રહ્યા છે જેમાં વરરાજો હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો.

તમને જણાવીએ તો આ અનોખા લગ્ન ગીર સોમનાથના વેરાવળ પંથકમાંથી સામે આવી રહ્યા છે જ્યાં આહીર સમાજના આગેવાનના બે પુત્રનો રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. જે ખુબજ આકર્ષક જોવા મળ્યો હતો જેમાં બન્ને વરરાજા હેલિકોપ્ટરમાં જાન લઈ પરણવા પહોંચ્યા હતા. ગીર સોમનાથમાં હેલિકોપ્ટરમાં જાન આવી હોય એવો આ પ્રથમ કિસ્સો હતો, જેમાં વેરાવળ તાલુકામાંથી વરરાજાની જાન ઊપડી તાલાલા તાલુકામાં ઉતરાણ કરી માંડવે પહોંચી હતી.

આમ જ્યારે વેરાવળ તાલુકાના આજોઠા ગામે રજવાડી લગ્નોત્સવ યોજાયો હતો. એમાં આજોઠા ગામના આહીર સમાજના અગ્રણી નાથુ સોલંકીના બે પુત્રનો શાહી લગ્નોત્સવ ઊજવાયો હતો. આમ બન્ને વરરાજા જાન સાથે ધાવા ગીર ગામે લગ્નસ્થળે પહોંચ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં હેલિકોપ્ટરમાં વરરાજા પરણવા આવ્યા હોય એવો આ પ્રથમ કિસ્સો હતો.

તેમજ જ્યારે રાસ-ગરબાની રમઝટમાં ગમન સાંથલ, ગીતા રબારી, જિજ્ઞેશ કવિરાજ, દિવ્યા ચૌધરી, ઉર્વશી રાદડિયા, નારાયણ ઠાકર સહિતના ખ્યાતનામ કલાકારોએ રંગત જમાવી હતી. આમ જ્યારે વરરાજાઓ હેલિકોપ્ટરમાં જાન લઈને પહોંચ્યો ત્યારે આ નજારો જોવા માટે લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. આમ ગ્રામ્ય વિસ્તારોમાં હેલિકોપ્ટરમાં જાન જોડાતાં નાનાં ભૂલકાંમાં અનેરો રોમાંચ જોવા મળ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *