અમરેલીનું આ ખુમાણ પરિવાર ધરાવે છે પૌરાણિક ચીજવસ્તુઓની ભરમાર ! એકથી એક કિંમત વસ્તુઓ…જુઓ આ તસવીરો

પૌરાણિક તથા રામાયણ કે મહાભાર સમયની કોઈ પણ વસ્તુઓ કે અવષેશો હાલ જો મળી આવે તો તેની મહત્ત્વતા ખુબ વધી જતી હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે અમરેલીના એક પરિવાર વિશે વાત કરવાના છીએ જેઓએ લગભગ 400 વર્ષ જૂની એવી તમામ ચીજવસ્તુઓનો સાચવીને રાખી હતી. આ તમામ ચીજવસ્તુઓ એટલી અદભુત છે કે તે આપણી સંસ્કૃતિ તથા વારસાની અનોખી જાખી બતાવે છે.

જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં આ પરિવાર રહે છે જેણે આવું કાર્ય કર્યું હતું. કહેવામાં આવે છે કે આંબરડી ગામને ‘જોગીદાસ ખુમાણના’ નામ દ્વારા પણ ઓળખવામાં આવે છે. સાવરકુંડલા શહેરની અંદર આ ખુમાણ પરિવાર રહે છે જેણે છેલ્લા 400 વર્ષોથી આવી કિંમતી તથા પૌરાણિક ચીજવસતોને પોતાની પાસે જાળવી રાખી છે,અત્યાર સુધીના તમામ વારસદારોએ આ મૂર્તિઓ તથા ચીજવસ્તુઓને સંભાળીને રાખી હતી.

આ પરિવારના ખુમાણ આ કે તેઓ પોતે સાવરકુંડલાખુમાણ પરિવારના વારસદાર છે તથા તેઓ છેલ્લા 200થી400 વર્ષોથી રાજવી પરિવારની એન્ટિક વસ્તુઓ તથા ખજાનાઓને પોતાના જ નિવાસ સ્થાને સાચવીને રાખે છે. ખુમાણ પરિવારને આવી અનેક ચીજવસ્તુઓને ભેટમાં પણ આપવામાં આવેલી છે જેમાં 15 પ્રકારની અલગ અલગ સૂડી છે જે મહાભારત તથા રામાયણ વખતની યાદ આપાવે છે.

ખુમાણ પરિવારના પ્રતાપભાઈ વધુમાં જણાવે છે કે પહેલાના સમયમાં મહિલાઓ માટે પિત્તળ માંથી એક સરસ પર્સ તૈયાર કરીને આપવામાં આવતા હતા. આ પર્સની તમામ ઝાંખીઓ આપણને જોવા મળે છે. આ પૌરાણિક ચીજવસ્તુઓમાં જુલાની સાંકળો, તલવારો તથા અનેક દેવીઓની મૂર્તિ તેઓ દ્વારા સાચવી રાખવામાં આવેલ છે.

પ્રતાપભાઈ આગળ જણાવે છે કે દક્ષિણ ભારતના સાંભવી દેવીની પણ એક મૂર્તિ તેઓ દ્વારા સાચવીને રાખવામાં આવી છે, એટલું જ નહીં જુના જમાનામાં જ્યોતિષ વિદ્યામાં ઉપયોગમાં લેવામાં આવતી એક ડીશ પણ તેઓની પાસે છે. આ ડીશ વિશે કહેવાતું કે આ દિશમાં રહેલ બે ખાના દ્વારા આત્મા સાથે વાત થઇ શકતી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *