આ નાનકડી દીકરીએ એવુ સાધન બનાવ્યુ કે રસોડા નુ કામ થઈ જશે આસાન…

થોડા સમય પહેલા એરિયલ કંપની એ Share the load જાહેરાત કરી હતી.આ જાહેરાત ના અંતમાં કંપની એ એ તારણ કાઢ્યું હતું કે પુરુષો કરતા ૭૧% મહિલાઓ કામને કારણે ઊંઘ પૂરી કરી સકતી નહિ. કેમકે આપને સૌ કોઈ જાણ્યે છીએ કે મોટા ભાગના ભારતીય પરિવારોમાં ઘર ની સાફ સફાઈ, જમવાનું બનાવું, બાળકોનું ધ્યાન રાખવા થી લઈને ઘરનું દરેક કામ મહિલાઓ કરતી હોય છે .આટલું જ નહી ઘરના કામ ની સાથે સાથે મહિલાઓ બહાર કમાવા પણ જતી હોય છે.ઘણી મહિલાઓ પતિની સાથે ખેતરોમાં કામ કરવા જાય તો ઘણી મહિલા બીજી નોકરી પર જાય છે.

બહુ જ ઓછી મહિલાઓ એવી જોવા મળતી હોય છે કે જેને કામ કરવા માટે નોકરો હોય અથવા કામ માં મદદ કરવા કોઈ પરિવારની અન્ય સ્ત્રી હોય .આવી કામમાં મદદની આશા પણ આપને ઘરની અન્ય સ્ત્રી પાસે જ રાખતા હોઈએ છીએ. કેમકે આજે પણ બહુ જ ઓછા ઘરોમાં જોવા મળશે કે પુરુષ કોઈ કામ કરે અને એમાં પણ ખાસ કરી રસોઈ માં મદદ કરે. માધ્યમ વર્ગમાં અને ગરીબ વર્ગના મહિલાઓ ઘરકામ સાથે બહાર ના કામ કરતી વધારે જોવા મળે છે. દિવસ ભરની ભાગદોડ ના કારણે તેના સ્વાસ્થ્ય પર માઠી અસર થાય છે. અને તે બીમાર પડે છે.કેમકે જેટલું તે કામ કરે છે તેના પ્રમાણમાં તે ભોજન કરતી નથી અને સાથે આરામ પણ નથી કરતી.

આ વાત સાચી છે કે આ સમસ્યાને એક દિવસમાં દૂર કરી શકાતી નથી.મહિલાને કામ નાં અનુસાર આરામ પણ મળી રહે તે માટે સમાજમાં ઘણા સુધારા લાવવાની જરૂર છે.જે એક દિવસમાં સંભવ નથી.આના માટે મધ્યપ્રદેશ ની એક દીકરી એ પોતાની માતાને માટે એક ટેકનિકલી રસ્તો શોધી કાઢ્યો છે. સ્કૂલમાં ભળેલા વિજ્ઞાન ના સિદ્ધાંત ને પોતાની માતાના કામને સરળ બનાવવા માટે ઉપયોગમાં લીધા અને તેની મહેનતનું પરિણામ આવ્યું કે તેણે બનાવેલા આ મોડલ ને દેશમાં પહેલો નંબર મળ્યો.

મધ્યપ્રદેશ ના હોશંગાબાદ માં પીપરીયા પાસેના દોકરિખેડા ગામમાં રહેનારી ૧૪ વર્ષ ની નવશ્રી ઠાકુર એ રસોઈના કામને સરળ બનાવવા માટે એક બહુપ્યોગી મશીન બનાવ્યું છે.આવા અનોખા મશીનને બનાવી નવશ્રી ઠાકુર એ ‘યુવા આવિષ્કાર ‘ ની ઓળખ હાંસિલ કરી છે. નવશ્રી એ ધ બેટર ઇન્ડિયા ની સાથે વાત કરતા તેના સફર અને આવિષ્કાર વિશે જાણકારી આપી.એક સાધારણ પરિવાર સાથે સબંધ રાખનારી નવશ્રી પીપરીયા ની ગર્લ્સ હાઈ્કૂલ માં અભ્યાસ કરે છે.તેને જણાવ્યું કે તેના શિક્ષક આરાધના પટેલ ના માર્ગદર્શન હેઠળ તેણે આ મશીન બનાવ્યું છે. જેનું સ્લોગન છે ” ઝટપટ કામ, માં નેં આરામ”.

તે જણાવે છે કે તેણે આ મશીન બનાવવા પાછળ ૮ માં ધોરણથી કામ શરૂ કર્યું હતું. સૌથી પહેલા તેના આ મશીનને તેની સ્કૂલમાં અને ત્યાર પછી જિલ્લા સ્તરે શ્રેષ્ઠ જણાવ્યું. ત્યાર પછી ભોપાલ માં થયેલી આવી એક પ્રતિયોગીતા માં પણ આ મશીનને સારું ગણાવ્યું.અને હવે આ મશીનને રાષ્ટ્રીય સ્તરે ‘ “ઇન્સ્પાયાર “એવોર્ડ તરીકે સમ્માન મળ્યું છે. આવું મશીન બનાવવા પાછળની પ્રેરણા તેની માતા રજનીબાઈ છે. તેણે જણાવ્યું કે તેના માતા પિતા ખેતરોમાં કામ કરવા જાય છે. એટલે સવારે ૮ વાગ્યા પહેલા ઘરેથી નીકળી જવું પડે છે.મમ્મી સવારે ૪ વાગે ઉઠી જાય છે છતાં પણ ઘટના થોડા કામ કામે જતા પહેલા પૂરા થઈ શકતા નથી.

નવશ્રી અને તેની મોટી બહેન હમેશા માતાની મદદ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમને સ્કૂલ પીપરીયા જવાનું હોવાથી સવારે ઘરેથી વહેલા નીકળી જવું પડે છે. માતા ખેતરના કામેથી આવી પાછી ઘરના કામો કરવા લાગી જાય છે.અમે પણ ભણતર ના કારણે બહુ મદદ કરી શકતા નથી. આંથી હું ઘણીવાર વિચારતી કે એકસાથે અનેક કામ કરવા માટે કોઈ મશીન બનાવી જોઈએ. નવશ્રી ની વિજ્ઞાન શિક્ષક આરાધના પટેલ જણાવે છે કે, નવશ્રી ભણવામાં બહુ હોશિયાર છે.ઘણી વાર તે સ્કૂલે મોડી આવતી ત્યારે હું એને પૂછતી તો તે જવાબ આપતી કે ઘરે માતાની થોડી મદદ કરવી પડે છે.આમ ચર્ચા કરતાં અમને આવું કોઈ મશીન બનાવવા માટે વિચાર આવ્યો.

ત્યાર પછી સ્કૂલના’ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ‘ ના inspire નો નોટિફિકેશન મળ્યું . આથી આરાધના એ તરત જ નવશ્રી નાઆ વિચારને પ્રતિયોગિતા માટે મોકલ્યું.અને આ આઈડિયા એક જ વારમાં સિલેક્ટ થઈ ગયો.પોતાના શિક્ષક આરાધના ના માર્ગદર્શન હેઠળ નવશ્રી એ આ મશીન બનાવ્યું.લાકડા અને સ્ટીલના વાસણ જેવા કે થાળી કે જેના ઉપયોગ થી બહુપયોગી મશીન બનાવ્યું જે હાથથી પણ ચાલી શકે. જેમાં વીજળી નો ઉપયોગ ના હોવાથી તે ખર્ચ વધારે આવતો નથી.

મશીનથી રોટલી વળવી, શાકભાજી કાપવા, જુસ બનાવવું, મસાલા પીસવા વગેરે જેવા ૮ કામો કરી સકાય છે.મશીનમાં જોડવામાં આવતા સંચા ને બદલીને તેના અનેક ઉપયોગ પણ કરી શકાય છે.આ મશીનથી તમે પાપડ, પાણીપુરી બનાવી શકો , લસણ અને આદુને પીસી સકાય, શાકભાજી અને ફળ ને કાપવાથી લઇ તેનો જૂસ પણ કાઢી સકાય,સેવ બનાવી શકાયછે, નાળિયેર કે અખરોટ તોડી શકાય છે, નાની ચિપ્સ બનાવી શકાય છે.

નવશ્રી જણાવે છે કે જો તમારે કોબી સમારવી હોય તો એકજ વારમાંતમે કાપી સકો છો.એક સાથે ઘણા બધા બટેટા પણ સમારી શકાયછે. રોટલી પણ બનાવી શકાય છે જેનાથી રોટલી ગોલ બનીને બહાર આવે ત્યાર પછી તેને માત્ર સેકવાની જ રહેછે.લગભગ ૩ મહિના માં આ મશીન બની ગયું છે આ મશીનમાં સાગ ના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ મશીન બનાવતા લગભગ ૩૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો.

નવશ્રી જણાવે છે કે મશીન બનાવ્યા પછી તેના ઘરે આ મશીનને ટ્રાયલ કરવામાં આવી.જેનું ટ્રાયલ બહુ જ સારું રહ્યું, થોડા થોડા ફેરફારો તેના જરૂરિયાત અનુસાર કરવામાં આવ્યા.અને ત્યાર પછી આ મશીનને પ્રતિયોગિતા માટે મોકલવામાં આવ્યું.શિક્ષક આરાધના કહે છે કેઆ મશીન અનેક રીતે ફાયદાકારક છે.જેમાં ઓછા સમય અને ઓછી મહેનતથી દરેક કામ કરી સકાય છે.આ મશીન સફાઈ સાથે અને પર્દુષણ ફ્રી છે.તેનો ઉપયોગ દરેક લોકો કરી શકે છે.

નવશ્રી નો આ આવિષ્કાર દરેક લોકો ને પસંદ આવ્યો. નવશ્રી કહે છે કે આ મશીન માત્ર મારી માતા માટે જ નહીં પરંતુ ગામની દરેક મહિલાઓ માટે છે.આ મશીન ગામ અને શહેરો ના દરેક મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગના માટે છે.મોટા ભાગે મહિલાઓ જ ઘરની રસોઈનું કામ કરતી હોય છે.બહારના કામની સાથે ઘરના કામ પણ કરતી હોય છે.આવી દરેક. મહિલાઓ ને નવશ્રી આ મશીન સમર્પિત કરે છે.મહિલાઓ ની સાથે એકલા રહેતા યુવાનો અને છાત્રાઓ માટે પણ આ મશીન ઉપયોગી છે.આ મશીનના બહૂપયોગ ના કારણે તે આખા દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે.

આરાધના કહે છે કે આ મશીનને બનાવવા માટે NIF તરફથી ફંડ મળ્યું હતું. જો આ મશીનને કારખાનામાં બનાવામાં આવે તો તેની કિંમત ૨૦૦૦ કરતા પણ ઓછી થઈ જાય છે.પોતાની દિક્તો દ્વારા બનાવામાં આવેલા આ મશીનના આવિષ્કાર નેકારણે તેના પિતા અને ગામના લોકો બહુ જ ખુશ છે. નવશ્રી ના પિતા બસોડીલાલ જણાવે છે કે તેમને પોતાની દીકરી પર ગર્વ છે.દીકરીની આ જીતની ખુશી તેમણે ગામમાં સાકર વેચીને ખુશી જાહેર કરી હતી.અંતમાં નવશ્રી માત્ર એટલું જણાવે છે કે તે બહુ જ ભણવા માંગે છે તેની ઈચ્છા છે કે આ મશીનને બજાર સુધી પહોંચાડવા આવે અને મહિલા ઓ ને ઉપયોગી થાય.જલ્દી જ નવશ્રી ને રાષ્ટ્રપતિ ના હાથે પુરસ્કાર લેવા દિલ્લી જવાનું છે. ધ બેટર ઇન્ડિયા આવા આવિષ્કાર કરનારી દીકરીને સલામ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.