આ બાળક કે જે 9 વર્ષની ઉંમરમાં જ બની ગયું અરબપતિ,જે ધરાવે છે કરોડોનો બંગલો, જેટ,લક્ઝયુરિયસ કાર…જાણો કેવી રીતે

મિત્રો જેમ તમે જાણોજ છો કે દરેક વ્યક્તિને ધનવાન થાવનું ભૂત સવાર હોય છે, વિસ રાત વધુ પૈસા કમાવવા માટે લોકો તનતોડ મહેનત કરતા હોય છે. ઘણા લોકો પોતાની બુદ્ધિથી પણ વધુ પૈસા કમાતા હોય છે, ત્યારે શું તમે એક એવા બાળકને જોયું છે જે માત્ર 9 વર્ષની ઉંમરમાં જ અરબપતિ બની ગયું હોય. સાંભળીને જ નવાઇ લાગે પરંતુ આ હકીકત છે. આપણે જોઈએ છીએ કે આજે 9 વર્ષના બાળક પાસે રમકડાંની ગાડીઓ, અલગ અલગ પ્રકરની વીડિયો ગેમ કે પછી ડ્રોઇંગ બુક હશે.

પરંતુ આ 9 વર્ષ બાળક પાસે તો લક્ઝુરિયસ કાર અને આલીશાન ઘર પણ છે. કારણ કે આ બાળક દુનિયાનો સૌથી નાની ઉંમરનો અરબપતિ છે. આમ સોશિયલ મીડિયા ઉપર આ બાળક ખુબ જ ફેમસ છે. જ્યારે આ બાળક 6 વર્ષનું હતું ત્યારે તેની પાસે તેનો પોતાનો બંગલો હતો. આજે 9 વર્ષની ઉંમરમાં તેની પાસે ગાડી, જેટ અને કેટલીય વસ્તુઓ છે. આજે અમે તમને આ 9 વર્ષના અરબપતિ બાળકના જીવન વિશે જણાવીશું જેની લાઇફ સ્ટાઇલ પણ એકદમ હટકે છે.

આ બાળક છે નાઇજીરિયાનું મોહમ્મદ અવલ મુસ્તફ઼ા. જે દુનિયાનો સૌથી નાની ઉંમરનો અરબપતિ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર તેના એકાઉન્ટને જોઇને મોટા મોટા ધનવાન લોકો પણ ચક્કર ખાઈ જાય છે. અવલ મુસ્તફા પાસે એકથી એક લક્ઝુરિયસ ગાડીઓ સાથે પ્રાઇવેટ જેટ પણ છે. એટલું જ નહીં પરંતુ માત્ર 6 વર્ષની ઉંમરમાં તેની પાસે પોતાનો બંગલો પણ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અવલ મુસ્તફા નાઇજીરિયાના ધનવાન સેલિબ્રિટી ઇસ્માઇલિયા મુસ્તક઼ાનો પુત્ર છે. આ બાળકના ઇન્સ્ટાગ્રામ પર 32 હજારથી વધુ ફોલોઅર્સ છે. 2018માં મોમ્મા સિનિયરે મોમ્મા જુનિયરને તેના છઠ્ઠા જન્મદિવસે એક ઘર ભેટમાં આપ્યું હતું.

આમ અવલ મુસ્તફાની ઉંમરમાં આપણે નાની મોટી રમતો રમતા હોય છે ત્યારે આ બાળક હાલ દુનિયાનું સૌથી નાની ઉંમરનું અરબપતિ બાળક બની ગયું છે. તેના સોશિયલ મીડિયામાં પણ તેના આ વૈભવી જીવન વિશે જોઇ શકાય છે. તો મિત્રો તમને આ અરબપતિ બાળકને જોઈ જરૂર નવાઈ લાગી હશે. તેવીજ રીતે બધાજ લોકો આ 9 વર્ષના બાળકને જોઈ ખુબજ ચોકી ગયા હતાં.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.