ગુજરાત ના ક્યા જીલ્લા મા કેટલો વરસાદ થયો જુવો આ લીસ્ટ! આગામી પાંચ દીવસ હા હજી…
હાલ તમે બધાજ જાણો ચોકે ગુજરાતમાં વરસાદનું પ્રી-મોન્સુન ચાલી રહ્યું છે અને થોડા દિવસ પહેલા પણ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ વરસ્યો હતો જે પછી લોકોને આવી કાળઝાળ ગરમીથી છુટકારો થયો હતો. અને ખેડૂતોનાં ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઇ ચુક્યું છે હવામાન વિભાગ દ્વારા આ અંગેની જાણકારી કરી દેવામ આવી છે કે સુરત સુધી ચોમાસું બેસું ગયું છે આ સાથેજ રાજ્યમાં આગામી ૫ દિવસમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર ૧૭ તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે આ ઉપરાંત આગામી દિવસોમાં રાજ્યમાં વાદળછાયું વાતવરણ બની રહેશે. તેમજ વધુમાં હવામાન વિભાગે કહ્યું કે આગામી ૪૮ કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. અને તમામ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળી શકે છે. તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જોવા મળી રહ્યું છે કે છેલ્લા ૨૪ કલાક માં ૧૧ તાલુકા એવા છે જ્યાં એક ઈચ કરતા વરસાદ વધારે પડ્યો છે
છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડ્યો હોય તેવા તાલુકા જોઈએ તો મહીસાગરના સંતરામપુરમાં ૭૬ એમ એમ વરસાદ પડ્યો, જુનાગઢ તાલુકામાં ૪૩ એમ એમ વરસાદ પડ્યો તેમજ અમરેલીના વડીયામાં ૩૪ એમ એમ વરસાદ પડ્યો છે દાહોદમાં ૩૪ એમ એમ, ઝાલોદમાં ૩૨ એમ એમ અને સાબરકાંઠા તલોદમાં ૨૭ એમ એમ આમ વગેરે તાલુકામાં પણ વરસાદ પડેલો જોવા મળે છે જે ઉપર જણાવેલી લીસ્ટ પ્રમાણે છે.
આમ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સરેરાશ ૩.૯૪ એમ.એમ. વરસાદ પડ્યો છે આમ કુલ ૨૬ જીલ્લાના ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે સોંથી વધારે ૭૬ એમ.એમ. વરસાદ સંતરામપુરમાં નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો નથી આમ અત્યાર સુધી રાજ્યમાં 7.૭૯ એમ એમ વરસાદ પડ્યો છે.