અમદાવાદના આ નાના એવા ટેણીયાએ પોતાના જ્ઞાનનો જાદુ અમિતાભ બચ્ચનને બતાવી દીધો ! જીતી ગયો આટલા લાખ રૂપિયા…..
વાત કરીએ તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની કિસ્મત ક્યારે અને કેવું રીતે ચમકી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ મિત્રો તમે બધાજ જાણો છો KBC એટલે કે કોન બનેગા કરોડ પતિ જેમાં અમિતાભ બચ્ચન દ્વારા આ શૉ ચાલી રહ્યો છે. તમને બધાને ખબરજ છે કે આ શો માઁ ખુબજ અઘરા સવાલના જવાબ આપી પૈસા જીતવામાં આવતા હોઈ છે. તેવામાં હાલ આ શોમાં બાળકો પોતાના જ્ઞાન અને નટખટ અંદાજથી ધમાલમચાવી રહ્યા છે.
તેવામાં હાલ અમિતાભ બચ્ચની સામે હોટ સીટ પર પહોંચનાર લકી ગુજ્જુ બોય અમદાવાદનો આ 9 વર્ષનો આર્ય શાહ કે જેણે KBCમાં ૨૫ લાખ જીત્યા છે. તેમજ જો જણાવીએ તો વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા ગૌતમભાઈ શાહ અને નેહાબેન શાહનો પુત્ર આર્ય શાહ ધોરણ-4 માં અભ્યાસ કરે છે. આર્ય શાહે ભણવામાં પહેલેથી જ હોશિયાર છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે. તેથી તેણે કેબીસીના જુનિયર કિડ્સ સ્પેશિયલ એપિસોડમાં જવાનો નિર્ણય કર્યો હતો, અને તેના માતાપિતાએ તેને સાખ આપ્યો.
થયું એવુ કે આર્યએ એપ્શિકેશન દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો સાચો જવાબ આપ્યો હતો, જેમાં પાસ થતા તેનો મુંબઈ જવાનો રસ્તો ખૂલ્યો હતો. મુંબઈમાં પણ થયેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આર્ય શાહ ક્લિયર થઈ ગયો હતો. જેના બાદ તેનો પર્સનલ ઈન્ટરવ્યૂ થયો હતો, આ બાદ તેનો KBC માં ઓફિશિયલ પ્રવેશ થયો હતો. જે બાદ પરિવારન ખુશીનો ઠેકાણું નો હતું. આર્ય ફાસ્ટ ફિંગર ફસ્ટમાં શરૂઆતના ૨ પર્શ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા. જોકે તેણે ત્રીજા પશ્નોનો જવાબ પહેલા નો આપ્યો પરંતુ તેની સ્પીડ વધારે હોવાને લીધે તે હોટ સીટ સુધી પહોચવામાં સફળ રહ્યો હતો.
આમ જે બાદ તમામ સવાલોનો જવાબ આપીને આર્ય 50 લાખના પ્રશ્ન સુધી પહોચ્યો હતો. આર્યએ 1.20 લાખ, 12.50 લાખ અને 3.20 લાખના પ્રશ્ન માટે પણ આર્યએ લાઈફ લાઈન વાપરી હતી. 50 લાખના પ્રશ્ન પર શોમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લઇ ૨૫ લાખ જીત્યા છે. હાલમાં જ આર્ય શાહનો એપિસોડ સોની ટીવી પર પબ્લિશ થયો છે. તેમજ જણાવીએ તો તેમના દીકરાએ 15 દિવસ મહેનત કરી હતી, અને તે આખરે ફળી છે. કેબીસી માટે મહેનત દરમિયાન આર્યને ચિકનગુનિયા પણ થયો હતો, છતા તે હિંમત હાર્યો ન હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો