એક સમયે માર્કેટ મા ધુમ મચાવી દેનાર આ Lambretta પાછી માર્કેટ મા આવશે ! જાણો કીંમત અને ફીચર

એવું નથી કે માત્ર વ્યક્તી જ આપણી યાદો નો હિસ્સો બની સકે છે. પરતું ઘણી એવી નિર્જીવ વસ્તુ પણ હોય છે કે જેની સાથે આપણી યાદો જોડાયેલી હોય છે.ઘરમાં આવેલું પહેલું ટીવી થી લઈને આજે આવતા કૂલર દૂધી દરેક વસ્તુ આપણને અનેક યાદો આપી જાય છે.અને તેને યાદ કરતા આપના ચહેરા પણ મુસ્કાન જોવા મળે છે.સાથે જ પપ્પા નું જૂનું સ્કૂટર પણ બહુ યાદ આવી જાય છે જે બાળપણમાં આપનો સાથી બની ગયો હોય છે.જેને જોઈ આપણને કોઈ જાદુઈ વસ્તુ લાગી આવે છે.

આ આધુનિક સમયના ઘણા બાળકોને જૂનું પોતાના પિતાનું lambaretta સ્કૂટર યાદ જ હશે.એક સમયમાં આ સ્કૂટર પિતાની શાન ગણાતા હતા.અને તેની પાછળ બેઠેલા દીકરી કે દીકરો જાણે કોઈ રાજકુમાર કે પ્રિન્સેસ હોય એવું અનુભવતા હતા.આમાં સારી વાત એ છે કે ભારતમાં ફરી એકવાર આ સ્કૂટર તમારી સમક્ષ રજુ કરવામાં આવી રહ્યું છે.જે તેના નવા ફીચર સાથે બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા આવી રહ્યું છે.

વર્ષ ૧૯૨૨ માં pescia ના ferdinando innocenti એ રોમમાં એક સ્ટીલ ટ્યુબિંગ કંપની શરૂ કરી હતી. ૧૯૩૧ માં આ કંપની પોતાના વ્યવસાયને મિલાન માં લઇ ગઈ જ્યાં તેમને બહુ મોટું કારખાનું નાખ્યું અને તેમાં નીરબોધ સ્ટીલ ટયુબિંગ નું ઉત્પાદન શરૂ કર્યું.આ કારખાનું એટલું મોટું હતું કે તેનાથી ૬૦૦૦ લોકોને રોજગારી મળી રહી.પરંતુ આ કંપની વધુ આગળ જાય તે પહેલાં n બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું.અને તેમાં આ કારખાનું ભારી બોમગોલા ને કારણે આખું નષ્ટ થઈ ગયું.આમ અહી ઇનોસન્ટી નું કામ પૂરું થયુ.

બીજી બાજુ લમ્બ્રેત્તા ની કહાની શરૂ થઈ.વાસ્તવમાં થયેલા બોમગોળા ના કારણે નષ્ટ થઈ ગયેલા કારખાનાંના સર્વેક્ષણ કરતા સમયે ઇનોસેંતી એ સસ્તા, પરિવહન અંગેનું સપનું જોયું.અને એક સારું મોટર સ્કૂટર બનાવાનું નક્કી કર્યું. તેમણે પોતાના આ નવા આવિષ્કાર નું નામ મિલાન ઇટલીના એક સહેર લમ્બ્રેટ નામ પરથી રાખ્યું. ફડીનેંટો અને ઈનોસેંતી એ આ સ્કૂટર ને ડીઝાઇન કરવાની જવાબદારી એરોનોટિકલ એન્જિનિયર જનરલ કોરાડીનો ડી. એસ્કનેઇયો ને આપી.આ સ્કૂટર ને એવી રીતે ડીઝાઇન કરવા માટે કહેવામાં આવ્યું હતું કે જેમાં પુરુષ અને સ્ત્રી બંને આ ને ચલાવવામાં સરળતા અનુભવે.આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે કે ગાડી ચલાવનાર વ્યક્તિ સાથે હજુ કોઈ ત્રીજો વ્યક્તિ પણ સવાર થઈ શકે અને તેના કપડા પણ ખરાબ થાય નહિ.

જનરલ કોરદીનો એ આ મોટર સાઇકલમાં અનેક ફેરફાર કર્યા અને ત્યાર પછી આ ગાડી તૈયાર કરી.જેમાં હેન્ડલ પર ગેર રાખવામાં આવ્યો હતો અને એન્જિન ને પાછલ ના ટાયર પર ગોઠવવામાં આવ્યું હતું.સામેની સુરક્ષા ઢાલ ના કારણે તે વધુ સુરક્ષિત હતું.વરસાદમાં આ સ્કૂટર ચલાવનાર વ્યક્તિ સુકાયેલો અને કપડાં પણ મેલા ના થાય તે રીતે આની રચના કરવામાં આવી હતી. સાથે જ તેમાં પાસ-થ્રુ લેગ એરિયાની ડિઝાઇન મહિલાઓ માટે બનાવવામાં આવી હતી, કારણ કે મોટરસાઇકલ ચલાવતી મહિલાઓ માટે ડ્રેસ અથવા સ્કર્ટ પહેરવાનું એક પડકાર રૂપ ગણાતું હતું.

જોકે પછીથી જનરલ કોર્ડીનો એ આ સ્કૂટર બનાવવા અંગેની કામગીરી માંથી મુક્ત થઈ ગયા હતા.અને આ સ્કૂટર બનાવી દેવાની જવાબદારી વૈજ્ઞાનિક એન્જિનિયર સેસારે પલ્લવિસીનો અને પિયર લુઇગી ટોરે એ લીધી હતી.૧૯૪૭ માં લેમ્બ્રેતા સંપૂર્ણ તૈયાર થઈ બજારમાં જોવા મળી હતી. અજેંતીના ,બ્રાઝિલ, ચીલી, કોલંબિયા અને સ્પેઇન ની સાથે હાલમાં જ આઝાદ થયેલા ભારતમાં પણ એન્ટ્રી કરી હતી.ભારત હાલમાં j આઝાદ થયો હતો આથી બીજા દેશમાં તે ગરીબ દેશ તરીકે જોવા મળતો હતો.

તે સમયમાં ભારતમાં એવી કોઈ કાર પણ જોવા મળી નહોતી કે જે કોઈ વ્યક્તિ ખરીદવાની તાકાત ધરાવતો હોય.ત્યારે લોકોને સસ્તા પરિવહન ની જરૂર હતી જે સરળ પોતાના વાહન ની જરૂર હતી.અને આ જરૂરત આ સ્કુટર એ પૂરી કરી હતી.ભારતના ઓટોમોબાઇલ ઉત્પાદન એ ૧૯૫૦ ના વર્ષમાં 48cc, ld મોડલ, Li 1 સિરીઝ સાથે ભારતમાં એનોસેટી દ્વારા નિર્મિત લેમ્બ્રેટા સ્કૂટર નું વેચાણ શરૂ કરવામાં આવ્યું .Li 150 સિરીઝ, ૧૯૭૬ સુધી લેમ્બ્રેટા નામથી વેચાતી હતી અને બાદમાં કાનૂની કારણોસર તેનું નામ બદલીને લાઈંબી રાખવામાં આવ્યું હતું.

૧૯૭૨ માં આ સ્કૂટર ભારતની થઈ ગઈ હતી કેમકે ઇનોસેન્તી પાસેથી આ સ્કૂટર ઈન્ડીયા લિમિટેડ એ ખરીદી લીધું હતું.અને આજ વર્ષમાં ભારત અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં લેમ્બ્રેતાં સ્કૂટરનું વેચાણ ઝડપથી ઘટતું જોવા મળ્યું હતું.જેનું કારણ હતું જાપાનની મોટરસાઇકલ નું બજારમાં આવવું.ત્યાર પછી સ્થિતિ થોડી સારી થતાં આ સ્કુતરમાં સ્કૂટર ઈન્ડીયા લિમિટેડ એ અનેકો ફેરફાર પણ કર્યા હતા.અને અલગ નામ સાથે તે ફરી એકવાર ભારતના રસ્તાઓ પર જોવા મળી

વર્ષ ૧૯૮૦-૮૧ દરમિયાન SIl નું ઉત્પાદન મોટા પ્રમાણમાં થતું હતું.ત્યારે લગભગ ૩૫૦૦૦ સ્કૂટરનું ઉત્પાદન થઈ ગયું હતું.સસ્તા અને વજનમાં હળવા મોટરસાયકલ આવવાથી લેમ્બ્રતા ની માંગ ઘટી ગઈ.૧૯૮૭ સુધી આ સ્કુટરનું વેચાણ ૪૫૦૦ યુનિટ થયું હતું.ત્યાર પછી તેનું ઉત્પાદન ૧૯૯૭ ના વર્ષમાં બંધ થઈ ગયું.જો લેમ્બ્રેટાં સ્કુટરની લોકપ્રિયતા ની વાત કરવામાં આવે તો હજુ ઘણા રાષ્ટ્રીય અને સ્થાનિક ક્લબમાં તે જોવા મળે છે.

જે એક સમયે મધ્યમ વર્ગના લોકોની શાહી સવારી ગણાતું ભારતનું ગૌરવ લેમ્બ્રેટા સ્કૂટર હતું તે હવે ફરી એકવાર વિશ્વની શેરીઓમાં આવવા માટે તૈયાર થઈ ગયું છે. તેના બે નવા મૉડલ G350 અને X300 તાજેતરમાં મિલાન ડિઝાઇન વીક 2022માં લૉન્ચ કરવામાં આવ્યા હતા.
હાલમાં તો આ સ્કૂટર્સ આંતરરાષ્ટ્રીય બજાર માટે લોન્ચ કરવામાં આવ્યા છે.ભારત જે રીતે સ્કૂટર માટે વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા બજારોમાં એક ગણવામાં આવે છે જેથી એવી સંભાવના છે કે થોડા જ સમયમાં આપણા બાળપણની યાદોમાંથી બહાર આવીને અને આપણું લોકપ્રિય સ્કૂટર ફરીથી ભારતના રસ્તાઓ પર આવી દોડવા લાગશે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *