ગણપતિ બાપ્પાનો આ નાનો ભક્ત બાપ્પાના વિસર્જન સમયે ધૃસકે ધૃસકે રડી પડ્યો અને કીધુ ” કે મારા થી નહી….જુઓ વિડીઓ

મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ ગણેશ વિસર્જનના દિવસો ચાલી રહ્યા છે તેવામાં તમે અવાર નવાર વિસર્જન ને લગતા વિડિઓ જોયા હશે જેમાં લોકો ખુબ ધૂમ ધામ થી ગણેશ વિસર્જન માં ભગવાન ગણેશની મૂર્તિઓનું દરિયામાં વિસર્જન કર્તા હોઈ છે. તેવીજ રીતે હાલ એક એવો વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક નાનો છોકરો ગણેશજીના વિસર્જન સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. જે જોઈ તમારી આંખો પણ ભીની થઈ જશે આવો તમને વિગતે જણાવીએ.

તમે વિડિઓ વડોદરાનો છે જ્યાં રહેતા 9 વર્ષના શૌર્ય રાઠોડનો છે. જે શહેરની એક ખાનગી સ્કુલમાં ધો.4માં અભ્યાસ કરે છે. શૌર્ય બાળપણથી જ ઘણો ધાર્મિક હોવાનુ તેનો પરિવાર જણાવે છે. તે થોડો સમજણો થયો એટલે તેણે તેની માતા અને પિતા પ્રણવને એક દિવસ પુછ્યું, શું આપણે ગણપતિ બાપ્પાને આપણા ઘરે ન લાવી શકીયે? વાત કરીએ તો આ વર્ષે પણ ગણેશ ચતુર્થિના દિવસે શૌર્યના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. શૌર્યનો સ્કુલનો સમય સવારે 7 વાગ્યાનો આમ તો વહેલી સવારે સ્કુલ જવા માટે ઉઠવુ મોટા ભાગના બાળકોને ગમતુ હોતુ નથી.

તેમજ આ 10 દિવસ શૌર્ય માટે ખુબ મહત્વ ધરાવતા, કારણ બાપ્પા તેના ઘરે મહેમાન બન્યાં હતા. જેથી તે વહેલી સવારે જાતે ઉઠી જતો અને ત્યારબાદ બાપ્પાની પૂજા પણ જાતે જ કરતો, બાદમાં સાંજે પણ તે આજ રીતે બાપ્પાની સેવા કરતો હતો. આ 10 દિવસ દરમિયાન તે ઘરની બહાર મિત્રો સાથે રમવા જવાનુ પણ ટાળતો અને બાપ્પાની ભક્તિમાં મન લગાવી બેસતો. આમ માસૂમ શૌર્યનો આ સવાલ સાંભળી ઘરમાં રહેલી તેની દાદી પણ એક સમયે આશ્ચર્યમાં મુકાઇ ગયા અને તેમણે કહ્યું કેમ નહીં આપણે પણ બાપ્પાને ઘરે લાવી શકીયે છે. આમ બે વર્ષ પૂર્વે શૌર્યના ઘરે બાપ્પાનુ આગમન થયું અને ગણપતિની મૂર્તિ કેવી હશે, તેની સજાવટથી લઇ સવાર સાંજ પૂજા કરવાની જવાબદારી શૌર્યએ પોતે ઉપાડી લીધી હતી.

આમ હવે હવે ગઇકાલે વિસર્જનનો દિવસ આવ્યો, 10 દિવસને જેણે બાપ્પાની સેવા કરી તે બાપ્પા સાથે શૌર્યની કંઇઇ અલગ જ લાગણી જોડાઇ ગઇ હતી. તે બાપ્પાની વિદાય સમયે આખા ઘરમાં લઇને ફર્યો અને આખરે જ્યારે બાપ્પાનો જવાનો સમય થયો એટલે કે વિસર્જન કરવાનો સમય થયો ત્યારે તે ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, “પપ્પા મારાથી નહીં થાય”….

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *