આ ટાપુ પર માણસોનું નહી સાંપોનુ રાજ ચાલે છે ! એટલા સાપ કે તમે સપનામાં પણ નહી વિચાર્યુ હોય…

આપણી સૃષ્ટિમાં અલગ અલગ અનેક પ્રકારના જીવો વસવાટ કરતા જોવા મળે છે…આપણી સૃષ્ટિમાં માનવ સૃષ્ટિ સાથે પ્રાણી,પક્ષી અને જીવ જંતુ સૃષ્ટિ પણ સંકળાયેલી છે..પણ આ અંગે આપણે બહુ ઓછો વિચાર કરીએ છીએ પણ એક બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી કે આ લોકો વિના આપણું અસ્તિત્વ શક્ય જ નથી…કેમ કે આ જ બધા જીવો આપણી પૃથ્વીનું વાતાવરણ જાળવવામાં મદદરૂપ થાય છે પરંતુ આજના સમયમાં પૃથ્વી પર પ્રાણી અને જીવજંતુઓની કેટલીક પ્રજાતિઓનો નાશ થવાથી સૃષ્ટિને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે..પરંતુ જો એ લોકોની આપણે કાળજી ના લઈએ તો એ લોકો તો પોતાનો રસ્તો શોધી જ લેતા હોય છે…પણ અહીંયા અમારે એક જીવ વિશે વાત કરવી છે જેનું અસ્તિત્વ સેંકડો વર્ષોથી જોવા મળે છે એ છે સાપ..પુરાણોમાં પણ આ જીવ વિશેનો ઉલ્લેખ અને તેનું મહત્વ જોવા મળે છે.. આથી એને એક દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે..જેને સર્પરાજ કહી શકાય..આવા જ સર્પરાજની જાણે પૂરી પ્રજાતિ વસવાટ કરતી હોય એવા એક સ્થળ વિશે વાત કરવી છે ચાલો જાણીએ.

મળેલ માહિતી મુજબ જે સ્થળની વાત કરવા જઈ રહ્યા છીએ એ સ્થળ જાણે મોતનું ખતરનાક સ્થળ હોય એવું કહી શકાય એ સ્થળ બ્રાજીલમાં છે.ત્યાંના લોકો તેને સ્નેક આઈલેન્ડના તરીકે પણ ઓળખે છે. આ સ્થળને જો દુરથી જોવામાં આવે તો આ આઈલેંડ ઘણું સુંદર અને રમણીય લાગે. પરંતુ દૂરથી ડુંગર રળિયામણા એ કહેવત અહીં સાચી ઠરે છે કેમ કે દુનિયાના સૌથી ખતરનાક સાંપ આ આઈલેંડ ઉપર જ જોવા મળે છે.જે વાત આપણા હાજા ગગડાવી દે તેવી છે..

 

આ આઈલેંડ ઉપર જુદી જુદી જાતિના ૪૦૦૦થી પણ વધુ સાંપ છે એમાં આ સ્નેક આઈલેંડ વાઈપર જાતીના સાંપ સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે કેમ કે તે ઉડી શકે એવાં હોય છે.એક માહિતીઅનુસાર એવું જાણવા મળ્યું છે કે આ સાંપનું ઝેર એટલું ડેન્જર હોય છે ને કે જેના નાનકડા ડંખ માત્રથી તે માણસનું માંસ પણ ઓગાળી શકે છે…બ્રાજીલીયન નેવીના સામાન્ય વસવાટ કરતા માણસોને આ સ્થળ ઉપર જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કેમ કે અહીંયા અસંખ્ય સાંપોનું રાજ છે, અને અહીંયા માણસોનુ જવું શક્ય નથી અને જો તે જાય છે, તો તે જીવિત પાછા ફરી શકે એની કોઈ ગેરેન્ટી નથી આથી અહિયાં માત્ર સાંપ સાથે જોડાયેલા નિષ્ણાંતોને જ શોધ માટે જવાની પરવાનગી આપવામાં આવી છે. આમ જોકે તે પણ તેના ડરથી માત્ર કાંઠાના વિસ્તારોમાં જ શોધ કરીને પાછા આવી જાય છે. આઈલેંડની વધુ અંદર જઇ શોધ કરવા જવાની તેઓ હિંમત કે સાહસ કરતાં નથી..

જોકે આપણી માનવપ્રજાતી બુદ્ધિશાળી છે…જીવો સાથે કપટ કે ખોટું કરવામાં બાકી રાખતી નથી.એક રિપોર્ટ અનુસાર અહીં છુપી રીતે શિકારીઓ આવી આઈલેંડ ઉપર જઈને ગેરકાયદેસર રીતે સાંપોને પકડે છે અને તેને વેચી દે છે. હમણાં વાત કરી એ મુજબ અહિયાં મળી આવતા ગોલ્ડેન લાંસહેડ વાઈપર (ઉડી શકતા હોય તેવા) સાંપની કિંમત International Market માં તેની કિંમત ૧૮ લાખ રૂપિયા છે.જે શિકારીઓ એ સાંપને વેચી તેના બદલામાં રૂપિયા વસૂલી લે છે…જોકે આ બાબત અંગે તમારૂં શુ માનવું છે એ અમને જરૂર જણાવશો…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *